બ્રાઝીલ / પ્રાથમિક સ્કૂલમાં 2 યુવકોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ, 5 સ્ટુડન્ટ્સ સહિત 10નાં મોત

divyabhaskar.com

Mar 14, 2019, 11:48 AM IST
ફાયરિંગની ઘટના બાદ સાઓ પાઉલો સ્કૂલની બહાર ઉભેલા સુરક્ષા કર્મચારીઓ
ફાયરિંગની ઘટના બાદ સાઓ પાઉલો સ્કૂલની બહાર ઉભેલા સુરક્ષા કર્મચારીઓ
X
ફાયરિંગની ઘટના બાદ સાઓ પાઉલો સ્કૂલની બહાર ઉભેલા સુરક્ષા કર્મચારીઓફાયરિંગની ઘટના બાદ સાઓ પાઉલો સ્કૂલની બહાર ઉભેલા સુરક્ષા કર્મચારીઓ

  • બે બુકાનીધારી યુવકોએ ફાયરિંગ બાદ પોતાને જ ગોળી મારી 
  • આ અગાઉ બ્રાઝીલમાં 2011માં સ્કૂલમાં ફાયરિંગ થયું હતું. 

સાઓ પાઉલોઃ બ્રાઝીલના સાઓ પાઉલોમાં આવેલી એક પ્રાથમિક સ્કૂલમાં બુધવારે સવારે થયેલાં ફાયરિંગમાં 10 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 5 સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બે યુવકો સ્કૂલમાં હથિયાર લઇને દાખલ થયા. ઘાયલ સ્ટુડન્ટ્સને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, હાલ તેઓની સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી. ઘટનામાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. ફાયરિંગ બાદ આરોપીઓએ પોતાને ગોળી મારી દીધી હતી.  
બ્રાઝીલ સૌથી વધુ હિંસક દુર્ઘટનાઓનો દેશ
1.સાઓ પાઓલો પોલીસે જણાવ્યું કે, બુધવારે સવારે અંદાજિત 9.30 વાગ્યે બે બુકાનાધારી યુવક સ્કૂલ પરિસરમાં દાખલ થયા અને ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ બંનેએ પોતાને પણ ગોળી મારી દીધી. 
2.સ્થાનિક મીડિયા અનુસાર, સ્કૂલમાં શૂટિંગની ઘટનાના થોડાં સમય અગાઉ જ 500 મીટર દૂર એક અન્ય ફાયરિંગની ઘટના થઇ હતી. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, બંને ઘટનાઓ પરસ્પર જોડાયેલી છે કે નહીં. બ્રાઝીલમાં સ્કૂલમાં શૂટિંગની ઘટનાઓ ઓછી જોવા મળે છે. જો કે, આ દેશ સૌથી વધુ હિંસક દુર્ઘટનાઓવાળો દેશ છે. 
3.આ અગાઉ 2011માં બ્રાઝીલના રિયો ડી જેનેરિયોમાં ફાયરિંગ થયું હતું, જેમાં 12 બાળકોનાં મોત થયા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી