તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી; સીમા પર હથિયાર પહોંચાડ્યા, હોસ્પિટલો તૈયારી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બલૂચિસ્તાનમાં આવેલી પાક સેના અને પીઓકે પ્રશાસનને આદેશ આપવામાં આવ્યા
  • પાકિસ્તાન આર્મીએ હોસ્પિટલોમાં પથારીઓની સંખ્યા વધારવા કહ્યું
  • પીઓકે પ્રશાસને એલઓસી પર રહેતા લોકોને બંકર બનાવવાનો આદેશ આપ્યો

ઈસ્લામાબાદ: પાકિસ્તાન આર્મીએ ભારત સાથે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, સીમા પર તહેનાત ટૂકડીઓ માટે યુદ્ધનો સામાન મોકલવામાં આવી રહ્યો છે. હોસ્પિટલોને પણ મેડિકલ સપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે ઈમરાન ખાન સરકારને કહ્યું છે કે, ભારત તરફથી વધી રહેલા પ્રેશરથી ઝૂકવાની જરૂર નથી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ પુલવામા હુમલાની ખૂબ નિંદા કરી છે. ભારત પ્રતિ સમર્થન દર્શાવતા હુમલાને કાયરતાવાળો ગણાવ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બલૂચિસ્તાનમાં આવેલી પાકિસ્તાન સેના અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મિર (પીઓકે)ના સ્થાનિક પ્રશાસનને આદેશ આપી દેવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં તૈયારી શરૂ કરી દો.

પાકિસ્તાની આર્મીના હેડક્વાર્ટર ક્વેટા બેઝ લોજિસ્ટિક્સ એરિયા (એચક્યૂએલએ)થી જિલ્લા હોસ્પિટલોને 20 ફેબ્રુઆરીએ આદેશ આપવામાં આવ્યો છે કે, ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં મેડિકલ સપોર્ટ તૈયાર રાખવામાં આવે.

આદેશમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, અમને આશા છે કે, પૂર્વમાં યુદ્ધની સ્થિતિમાં ઘાયલ જવાનોને સિંધ અને પંજાબના સિવિલ અને મિલેટ્રી હોસ્પિટલોમાંથી મદદ મળશે. શરૂઆતના ઈલાજ પછી ઘાયલ જવાનોને બલૂચિસ્તાનની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. અહીં તેમને ત્યાં સુધી રાખવામાં આવશે જ્યાં સુધી સિવિલ મિલેટ્રી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા ન કરી લેવામાં આવે. સિવિલ હોસ્પિટલોમાં બેડની સંખ્યા 25 ટકા સુધી વધારવાના આદેશ આપવામાં આવ્યા છે.

ગુરુવારે પીઓકે સરકારે નીલમ, ઝેલમ, રાવલકોટ, હવેલી, કોટલી અને ભિમ્બરની નિયંત્રણ રેખા નજીક રહેનાર લોકો માટે એડ્વાઈઝરી જાહેર કરી છે. જંગની સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

પીઓકે સરકારે લોકોને કહ્યું છે કે, જંગના સમયે સુરક્ષીત રસ્તાઓનો ઉપયોગ કરવો. એલઓસીની પાસે રહેતા લોકોએ બંકર નથી બનાવ્યા, તેમણે તુરંત તૈયાર કરી દેવા જોઈએ. લોકોને રાતના સમયે બિનજરૂરી લાઈટ ચાલુ કરવાની પણ ના પાડવામાં આવી છે. એલઓસીન પાસે જવાની પણ ના પાડી છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે ભારત પર કરવામાં આવેલા આતંકી હુમલાની નિંદા કરીએ છીએ. વૈશ્વિક સમુદાયે ભારતને સમર્થન આપવું જોઈએ. સુરક્ષા પરિષદે આતંકીઓની મદદ કરનાર, તેમને ફંડ આપનાર લોકોને રોકવાની વાત કરી છે. તે સાથે જ એવું પણ કહ્યું છે કે, હુમલાખોરો પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...