હત્યા / દીકરાએ રમતા-રમતા માર્યો પિતાને પંચ, પોલીસે હત્યા માની કેસ શરૂ કર્યો અને ભૂલથી હત્યા થઈ હોવાની ખબર પડતા દીકરાને મુક્ત કર્યો 

divyabhaskar.com

Apr 18, 2019, 12:53 PM IST
બ્રિટિશ આર્મીમાં ફરજ બજાવતા હતા મેલ્કમ કેલેન્ડર
બ્રિટિશ આર્મીમાં ફરજ બજાવતા હતા મેલ્કમ કેલેન્ડર

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇંગ્લેન્ડના બર્કશાયરમાં રહેતા 48 વર્ષીય મેલ્કમ કેલેન્ડર અને તેનો દીકરો પ્લે ફાઇટ રમતા હતા, ત્યારે દીકરાએ પિતાને એક જોરદાર પંચ માર્યો હતો જેનાથી તેમનું મોત નીપજ્યું છે. મેલ્કમ કેલેન્ડરને માથામાં જોરદાર ફટકો વાગ્યો હતો જેને કારણે તેમના માથામાં ગંબીર ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી હતી. હોસ્પિટલ પહોંચ્યા બાદ થોડા સમય પછી જ ડોક્ટરે મેલ્કમને મૃત જાહેર કર્યા હતા.

ભૂલથી માર્યો હતો પંચ
શુક્રવારે રાત્રે બર્કશાયરના રિડિંગમાં આવેલા એક નાઇટ ક્લબ નજીક આ ઘટના બની હતી. અડધી રાત્રે તપાસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. તપાસ અધિકારીએ આ કેસ હત્યા તરીકે લીધો હતો, જો કે પછી ભૂલથી હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ભૂલથી હત્યા થઈ હોવાની શંકામાં 18 વર્ષના ટીનેજરની ધરપકડ કરી હતી. હત્યાને લઇને પૂછપરછ કરી પોલીસે તેને છોડી મૂક્યો હતો. મેલ્કન કેલેન્ડર અફઘાનિસ્તાનમાં બ્રિટિશ આર્મીમાં પૂર્વ સૈનિક તરીકે ફરજ બજાવતા હતા.

પોલીસે દીકરાને કર્યો મુક્ત
આ ઘટના બની ત્યારે આસપાસ ઊભેલા લોકોની પોલીસે પૂછપરછ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, પોલીસે જે ટીનેજરની ધકપકડ કરી છે તે મેલ્કનનો દીકરો છે. બંને જણા રિડિંગ સ્ટ્રીટ પર ફરતા હતા અને મસ્તી કરતા હતા. ત્યારબાદ બંને બાપ-દીકરાએ પ્લે ફાઇટ રમવાનું શરૂ કર્યું હતું. પ્લે ફાઇટ રમતા હતા ત્યારે જ આ ઘટના બની હતી. આ મામલે થેમ્સ વેલી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘રાત્રે સાડા 11 વાગતાની આસપાસ અમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઓફિસરો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ ઓફિસરને આખી ઘટનાની જાણ કરવામાં આવી હતી અને એમ્બ્યુલ્ન્સની મદદથી મેલ્કનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.’ હાલ પોલીસે મૃતકના દીકરાને મુક્ત કર્યો છે અને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

X
બ્રિટિશ આર્મીમાં ફરજ બજાવતા હતા મેલ્કમ કેલેન્ડરબ્રિટિશ આર્મીમાં ફરજ બજાવતા હતા મેલ્કમ કેલેન્ડર
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી