પેરુ / ભ્રષ્ટાચાર મામલે ધરપકડ કરવા પોલીસ ઘરે પહોંચી, પૂર્વ પ્રેસિડન્ટને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી

પૂર્વ પ્રેસિડન્ટ એલન ગાર્સિયા (ફાઇલ)
પૂર્વ પ્રેસિડન્ટ એલન ગાર્સિયા (ફાઇલ)
X
પૂર્વ પ્રેસિડન્ટ એલન ગાર્સિયા (ફાઇલ)પૂર્વ પ્રેસિડન્ટ એલન ગાર્સિયા (ફાઇલ)

  • પૂર્વ પ્રેસિડન્ટ પર બ્રાઝીલની કન્સ્ટ્રક્શન કંપની ઓડેબ્રેચ પાસેથી લાંચ લેવાનો આરોપ 
  • ગાર્સિયા સહિત પેરુના ચાર પૂર્વ પ્રેસિડન્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે 

divyabhaskar.com

Apr 18, 2019, 01:39 PM IST
લીમાઃ પેરુના પૂર્વ પ્રેસિડન્ટ એલન ગાર્સિયાએ ઘરમાં પોતાને ગોળી મારી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ ગાર્સિયાએ અહીંથી કોસિમેરો ઉલોયા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બુધવારે પોલીસ ભ્રષ્ટાચારના મામલે તેઓની ધરપકડ કરવા આવી હતી. આજે બુધવારે વહેલી સવારે એલનનું હોસ્પિટલમાં મોત થયું છે, તેમના મોતની પુષ્ટિ પેરુના વર્તમાન પ્રેસિડન્ટ માર્ટિન વિઝકારે આપી છે. હોસ્પિટલની બહાર ગાર્સિયાના સમર્થકો એકઠાં થઇ ગયા હતા. ગાર્સિયા સામે બ્રાઝીલની કન્સ્ટ્રક્શન કંપની ઓદેબ્રક્ત પાસેથી લાંચ લેવાના આરોપ છે. આ આરોપો બાદ પોલીસ તેઓની ધરપકડ કરવા ઘરે પહોંચી હતી. 
1. પોતાને રૂમમાં બંધ કરી લીધા
ગૃહમંત્રી કાર્લોસ મોરને પત્રકારોને કહ્યું કે, જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો ગાર્સિયાએ એક ફોન કરવાની વાત કહી અને પોતાના રૂમમાં જઇ દરવાજો બંધ કરી લીધો. મોરને કહ્યું કે, થોડાં સમય બાદ ગોળી છૂટ્યાંનો અવાજ આવ્યો. પોલીસે ધક્કો મારીને દરવાજો ખોલ્યો તો ગાર્સિયા ખુરશી પર પડ્યા હતા અને તેમના માથામાં ગોળી લાગી હતી. ત્યારબાદ ગાર્સિયાને લિમાના કેસિમિરો ઉલોઓ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધી તેઓનું મોત નિપજ્યું હતું. 
પ્રેસિડન્ટ વિઝકારે ટ્વીટ કરી કે, પૂર્વ પ્રેસિડન્ટના મોતથી તેઓ દુઃખી છે અને તેમના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. ગાર્સિયા 1985થી 1990 અને 2006થી 2011 સુધી દેશના પ્રેસિડન્ટ રહ્યા. તપાસ ટીમે કહ્યું કે, તેઓએ પોતાના બીજા કાર્યકાળમાં ઓદેબ્રક્ત પાસેથી લાંચ લીધી હતી. આ પ્રોજેક્ટ રાજધાનીમાં મેટ્રો લાઇન નિર્માણ સાથે જોડાયેલો હતો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી