inspirational / છેલ્લા 30 વર્ષથી ભેગા કરતો હતો રૂપિયા, પૈસા બચાવવા બપોરે ભોજનમાં ખાય છે માત્ર બાફેલાં નૂડલ્સ

divyabhaskar.com

Apr 17, 2019, 05:44 PM IST
ચીનના શેનયાંગમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતો ઝાઓ
ચીનના શેનયાંગમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતો ઝાઓ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનના શેનયાંગ શહેરમાં રહેતા એક સફાઇ કર્મચારીએ ગરીબ બાળકોને 8.80 લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ સફાઈ કર્મચારીને દર મહિને 20 હજાર રૂપિયા પગાર મળે છે. તેણે 30 વર્ષમાં 8.80 લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને તેણે તે રૂપિયા ગરીબ બાળકોને દાનમાં આપ્યાં છે.

ભોજનમાં ખાય છે બાફેલાં નૂડલ્સ
આ સફાઈ કામદારનું નામ ઝાઓ છે. ઝાઓ ગરીબ બાળકોને મદદ કરવા માટે દર મહિને સેલરીમાંથી રૂપિયા બચાવતા હતા. તેઓ જણાવે છે કે, ગરીબ બાળકોને મદદ કરવાથી ખુશી મળે છે. ઝાઓ રૂપિયા બચાવવા માટે દિવસે ભોજનમાં માત્ર બાફેલાં નૂડલ્સ જ ખાય છે. તેમણે છેલ્લા 30 વર્ષમાં પોતાના માટે એક જોડી નવા કપડાં પણ ખરીદ્યા નથી. ઝાઓ પોતાના પરિવાર સાથે સાદગીપૂર્વક જિંદગી જીવી રહ્યાં છે. તેઓ દર મહિને મળતી સેલરીમાંથી પોતાના પરિવારનો ખર્ચો કાઢી બાકી વધેલા રૂપિયા ગરીબ બાળકો માટે રાખી મૂકે છે.

ગરીબ બાળકોને કરે છે મદદ
બાળપણમાં જ ઝાઓના પિતાનું અવસાન થઈ ગયું હતું અને તેની માતા માનસિક રીતે બીમાર થઈ ગઈ હતી. ત્યારે દાનના સહારે જ ઝાઓનું ઘર ચાલતું હતું. તેની માતાની સારવાર પણ દાનમાંથી મળતા રૂપિયાથી જ થતી હતી. ઝાઓ કહે છે કે, તેમણે જેવી રીતે બાળપણમાં દાનના રૂપિયાથી ઘર ચલાવ્યું હતું અને હવે દાન આપીને તેઓ પણ આ જ રીતે ગરીબ બાળકોની મદદ કરવા માગે છે.

X
ચીનના શેનયાંગમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતો ઝાઓચીનના શેનયાંગમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતો ઝાઓ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી