ભાસ્કર વિશેષ / 2 ગર્ભાશયવાળી યુવતી કોમામાં, ભાનમાં આવી ત્યાં સુધીમાં મા બની

DivyaBhaskar.com

Feb 20, 2019, 08:49 AM IST
બાળકી સાથે એબોની સ્ટિવન્સન
બાળકી સાથે એબોની સ્ટિવન્સન

 • બ્રિટનના ઓલ્ડહામની 18 વર્ષની એબોની સ્ટિવન્સનને ખબર જ નહોતી કે તે બે ગર્ભાશય ધરાવે છે
   

લંડન: બ્રિટનના ઓલ્ડહામની એબોની સ્ટિવન્સન નામની 18 વર્ષીય યુવતી માથાના દુખાવાના કારણે સૂવા ગઇ અને ત્યારે જ કોમામાં જતી રહી. 4 દિવસ બાદ કોમામાંથી બહાર આવી ત્યારે તેને ખબર પડી કે તે એક બાળકને જન્મ આપી ચૂકી છે. તેને ખબર જ નહોતી કે તે પ્રેગ્નન્ટ છે અને તેનું કોઇ લક્ષણ ન દેખાયું. કારણ એ કે એબોની બે ગર્ભાશય ધરાવતી હતી, જેની તેને ખબર જ નહોતી. તેને ઘણી વાર માથામાં સખત દુખાવો થતો હોવાથી ગત 2 ડિસેમ્બરે ગ્રેટર માન્ચેસ્ટરની રોયલ ઓલ્ડહામ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જ્યાં તે કોમામાં જતી રહી. ડૉક્ટર્સે તેના ટેસ્ટ કરતાં માલૂમ પડ્યું કે તે પ્રીક્લેમ્પસિયાથી પીડિત હતી જેના કારણે તેને માથામાં દુખાવો ઉપડતો હતો.

સાથે જ તે પ્રેગ્નન્ટ હોવાનું પણ માલૂમ પડ્યું. ડૉક્ટર્સે આ વાત તેની માતાને જણાવી. એ પણ કહ્યું કે એબોનીના ગર્ભમાં ઉછરી રહેલું બાળક સંપૂર્ણપણે વિકસિત થઇ ચૂક્યું છે અને તેને યોગ્ય રીતે ડિલિવર કરવાની જરૂર છે. 3 ડિસેમ્બરે એબોનીનું ઓપરેશન કરાયું. 6 ડિસેમ્બરે તે ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તે માતા બની ચૂકી છે. તેણે એક બાળકીને જન્મ આપ્યો છે. કોમામાંથી બહાર આવ્યા બાદ તેને માત્ર એટલું યાદ હતું કે તે માથાના દુખાવાના કારણે સૂવા ગઇ હતી. તે અહીંની કોલેજમાં સ્પોર્ટ્સ ફિઝિયોથેરપીનો કોર્સ કરી રહી છે.

યુટ્રસ ડિડેલફિસ: 3 લાખમાંથી 1 મહિલા બે ગર્ભાશય સાથે જન્મી હોય છે


મહિલાઓમાં બે ગર્ભાશય હોવા અસામાન્ય વાત છે. ડૉક્ટર્સના કહેવા મુજબ સરેરાશ 3 લાખમાંથી 1 મહિલા બે ગર્ભાશય સાથે જન્મી હોય છે. આ સ્થિતિને યુટ્રસ ડિડેલફિસ કહે છે. તેમાંથી એક યુટ્રસ નોર્મલ રીતે કામ કરતું હોય છે, જેમાં નોર્મલ પિરિયડ્સ ચાલુ હોય છે જ્યારે બીજા યુટ્રસમાં ભ્રૂણ વિકસિત થતું હોય છે. કોઇ પણ મહિલામાં બે ગર્ભાશય હોવાની ટકાવારી 0.003 રહે છે. એબોનીના કેસમાં તેનો બેબી બમ્પ તેની ડાબી તરફ ઝૂકેલો હતો અને ભ્રૂણ ડાબા ગર્ભાશયમાં હતું. તેથી એબોનીને અને તેના પરિવારને તેની પ્રેગ્નન્સીની ખબર જ નહોતી.

X
બાળકી સાથે એબોની સ્ટિવન્સનબાળકી સાથે એબોની સ્ટિવન્સન
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી