તારાજી / અમેરિકામાં વાવાઝોડાંથી 10 મોત, 80થી વધુ ઘવાયા, બે લાખ ઘરોમાં વીજળી ગુલ

Divyabhaskar.com

Apr 16, 2019, 03:53 AM IST
સૌથી વધુ નુકસાન મિસિસિપીમાં
સૌથી વધુ નુકસાન મિસિસિપીમાં

  • 2500થી વધુ ફ્લાઈટ રદ કરાઇ, 9 કરોડ અસરગ્રસ્ત થશે 
  • 25,000થી વધુ વિદ્યાર્થી સ્કૂલ-કોલેજોમાં જ ફસાયા

વોશિંગ્ટન: દક્ષિણ અમેરિકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો. ટેક્સાસ અને ડલાસમાં 8 લોકો મૃત્યુ પામ્યા અને 80 ઘવાયા. તેમાં 10 ગંભીર છે. નોર્થ કેરોલિના, મિશિગન, મિસિસિપી અને મેરિલેન્ડનાં 1.70 લાખ ઘરોમાં વીજળી ગુલ છે. 2500થી વધુ ફ્લાઇટ રદ કરાઈ. હવામાન વિભાગ મુજબ વાવાઝોડાનો ઘેરાવો ન્યુયોર્ક, વોશિંગ્ટન અને એટલાન્ટા સુધી વધશે.

12 મુખ્ય એરપોર્ટ પર ફ્લાઈટ સંચાલન બંધ: શિકાગો, હ્યુસ્ટન, ટેક્સાસ, પિટ્સબર્ગ અને ઓહિયો સહિત ડઝનેક પ્રમુખ એરપોર્ટથી ફ્લાઈટનું સંચાલન બંધ કરાયું છે. મિસિસિપી તંત્ર મુજબ મિસિસિપી સ્ટેટ યુનિ. અને નજીકની સ્કૂલોના 25 હજારથી વધુ વિદ્યાર્થી સ્કૂલ તથા કોલેજોની ઈમારત અને બેઝમેન્ટમાં રોકાયેલા છે. 100થી વધુ લોકોના ગુમ થવાના અહેવાલ છે.

મણિપુરમાં વાવાઝોડાથી ત્રણનાં મોત: દેશના પૂર્વોત્તરમાં સોમવારે વાવાઝોડું અને વરસાદથી અનેક ઘર નષ્ટ થઇ ગયાં હતાં. આ દરમિયાન 3 લોકો મૃત્યુ પામ્યા. મિઝોરમમાં કોલાસિબના વેરેંગ્ટે ગામમાં વાવાઝોડાને લીધે 20 મકાનને માઠું નુકસાન થયું હતું.

કરાચીમાં પણ વાવાઝોડાથી 5નાં મોત: કરાચીમાં રવિવારે શરૂ થયેલા વાવાઝોડાનો દોર સોમવારે પણ જારી હતો. તેનાથી 5 લોકો મૃત્યુ પામ્યા જ્યારે 86 લોકો ઘવાયા હતા. શહેરમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને વિઝિબિલિટી ઘટીને 500 મીટર જ રહી ગઈ હતી.

સૌથી વધુ નુકસાન મિસિસિપીમાં: તસવીર મિસિસિપીના વિક્સબર્ગની છે. અહીં 150 ઘર નષ્ટ થઇ ગયાં હતાં. વાહનો અને બિઝનેસ સેન્ટરોને પણ નુકસાન થયું હતું.

X
સૌથી વધુ નુકસાન મિસિસિપીમાંસૌથી વધુ નુકસાન મિસિસિપીમાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી