તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાએ ફરીથી નિવેદન બદલ્યું - ભારતને અંતરિક્ષમાં જોખમ હતું, તેથી એ-સેટ મિસાઇલ ટેસ્ટ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેનેટરોએ હાઇટનને ભારતના એ-સેટ પરિક્ષણની જરૂરિયાત અંગે સવાલો પૂછ્યા હતા. (ફાઇલ) - Divya Bhaskar
સેનેટરોએ હાઇટનને ભારતના એ-સેટ પરિક્ષણની જરૂરિયાત અંગે સવાલો પૂછ્યા હતા. (ફાઇલ)
  • ભારતના એ-સેટ પરિક્ષણ બાદ અમેરિકાએ અત્યાર સુધી 5 નિવેદનો કર્યા છે 
  • 27 માર્ચના રોજ ભારતે અંતરિક્ષની નીચલી કક્ષામાં લાઇવ સેટેલાઇટ નષ્ટ કર્યો હતો 
વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતના એ-સેટ પરિક્ષણનું સમર્થન કર્યુ છે. અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગને ગુરૂવારે કહ્યું કે, ભારત અંતરિક્ષમાં જોખમને લઇને ચિંતામાં હતું, જેના કારણે તેણે એ-સેટ પરિક્ષણ કર્યુ. ઇન્ડિયન ડિફેન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (DRDO)એ 27 માર્ચના એન્ટી-સેટેલાઇ (એ-સેટ) મિસાઇલ ટેસ્ટ કર્યો હતો. આ દરમિયાન 300 કિમી દૂર પૃથ્વીની નીચલી કક્ષામાં લાઇવ સેટેલાઇટને નષ્ટ કરવામાં સફળતા મળી. ભારત આ શક્તિ મેળવનાર અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો દેશ બન્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિક્ષણની સફળતા અંગે જાણકારી આપી હતી. 

5 એપ્રિલઃ પેન્ટાગને એ-સેટ કાટમાળને લઇને સંભાવના વ્યક્ત કરી કે, તે વાયુમંડળમાં જ નષ્ટ થઇ જશે.

3 એપ્રિલઃ નાસાએ કહ્યું કે, ભારતીય સેટેલાઇટ નષ્ટ થવાથી 400 ટૂકડાં થયા. જે અંતરિક્ષની કક્ષામાં ચક્કર લગાવી રહ્યા છે. તેના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) અને તેમાં રહેતા એસ્ટ્રોનોટ્સને જોખમ ઉભું થયું છે. 

31 માર્ચઃ પેન્ટાગને ભારતના મિશન શક્તિની જાસૂસીને શરૂઆતથી જ નકારતા કહ્યું કે, અમેરિકાને ટેસ્ટ અંગે પહેલેથી જ જાણકારી હતી. અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા લેફ્ટિનન્ટ ડેવિડ ડબલ્યુ એસ્ટબર્ને કહ્યું કે, અમે કોઇ પણ પ્રકારે જાસૂસી નથી કરી, પરંતુ ભારત સાથે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. 

29 માર્ચઃ અમેરિકાના એક્ટિવ ડિફેન્સ મિનિસ્ટર પેટ્રિક શેનહને કહ્યું કે, અમે ભારતના પરિક્ષણનું અધ્યયન કરી રહ્યા છીએ. શેનહને વિશ્વના એવા કોઇ પણ દેશને ચેતવણી આપી હતી જે ભારત જેવા એન્ટી-સેટેલાઇટ પરિક્ષણ માટે વિચાર કરી રહ્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે, આપણે અંતરિક્ષમાં કાટમાળ છોડીને ના આવી શકીએ. 

યુએસ સ્ટ્રેટેજિક કમાન્ડના કમાન્ડર જનરલ જ્હોન ઇ હાઇટન અનુસાર, ભારતના એ-સેટ પરિક્ષણને લઇને પહેલી વાત એ છે કે, તેણે આ પરિક્ષણ કેમ કર્યું? તેનો જવાબ છે કે, ભારતને અંતરિક્ષમાં જોખમ લાગતું હતું. હાઇટનના સેનેટ આર્મ્ડ સર્વિસ કમિટીએ એમ પણ કહ્યું કે, આ જોખમના કારણે ભારતે અંતરિક્ષમાં પોતાને શક્તિશાળી બનાવવાનું વિચાર્યું. સેનેટરોએ હાઇટનને ભારતના એ-સેટ પરિક્ષણની જરૂરિયાત અંગે સવાલો પૂછ્યા હતા. 

પેન્ટાગનના ટોપ કમાન્ડર હાઇટન જણાવે છે કે, જો તમે વિશિષ્ટતાઓની વાત કરો તો એક જવાબદાર કમાન્ડર તરીકે મને અંતરિક્ષમાં વધુ કાટમાળ નથી જોઇતો. સેનેટર ટિમ કેને ભારતના પરિક્ષણ સામે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ કહી રહ્યા છે કે, લૉ ઓર્બિટમાં એક સેટેલાઇટ નષ્ટ કરવામાં આવ્યો છે. ઉપગ્રહના 400 ટૂકડાં થયા હતા, જેમાંથી 24 ટૂકડાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે જોખમ છે. 2007માં ચીનના પણ આ પ્રકારના પરિક્ષણથી સેટેલાઇટના ટૂકડાં થયા હતા. આ ટૂકડાંથી હજુ પણ જોખમ યથાવત છે. 

ભારતના મિશન શક્તિને લઇને પેન્ટાગન અને નાસાના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળે છે. નાસા પ્રમુખ જિમ બ્રાઇડનસ્ટાઇન અંતરિક્ષમાં એ-સેટના 400 ટૂકડાં હોવાની વાત કહી રહ્યા છે. આ ટૂકડાંઓથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર જોખમ હોવાનું કહેવામાં આવ્યું છે. વળી, એક્ટિવ ડિફેન્સ મિનિસ્ટર શેનહને કહ્યું કે, કાટમાળ વાયુમંડળમાં પ્રવેશ કરતાં જ સળગી જશે. પેન્ટાગનના પ્રવક્તા ચાર્લી સમર્સે પણ ગુરૂવારે કહ્યું કે, અમે શેનહનના નિવેદનોનું સમર્થન કરીએ છીએ. 

સિક્યોર વર્લ્ડ ફાઉન્ડેશન અનુસાર, 2007માં ચીને પોલર ઓર્બિટમાં એક સેટેલાઇટ તોડી પાડ્યો હતો. જેના 3 હજાર ટૂકડાં થયા. કોઇ પણ સેટેલાઇટને નષ્ટ કરવા દરમિયાન બનેલો આ અત્યાર સુધીનો સૌથી ખતરનાક અને મોટો કાટમાળ છે. 

ભારતના ઉચ્ચ વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે, એ-સેટનો કાટમાળ 45 દિવસોમાં નષ્ટ થઇ જશે. વળી, અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા ગેરેટ માર્ક્વિસ અનુસાર, અમે ભારતીય એ-સેટ કાટમાળ પર સતત નજર રાખી રહ્યા છીએ, જેથી માનવ અંતરિક્ષ યાન અને ISSની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.