તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રમ્પના વિદેશ મંત્રીએ કિમ જોંગને ગણાવ્યા સરમુખત્યાર, નોર્થ કોરિયામાં ઇમરજન્સી બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન (ફાઇલ) - Divya Bhaskar
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન (ફાઇલ)
  • કિમ જોંગ ઉનની ઇમરજન્સી બેઠકને લઇને અટકળોનો દોર શરૂ થઇ ગયો છે 
  • બુધવારે મળેલી  બેઠક બાદ સત્તારૂઢ પાર્ટીના કેટલાંક પદાધિકારીઓ માટે મુસીબત પણ ઉભી થઇ શકે છે
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે એવું કહેતા હોય કે, તેઓને નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે ખાસ લગાવ છે, પરંતુ તેમના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો કિમને સરમુખત્યાર ગણે છે. નોર્થ કોરિયા સાથે વાતચીત સફળ કરવાના ઉદ્દેશ્યથી પોમ્પિયો ગત વર્ષે ચાર વખત પ્યોંગયાંગ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સેનેટની ઉપસમિતિ સમક્ષ હાજર થયેલા પોમ્પિયોને નોર્થ કોરિયાને લઇને અનેક સવાલોના જવાબો આપવા પડ્યા હતા. ડેમોક્રેટિક સેનેટર પેટ્રિક લીહે વેનેઝૂએલાના ડાબેરી પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સરમુખત્યાર કહેવા માટે પોમ્પિયોની નિંદા કરી અને પુછ્યું કે, શું તેઓ કિમ જોંગ માટે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરશે? પોમ્પિયોએ તેના જવાબમાં કહ્યું, હા, મને વિશ્વાસ છે કે, હું અગાઉ પણ આ કહી ચૂક્યો છું. 

બીજી તરફ, નોર્થ કોરિયા નેતા કિમ જોંગ ઉને બુધવારે ઉચ્ચ સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકને લઇને અટકળોનો દોર યથાવત છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હનોઇ શિખર સમારંભની અસફળતા બાદ કિમ અમેરિકાની સાથે વધેલા તણાવપૂર્ણ સંબંધો પર ચર્ચા થઇ શકે છે. બીજી તરફ, નોર્થ કોરિયન સેન્ટ્રલ એજન્સી (KCNA)એ એવા સંકેત આપ્યા છે કે, કિમ નોર્થ કોરિયાની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટેની રીતભાત અને તેના પર વધતા દબાણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. હાલ અત્યાર સુધી આ કિમની આ બેઠકનો એજન્ડા સ્પષ્ટ નથી થઇ શક્યો. આ બેઠકના પરિણામો પર અમેરિકા અને સાઉથ કોરિયાની નજર છે.

જો કે, મંગળવારે કિમ જોંગની વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠકમાં પાર્ટીની નવી રણનીતિ પર કામ કરવાનો આદેશ આપ્યો હતો. કિમ જોંગની સત્તારૂઢ વર્કર્સ પાર્ટીની ઉચ્ચ સમિતિની આ બેઠકને તેની સાથે જોડવામાં આવી રહી છે. વર્ષ 2018માં એક મહત્વની બેઠકમાં કિમને પોતાની પાર્ટીની નવી રણનીતિ લાઇનની જાહેરાત કરી હતી. તેઓએ સ્પષ્ટતા કરી કે, હવે દેશનો એજન્ડા પરમાણુ વિકાસ નહીં પણ સામાજિક અને આર્થિક વિકાસ હશે. કિમે નોર્થ કોરિયાની પરમાણુ શોધની યાત્રા પૂર્ણ થઇ ગઇ છે. હવે દેશે સામાજિક-આર્થિક વિકાસની તરફ અગ્રેસર થવું જોઇએ. 

કિમની આ બેઠકમાં એવા પણ ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે કે, કિમે પોતાના એજન્ડા અથવા પ્રાથમિકતાઓ બદલી નાખ્યા છે. બુધવારે મળેલી બીજી બેઠકમાં સત્તારૂઢ પાર્ટીના કેટલાંક પદાધિકારીઓ માટે મુસીબત પણ ઉભી થઇ શકે છે. તેમાં એવા ઓફિસરો સામેલ છે, જે અમેરિકા સાથે વાતચીત માટે હનોઇ ગયા હતા. હનોઇ સમિટની નિષ્ફળતા માટે આ અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેમાં ઉચ્ચ એમ્બેસેડર કિમ યોંગ ચોલ સહિત પાર્ટીના કેટલાંક પ્રમુખ પદાધિકારી છે.

ટ્રમ્પ અને કિમ જોંગની વચ્ચે સિંગાપોરમાં આયોજિત પ્રથમ સમિટને નોર્થ કોરિયાની ડિપ્લોમેટિક જીત તરીકે જોવામાં આવી હતી. પ્રથમ સમિટમાં કોરિયન પેન્નિનસુલ્લાના ન્યૂક્લિયરાઇઝેશન પર એખ અસ્પષ્ટ નીતિને જીત તરીકે જોવામાં આવી રહી છે. પરંતુ વિયેતનામના હનોઇમાં ટ્રમ્પ અને કિમની બીજી બેઠક નિષ્ફળ રહી હતી.