પેરિસ / 850 વર્ષ જૂના નોટ્રે ડેમ કેથેડ્રલમાં આગ, રાષ્ટ્રપતિ મેન્ક્રોએ કહ્યું- પુન:નિર્માણ માટે સમગ્ર દુનિયામાંથી ફંડ ભેગુ કરીશું

divyabhaskar.com

Apr 16, 2019, 12:44 PM IST
Spire of Notre-Dame cathedral collapses in huge fire,  main structure is saved and preserved

  • કેથેડ્રલનો શિખર વાળો હિસ્સો સંપૂર્ણ બળી ગયો છે, જોકે ઈમારતનો મૂળ હિસ્સો બચી ગયો છે
  • આગ પર કાબૂ મેળવવા 500 ફાયર ફાઈટર્સ ભેગા થયા હતા, હેલિકોપ્ટરથી પણ પાણી નાખવામાં આવ્યું હતું

પેરિસ: ફ્રાન્સના પાટનગર પેરિસમાં આવેલા નોટ્રેડમ કેથેડ્રલમાં સોમવારે મોડી રાતે આગ લાગી ગઈ હતી. તેના કારણે કેથેડ્રલનો શિખરનો ભાગ આખો સળગી ગયો હતો. જોકે 850 વર્ષ જૂની આ ઈમારતનો મૂળ હિસ્સો બચી ગયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગ ઉપર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. કેથેડ્રલના બે બેલ ટાવર પણ સુરક્ષીત છે. જોકે ઈમારતની અંદર આર્ટ વર્કને કેટલું નુકસાન થયું છે તે વિશેની કોઈ માહિતી મળી નથી.

પુન:નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે થશે ફંડરેઝિંગ: સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેથેડ્રલના પથ્થરોમાં ક્રેક આવી હોવાના કારણે તેનું રિનોવેશન કરવામાં આવશે. અધિકારીઓ આગ લાગવાની ઘટનાને રિનોવેશન સાથે જ જોઈ રહ્યા છે. પેરિસ પ્રોસિક્યૂટર ઓફિસ દ્વારા આ મામલે તપાસ પંચની નિમણૂક કરી દીધી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રોએ તેમની દરેક બેઠકો રદ કરી દીધી છે. તેમણે ફ્રાન્સના ઈતિહાસમાં મહત્વની ગણાતી આ જગ્યા પર આગ લાગવાની ઘટનાને દુખદ ગણાવી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, ફાયર ફાઈટર્સે કેથેડ્રલની હાલત વધારે ખરાબ થતા બચાવી લીધી છે. મેન્ક્રોએ કેથેડ્રલના પુન:નિર્માણ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફંડ ભેગુ કરવાનો વાયદો કર્યો છે.

850 વર્ષ જૂનુ છે નોટ્રે ડેમ કેથેડ્રલ: નોટ્રે ડેમનું નિર્માણ ઈ.સ. 1160માં શરૂ થયું હતું જે ઈ.સ. વર્ષ 1260 સુધી ચાલ્યું હતું. ફ્રેન્ચ ગોથિક આર્કિટેક્ટનો આ ઉત્તમ નમુનો 69 મીટર ઉંચો છે. તેના શિખર સુધી પહોંચવા માટે 387 સીડી ચડવી પડે છે. અહીં નેપોલિયન બોનાપાર્ટનો રાજ્યભિષેક કરવામાં આવ્યો હતો. દર વર્ષે તેને જોવા 1.2 કરોડ લોકો આવે છે.

X
Spire of Notre-Dame cathedral collapses in huge fire,  main structure is saved and preserved
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી