હાઈએલર્ટ / ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની આગાહી કરાઈ

6.8 magnitude earthquake in Indonesia

  • લોકોમાં ભયનો માહોલ છે

Divyabhaskar.com

Apr 15, 2019, 02:59 AM IST

જાકાર્તા: ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાના આંચકા આવ્યા છે. હાલ ઇન્ડોનેશિયાની સરકારે દરિયાકિનારા વિસ્તારો પર હાઈએલર્ટ આપી સુમાની આવવાની આગાહી કરી છે અને લોકોને ઊંચી જગ્યાએ પહોંચવા જણાવવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસને પણ માછીમારો અને નાવિકોને દરિયો ન ખેડવા જણાવ્યું છે. ભારતીય સમય મુજબ 12મી એપ્રિલે સાંજે 5 વાગીને 10 મિનિટે ભૂકંપ આવ્યો હતો.


અમેરિકન એજન્સી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ જિઓલોજિકલ એજન્સીએ કહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 43 કિ.મી. નીચે નોંધવામાં આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર ગોરોન્ટાલો વિસ્તારથી 280 કિલોમીટર દક્ષિણ તરફ હતું. ભૂકંપ આવવાને કારણે લોકો આમતેમ દોડભાગ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત લોકોમાં ભયનો માહોલ છે. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ હોવાની ઘટના સામે આવી નથી.

X
6.8 magnitude earthquake in Indonesia
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી