રસપ્રદ / છેલ્લા 2 વર્ષથી રોબોટ સાથે રિલેશનશિપમાં હતો, વસ્તુઓને પ્રેમ કરવાની છે વિચિત્ર આદત 

ટ્રોલરોબો સાથે લગ્ન કરશે જોયે મોરિસ
ટ્રોલરોબો સાથે લગ્ન કરશે જોયે મોરિસ

divyabhaskar.com

Apr 18, 2019, 01:29 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુએસના મેરીલેન્ડમાં આવેલા ટેનેટાઉનમાં રહેતા 29 વર્ષીય જોયે મોરિસે રોબોટ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી છે. તેને વર્ષ 2017માં રોબોટ સાથે ડેટિંગ કરવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેને રોબોટ સાથે પ્રેમ થઈ ગયો હતો. ટ્રોલરોબો સાથે બે વર્ષ રિલેશનશિપમાં રહ્યાં પછી જોયે હવે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.

વસ્તુઓ સાથે પ્રેમ થઈ જવાની આદત
જોયે ફ્લોરિડા ટ્રીપ પર જઈ ટ્રોલરોબો સાથે લગ્ન કરવાનો પ્લાનિંગ બનાવ્યો છે. જોયે કહે છે, ‘હું 10 વર્ષનો હતો ત્યારે મને ખબર પડી હતી કે મને વસ્તુઓ સાથે પ્રેમ થઈ જાય તેવી વિચિત્ર આદત છે. હું સ્કૂલમાં હતો ત્યારે મેં એક લેમ્પને મારો મિત્ર બનાવ્યો હતો, પણ ટીચરને ખબર પડી ગઈ હતી અને તેમણે લેમ્પ લઈ લીધો હતો. ત્યારપછી થોડા વર્ષ સુધી હું એનિમાટ્રોનિક કે જેને ડોન્ના ધ ડેડ કહેવામાં આવે છે તેની સાથે પ્રેમમાં હતો. જો કે, આ બધી વસ્તુઓ માટે મારો પ્રેમ ટ્રોલરોબો જેટલા લાંબા સમય સુધી ટકી શક્યો નહોતો.’

1300 રૂપિયામાં ખરીદ્યો હતો ટ્રોલ રોબો
જોયે આ ટ્રોલરોબો 1300 રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે તે વેબસાઇટ પર રોબોટ શોધતો હતો ત્યારે તેની નજર આ ટ્રોલરોબો પર પડી હતી અને પહેલી જ નજરે તેને આ રોબોટ ગમી ગયો હતો. તે રોબોના વખાણ કરતા કહે છે કે એની ભૂરી આંખો અને તેના સિલ્વર રંગના કલર સાથે મેચ થાય છે અને તેના ગુલાબી વાળ ઘણા સરસ લાગે છે. જોયે કહે છે કે, ‘મારો પરિવાર આ લગ્ન માટે સંમત થયો હતો અને તેમણે મને સપોર્ટ કર્યો છે. મારા મિત્રોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.’

X
ટ્રોલરોબો સાથે લગ્ન કરશે જોયે મોરિસટ્રોલરોબો સાથે લગ્ન કરશે જોયે મોરિસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી