તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાનો સૌથી શુદ્ધ અને મોંઘો હીરો લંડનમાં પ્રદર્શન માટે મૂકાયો, 392.37 કેરેટનો છે આ ‘ગ્રેફ લેસેડી લા રોના’ હીરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ગ્રેફ લેસેડી લા રોના’ હીરો બનાવવામાં વપરાયેલો પથ્થર - Divya Bhaskar
‘ગ્રેફ લેસેડી લા રોના’ હીરો બનાવવામાં વપરાયેલો પથ્થર

ઇન્ટરનેશનલ ડેસ્કઃ લંડનના ગ્રેફ જ્વેલર્સે દુનિયાનો સૌથી મોટો, શુદ્ધ અને મોંઘો નીલમ હીરો પ્રદર્શન માટે મૂક્યો છે. આ હીરાનું નામ ‘ગ્રેફ લેસેડી લા રોના’ છે. આ હીરાની શુદ્ધતા 392.37 કેરેટ છે અને તેને કોઈ જ રંગ નથી એટલે તેની કિંમત પણ ઘણી વધારે થાય છે. ‘લેસેડી લા રોના’નો મતલબ થાય છે કે ‘અમારો પ્રકાશ’.

3600 કરોડમાં ખરીદ્યો હતો પથ્થર
અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટે પણ આ હીરા વિશે જણાવ્યું છે, ‘લેસેડી લા રોના અત્યાર સુધીનો સૌથી મોટો, સૌથી વધારે ચમકતો અને નહિવત્ કલર ધરાવતો હીરો છે. વર્ષ 2015માં બોત્સાવાનાની ખાણમાંથી 1109 કેરેટનો એક પથ્થર મળ્યો હતો. ત્યારબાદ તેને કાપીને તેમાંથી આ લેસેડી લા રોના નામનો હીરો બનાવવામાં આવ્યો છે. આ પથ્થર ખરીદવા માટે ગ્રેફ જ્વેલર્સે 53 મિલિયન ડોલર એટલે કે અંદાજે 3600 કરોડ જેટલા ભારતીય રૂપિયા ચૂકવ્યા હતા અને 18 મહિના સુધી આ પથ્થર પર કામ કરી તેમાંથી હીરો બનાવ્યો હતો. બે વર્ષ પહેલાં 163.41 કેરેટનો દુનિયાનો સૌથી શુદ્ધ હીરો 2300 કરોડ રૂપિયામાં વેચાયો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોંઘો હીરો હતો.

લોરેન્સે ગ્રેફે જણાવી કહાણી
આ વિશે ગ્રેફના ચેરમેન લોરેન્સ ગ્રેફ જણાવે છે, ‘મારો હીરા પ્રત્યેનો પ્રેમ આજીવન રહેશે અને ગ્રેફ લેસેડી લા રોનાનું ક્રાફ્ટિંગ કરવા મળ્યું તેથી હું ભાગ્યશાળી છું. અમારા એક્સપર્ટ્સ અને અમારી સ્કિલ્સની મદદથી આ માસ્ટરપીસ તૈયાર થયો છે. જે બધી જ રીતે બીજા હીરા કરતા અનોખો છે. હીરાને આકારમાં લાવવાનું કામ ઘણું જ અઘરું હોય છે કારણ કે તે પણ એક કળા છે. આ કળા ઘણી જ અઘરી છે કારણ કે એમાં તમે કંઈ જ ઉમેરી શકતા નથી કે તમે કરેલી ભૂલને સુધારી શકતા નથી, બસ માત્ર તમે કાઢી જ શકો છો. એટલે આ કળામાં સાવચેત રહેવું અને ચોકસાઈપૂર્વક કામ કરવું ખૂબ જ જરૂરી હોય છે.’ 

અન્ય સમાચારો પણ છે...