તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફગાનિસ્તાનમાં સોનાની ખાણ ધસી પડવાથી 30નાં મોત, 7 ઘવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોનાની તપાસમાં 60 ફુટ ઊંડો ખાદો ખોદ્યો હતો, દીવાલ ધરાશાયી થઈ
  • રાહત કાર્ય શરુ, ઘાયલોની સ્થિતિ ગંભીર


કાબુલઃ અફઘાનિસ્તાનમાં બદખશાં પ્રાંતના કોહિસ્તાન જિલ્લામાં એક સોનાની ખાણ ધસી પડતાં 30 લોકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થયાં છે. કોહિસ્તાન જિલ્લાના ગર્વનર મોહમ્મદ રૂસ્તમ રાધીએ જણાવ્યું કે દુર્ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ થઈ હતી. 

પ્રાંતના ગવર્નરના પ્રવક્તા નેક મોહમ્મદ નઝારીએ જણાવ્યું કે કેટલાંક ગામવાળાઓએ સોનાની તલાશમાં નદીના તળિયેથી 60 મીટર (200 ફુટ) ઊંડો ખાદો ખોદ્યો હતો. આ દરમિયાન દીવાલ ધસી પડતાં લોકો અંદર દબાઈ ગયા હતા. નઝારીએ કહ્યું કે આ લોકો ખાડો ખોદવા માટે મશીનનો ઉપયોગ કરતા હતા. જો કે દીવાલ ધરાશાયી થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેઓએ જણાવ્યું ખોદકામ કરી રહેલાં લોકો વ્યવસાયિક ન હતા, પરંતુ તેઓ આસપાસના ગામના લોકો હતા અને દશકાથી આ જ કામ કરી રહ્યાં છે. જો કે તેમના પર સરકારનું કોઈજ નિયંત્રણ નથી. 

સૂત્રો પ્રમાણે, બચાવદળ પહોંચે તે પહેલા ગ્રામજનોએ જ ત્યાથી મૃતદેહોને હટાવવાની શરૂઆત કરી દીધી હતી. અહી ખાણ ધસી પડવાની ઘટનાઓ સામાન્ય છે.

અન્ય સમાચારો પણ છે...