તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની સાથે વિવાદ થયો તેની વાત બાંગ્લાદેશના PMને કરવા વિમાન હાઇજેક કર્યુઃ રિપોર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઢાકાથી ટેક ઓફ થયા બાદ પ્લેન જેવું ચટગાંવની નજીક પહોંચ્યું તો પેસેન્જર તેની સીટ પરથી ઉભો થઇ ગયો અને કોકપિટ તરફ જવા લાગ્યો. - Divya Bhaskar
ઢાકાથી ટેક ઓફ થયા બાદ પ્લેન જેવું ચટગાંવની નજીક પહોંચ્યું તો પેસેન્જર તેની સીટ પરથી ઉભો થઇ ગયો અને કોકપિટ તરફ જવા લાગ્યો.
 • અપહરણકર્તાએ દુબઇથી ચટગાંવ થઇને ઢાકા જઇ રહેલા પ્લેનને ઉડાવી દેવાની ધમકી આપી હતી 
 • ધમકીના પગલે પાઇલટ્સે પ્લેનનું ચટગાંવમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. 
 • બાંગ્લાદેશના કમાન્ડોએ આરોપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો 
 • આરોપી પ્લેનમાં વિસ્ફોટક અને ગન લઇને કેવી રીતે ઘૂસ્યો તેની તપાસ થશે 
ઢાકા (બાંગ્લાદેશ): બાંગ્લાદેશ એરલાઇન્સના એક વિમાનને હાઇજેક કરવાની કોશિશને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિમાન ઢાકાથી દુબઇ જઇ રહ્યું હતું. આ દરમિયાન એક બંધૂકધારીએ તેને હાઇજેક કરવાની કોશિશ કરી હતી. વિમાનમાં બંધૂકધારી હોવાની સુચના મળતાં જ ચટગાંવમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનને હાઇજેક કરવાના અસફળ પ્રયાસ કરનાર આરોપીને બાંગ્લાદેશના કમાન્ડોએ રવિવારે મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૈન્યએ આજે આપેલી જાણકારી અનુસાર, વિમાનમાં 148 પેસેન્જર્સ હતા અને સેના, નૌકાદળ અને પોલીસે વિમાનને ઉતરતા જ ઘેરી લીધું હતું. તમામ યાત્રીઓ, પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સના સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 

અપહરણકર્તાએ પાઇલટને કહ્યું હતું કે, તેને પત્ની સાથે કોઇ બાબતે વિવાદ છે અને તે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે વાત કરવા ઇચ્છે છે. જો કે, ચટગાંવના શાહ અમાનત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ કમાન્ડોએ પ્લેનને ઘેરી લીધા બાદ આરોપી પર ફાયરિંગ કરી દેતાં તેનું મોત થયું હતું. 

બાંગ્લાદેશ આર્મીના મેજર જનરલ એસ એમ રહેમાને કહ્યું કે, અમે તેની ધરપકડ કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ આરોપીએ સરેન્ડર કરવાની મનાઇ કરી દેતા અમે તેના પર ફાઇરિંગ કર્યુ હતું. 

આરોપીએ પ્લેનને ઉડાવી દેવાની ધમકી આપી હતી. જેના પગલે પાઇલટ્સે પ્લેનનું ચટગાંવમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. કમાન્ડર્સ આવ્યા તે પહેલાં 142 પેસેન્જર્સ અને મોટાંભાગના ક્રૂ મેમ્બર્સે અપહરણકર્તાના સુચનો અનુસાર જ વર્તન કર્યુ. જેથી આ દરમિયાન કોઇ જાનહાનિ ના થાય. 

આજે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં બાંગ્લાદેશની સિવિલ એવિએશન ઓથોરિટીના એર વાઇસ માર્શલ નયીમ હસને કહ્યું કે, પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સના જણાવ્યા અનુસાર, આરોપી પાસે એક પિસ્તોલ હતી અને તેણે શરીર પર વિસ્ફોટકો પણ બાંધીને રાખ્યા હતા. 

ઢાકાથી ટેક ઓફ થયા બાદ પ્લેન જેવું ચટગાંવની નજીક પહોંચ્યું તો પેસેન્જર તેની સીટ પરથી ઉભો થઇ ગયો અને કોકપિટ તરફ જવા લાગ્યો. ક્રૂ મેમ્બરે તેને અટકાવવાની કોશિશ કરી તો તેણે પિસ્તોલ બતાવી હતી. 

આરોપીએ ક્રૂ મેમ્બરને કહ્યું કે, તેની પાસે વિસ્ફોટકો પણ છે જો તેને કોકપિટની અંદર ના જવા દીધો તો તે આખા પ્લેનને ઉડાવી દેશે. અન્ય ક્રૂ મેમ્બર્સે પાઇલટને માહિતી આપી દેતા તેઓએ એર ટ્રાફિક કંટ્રોલ પાસે ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી લીધી. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેસેન્જર પાસે ખરેખર વિસ્ફોટકો આવ્યા ક્યાંથી અને તે પ્લેનમાં કેવી રીતે લઇને ઘૂસી ગયો, ઉપરાંત તેની પાસે જે વિસ્ફોટકો હતા તે ખરેખર વિસ્ફોટક હતા કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. વળી, તેની પાસે જે ગન હતી કે લોડેડ હતી કે નહીં અને તે ઢાકા એરપોર્ટની સિક્યોરિટી છતાં અંદર લઇને કેવી રીતે આવ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. 

અધિકારીએ કહ્યું કે, સિક્યોરિટીને લગતાં ઘણાં પ્રશ્નો વિશે હજુ તપાસ ચાલુ છે. અપહરણકર્તાની ઉંમર 20 વર્ષની આસપાસ હોવાની અને તે બાંગ્લાદેશનો નાગરિક હોવાનો પ્રાથમિક અંદાજ છે. કારણ કે, બાંગ્લા ભાષા બોલતો હતો. હજુ સુધી આરોપીની વધુ માહિતી સામે આવી નથી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો