તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્લોરિડામાં રહેતી એક માતાની હત્યાનો ભેદ 26 વર્ષ પછી ઉકેલાયો, દીકરાએ પુરાવાઓ ભેગા કરી કર્યો હત્યારાનો પર્દાફાશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 વર્ષનો એરન ફ્રેજર તેની માતા અને તેના પિતા - Divya Bhaskar
3 વર્ષનો એરન ફ્રેજર તેની માતા અને તેના પિતા

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ફ્લોરિડામાં રહેતા એક માણસને પત્નીની હત્યાના કેસમાં 26 વર્ષ બાદ ટ્રાયલનો સામનો કરવો પડશે. લગભગ 2 દશકા પછી આ માણસના દીકરાએ પિતા વિરુદ્ધ માતાનું ખૂન કરવાના પુરાવાઓ રજૂ કર્યા છે. માતાની મોત વખતે તેના દીકરાની ઉંમર 3 વર્ષની હતી અને આ ઘટના તેની આંખોની સામે બની હતી. તેણે એ વખતે તેના સંબંધીઓને આ વિશે વાત કરી હતી પણ તેના પર કોઈને વિશ્વાસ નહોતો અને તેને કોઈ સમજી શક્યું નહોતું. હવે તેણે પોતાના જૂનાં ઘરમાં ખોદકામ કર્યું છે અને પુરાવા રજૂ કર્યા છે. ત્યારપછી પોલીસે તેના પિતાની ધરપકડ કરી છે. હવે આ મામલે કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

3 વર્ષનો હતો ત્યારે થઈ હતી હત્યા
ફ્લોરિડામાં રહેતા 29 વર્ષીય એરન ફ્રેજર 3 વર્ષનો હતો. ત્યારે અચાનક તેની માતા ગાયબ થઈ ગઈ હતી. જ્યારે પોલીસે તેને પૂછ્યું હતું ત્યારે તેણે માતાની હત્યા વિશે પોલીસને જણાવ્યું હતું પણ પોલીસ તેની વાતો સમજી શકી નહોતી. એક અંગ્રેજી અખબારમાં જણાવ્યા અનુસાર, કોઈ વ્યક્તિએ તેની વાતો પર વિશ્વાસ કર્યો નહોતો. આ ઉપરાંત તેના પિતા વિરુદ્ધ કોઈ વધારે પુરાવા મળ્યા નહોતા. એરનના સગા-સંબંધીઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો નહોતો. ફ્રેજરના નાના રોબર્ટના જણાવ્યા અનુસારને દત્તક લેવામાં આવ્યો નહોતો અને તે પરિવાર સાથે જ તેનો ઉછેર થયો હતો. 

શોધી કાઢ્યા માતાના અવશેષ
એરન જ્યારે મોટો થયો ત્યારે તેણે પુરાવાઓ શોધવાનો નિર્ણય લીધો. ચાર વર્ષ પહેલાં 14મી ડિસેમ્બરથી એરન અને તેના એક સંબંધીએ તેના જૂનાં ઘરમાંથી પુરાવાઓ એકઠાં કરવાની શરૂઆત કરી હતી. જ્યાં એરનને તેની માતાના અવશેષ મળ્યાં હતા. પછી તેણે માતાના અવશેષોની ફોરેન્સિક તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન ડીએનએ ટેસ્ટમાં એ વાત પણ કન્ફર્મ થઈ ગઈ હતી કે અવશેષ એરનની માતા બોની હેમના જ છે. એટલું જ નહીં, મેડિકલ એક્ઝામિનરે એ પણ જણાવ્યું હતું કે તેની મોત હોમોસાઇડને કારણે થઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...