inspirational / ‘મારા પગમાં કાણાં પાડીને લટકાવી દીધી, 6 લોકોએ મારા પર દુષ્કર્મ આચર્યું અને મરવાની હાલતમાં છોડી દીધી', અમેરિકન મહિલાએ 38 વર્ષ પછી ફેસબુક પર કહી હૃદય હચમચાવી દે તેવી કહાણી

સામુહિક દુષ્કર્મનો શિકાર બનેલી ચેરિઝ થોમ્પસન
સામુહિક દુષ્કર્મનો શિકાર બનેલી ચેરિઝ થોમ્પસન
61 વર્ષીય ચેરિઝ થોમ્પસન અને વર્ષ 1981માં દીકરા સાથે ચેરિઝ
61 વર્ષીય ચેરિઝ થોમ્પસન અને વર્ષ 1981માં દીકરા સાથે ચેરિઝ

divyabhaskar.com

Apr 17, 2019, 01:50 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચેરિઝ થોમ્પસન નામની મહિલાએ અમેરિકાના ટેક્સાસમાં રહેતી હતી ત્યારે તેની સાથે થયેલા દુષ્કર્મની વાત સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે જણાવ્યું છે કે, 38 વર્ષ પહેલાં છ લોકોએ તેનું અપહરણ કરી ઢોરમાર માર્યો હતો અને તેની સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું.

સામુહિક દુષ્કર્મનો બની શિકાર
દાયકાઓ પછી તેણે ફેસબુક પોસ્ટમાં આ ઘટનાને યાદ કરતા લખ્યું છે કે, વર્ષ 1981માં તે માતાના ઘરે ફ્રિઅરથી લેરેડો જતી હતી ત્યારે રસ્તામાં તેની કારના ટાયરમાં પંચર પડ્યું હતું. તે ટાયર બદલતી હતી ત્યારે અચાનક છ લોકો એક વાનમાં આવ્યા અને તેનું અપહરણ કરી થોડે દૂર લઈ ગયા હતા. સૌથી પહેલા અપહરણ કર્તાઓએ તેને લોખંડના ટાયર વડે ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ તેના પગની ઘૂંટીમાં કાણાં પાડી, તેને જંગલી પ્રાણીની જેમ લટકાવવાની કોશિશ કરી હતી. પછી બધાએ વારાફરતી તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને તેને મરવા જેવી હાલતમાં ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. ત્યાંથી તે કોણીના સહારે ઢસડાઈને ચાર કિલોમીટર દૂર પડેલી પોતાની કાર પાસે પહોંચી હતી. જ્યાં તેણે ચાર વર્ષના દીકરાને હેમખેમ જોતા રાહતનો શ્વાસ લીધો હતો. તેનો દીકરો કારની પાછળની સીટ પર ઊંઘતો હતો.

નથી રુઝાયા ઘા
61 વર્ષીય ચેરિઝે જણાવ્યું કે, અપહરણકર્તાઓએ તેના બંને પગ સહિત 14 હાડકાં ફ્રેક્ચર કરી નાખ્યાં હતા. ઢોરમાર મારી તેના દાંત પણ તોડી નાખ્યાં હતા અને તેના પગની ઘૂંટીમાં કાણાં પાડી જંગલી પ્રાણીની જેમ લટકાવી હતી. કાર પાસે પહોંચી તેણે એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી. પછી હોસ્પિટલમાં તેને 17 અઠવાડિયા સુધી સારવાર હેઠળ રાખવામાં આવી હતી. તેને 31 યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું અને 27 જુદી જુદી સર્જરી કરવામાં આવી હતી. તે કહે છે, ‘હજુ હું ઘણી આંતરિક સમસ્યાઓથી પીડાઈ રહી છું. મારા દાંત અને અમુક હાડકાં હજુ સાજા થયાં નથી. તે મારા માટે કાયમી સમસ્યા બની ગયા છે. આ બધા દુષ્કર્મીઓમાંથી માત્ર એક જ વ્યક્તિ પકડાયો હતો અને તે પણ જામીન પર છૂટી ગયો હતો.’ હાલ ચેરિઝ અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં પોતાના પતિ સાથે રહે છે. આ સ્ટોરી કહેવા પાછળનું કારણ જણાવતા કહે છે કે, જ્યારે પણ તેને તક મળે ત્યારે લોકોને સ્ટોરી જણાવે છે. કારણ કે તે બીજા લોકોને સેક્સ્યૂઅલ વાયલન્સનો શિકાર બનવાથી બચાવવા માગે છે.

X
સામુહિક દુષ્કર્મનો શિકાર બનેલી ચેરિઝ થોમ્પસનસામુહિક દુષ્કર્મનો શિકાર બનેલી ચેરિઝ થોમ્પસન
61 વર્ષીય ચેરિઝ થોમ્પસન અને વર્ષ 1981માં દીકરા સાથે ચેરિઝ61 વર્ષીય ચેરિઝ થોમ્પસન અને વર્ષ 1981માં દીકરા સાથે ચેરિઝ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી