રસપ્રદ / પુરુષ કરતાં સ્ત્રીઓમાં ઝડપથી ફેલાય છે કેન્સર, તેનું એક કારણ છે કોઝમેટિકનો ઉપયોગ

ફેફસાંના કેન્સરની પ્રતિકાત્મક તસવીર
ફેફસાંના કેન્સરની પ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

Apr 17, 2019, 04:43 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્મોકિંગ કરવું એ ફેફસાંના કેન્સરનું સૌથી મોટું કારણ છે અને 85 ટકા કેસમાં કેન્સરનું કારણ સ્મોકિંગ હોય છે, પણ હવે સ્મોકિંગ ન કરતા હોય તેવા લોકોમાં પણ ફેફસાંના કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. રોયલ બ્રોમ્પટન હોસ્પિટલના થોરાસિક સર્જને કરેલા એક સર્વે પ્રમાણે છેલ્લા સાત વર્ષમાં આ કેન્સરનું પ્રમાણ વધીને બમણું થયું છે.

એક મહિલાએ જણાવી કહાણી
વર્ષ 2016ના ઉનાળામાં ડેબ્રા જ્યારે રજાઓ માણી પાછી આવી ત્યારે તેને કફ થઈ ગયો હતો. તે કહે છે કે, તે કોઇ નોર્મલ કફ નહોતો. તેને જ્યારે કફ આવતો હતો ત્યારે સ્નાયુઓ ખેંચાતા હતા. તેના કોલેજના મિત્રો તેની મજાક ઉડાવતા હતા અને જેને કારણે તેને ગુસ્સો આવતો હતો. ત્યારબાદ તેણે કંટાળીને ડોક્ટર પાસે જવાનું નક્કી કર્યું. જ્યારે ડોક્ટરે તેનો એક્સ-રે કાઢવાની સલાહ આપી હતી. એક્સ-રે કાઢ્યા પછી તેને કેન્સર હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેણે આખા શરીરનું સ્કેનિંગ કરાવ્યું હતું. જેમાં તેના જમણી બાજુના ફેફસાંમાં બે ગાંઠ દેખાઈ હતી અને કેન્સર છેક કરોડરજ્જુના છેડા સુધી ફેલાઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેણે ઘણી સારવાર કરાવી પણ તે કેન્સર સામે જીતી શકી નથી અને હવે તે કેન્સર વિશે લોકોને જાગૃત કરવાનું કામ કરે છે.

કેન્સરના અન્ય કારણો
સ્મોકિંગ ન કરતા લોકોને ફેફસાંનું કેન્સર થવાના કારણ જણાવતા રોયલ બ્રોમ્પટન હોસ્પિટલના થોરાસિક સર્જન મિસ્ટર લિમ કહે છે, ‘પુરુષ કરતા સ્ત્રીઓમાં કેન્સર ઝડપથી ફેલાય છે. તેનું એક કારણ કોઝમેટિક, ડિઓડ્રન્ટ્સ જેવા પદાર્થોમાંથી નીકળતા વોલાટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. તે વાતાવરણમાં ભળી શ્વાસ દ્વારા શરીરમાં જાય છે અને ફેફસાંને નુકસાન પહોંચાડે છે અને તે પેઇન્ટ, એર ફ્રેશનર અને ક્લિનિંગ સ્પ્રેમાં જોવા મળે છે. ફેફસાંના કેન્સરનું બીજું કારણ પ્રદૂષણ છે. પ્રદૂષણને કારણે પણ ફેફસાંમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.’

કેન્સરના લક્ષણો હોય છે અલગ અલગ
કેન્સર રિસર્ચ યુકે દ્વારા સર્વે કરતા જાણવા મળ્યું હતું કે પ્રદૂષણને કારણે દર વર્ષે ફેફસાંના કેન્સરના 3600 કેસ સામે આવે છે. તેમાં કેન્સરના લક્ષણો સરખા નથી હોતા, પણ કફ સરખો જ આવે છે. સ્મોકિંગ કરતા લોકોને કેન્સર થાય તો તે તરત જ જાણી શકાય છે કારણ તેમાં કફ આવે છે અને દુઃખાવો થાય છે. જ્યારે સ્મોકિંગ ન કરતા લોકોમાં આ કોઇ જ લક્ષણો જોવા મળતા નથી એટલે કેન્સર જ્યારે છેલ્લા સ્ટેજમાં પહોંચે છે ત્યારે જ દુઃખાવો થાય છે અને કેન્સર હોવાની ખબર પડે છે.

X
ફેફસાંના કેન્સરની પ્રતિકાત્મક તસવીરફેફસાંના કેન્સરની પ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી