તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈમરાને કહ્યું- ભારતમાં ભાજપ ફરી સત્તા પર આવશે તો શાંતિ વાર્તા માટે સારી અપેક્ષા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાન વડાપ્રધાને કહ્યું- ભાજપના જીતવાથી કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી શકે છે
  • કોંગ્રેસની આગેવાની વાળી સરકાર કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવામાં પીછે હટ કરી શકે છે

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, જો ભારતમાં આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી ફરી સત્તામાં આવે તો શાંતિ વાર્તામાં વધારો થઈ શકે છે. ઈમરાન ખાને એવું પણ કહ્યું છે કે, જો ભારતમાં આગામી સરકાર કોંગ્રેસની બનશે તો પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવામાં પીછે હટ થઈ શકે છે. હવે વિપક્ષે ઈમરાન ખાનના આ નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, પાકિસ્તાન ઓફિશિયલી મોદીની સાથે થઈ ગયા છે. મોદીને મત આપવાનો અર્થ છે પાકિસ્તાનને મત આપવો.

સુરજેવાલાએ આગળ લખ્યુ છે કે, મોદીજી પહેલાં નવાઝ શરીફને પસંદ કરતા હતા અને હવે ઈમરાન ખાન તમને પસંદ કરે છે. ઢોલની પોલ ખુલી ગઈ છે.

Pak has officially allied with Modi!

‘A vote for Modi is a vote for Pakistan’, says Pak PM Imran Khan

मोदीजी, पहले नवाज़ शरीफ़ से प्यार और अब ईमरान खान आपका चहेता यार!

ढोल की पोल खुल गयी है।

https://t.co/Qg1a2Hl0Q1

— Randeep Singh Surjewala (@rssurjewala) April 10, 2019

 વિદેશી પત્રકારો સાથેની વાતચીતમાં ઈમરાન ખાને કહ્યું કે, જો ભાજપ સત્તામાં આવશે તો કાશ્મીર મુદ્દાનો કોઈ ઉકેલ આવી શકે છે. મોદીના શાસનમાં કાશ્મીર જ નહીં સંપૂર્ણ ભારતમાં મુસ્લિમ મોટા પાયે એકલતા અનુભવે છે.

પાકિસ્તાન વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે- ભારતમાં અત્યારે જે થઈ રહ્યું છે તે વિશે હું કદી વિચારી શકું તેમ જ નથી. મુસ્લિમ વિચારધારા પર હુમલા થઈ રહ્યા છે. ઘણાં વર્ષો પહેલાં સુધી ભારતીય મુસ્લિમ ત્યાંની તેમની સ્થિતિ વિશે ખુશ હતા પરંતુ આજે તેઓ અતિવાદી હિન્દુત્વને લઈને ચિંતિત છે.

ઈમરાને કહ્યું કે, ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂની જેમ મોદી એક રીતે તો ડર અને રાષ્ટ્રવાદની ભાવનાથી ચૂંટણી જીતવા માંગે છે. ભાજપે કાશ્મીરમાં વર્ષોથી ચાલતા કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ચિંતાનો વિષય છે. આ પણ ભાજપનો ચૂંટણી દાવ હોઈ શકે છે.

ઈમરાન ખાને એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાન તેમની જમીન પર ચાલી રહેલી આતંકી પ્રવૃતિઓને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. તે માટે પાકિસ્તાન સરકારને આર્મીનો સંપૂર્ણ સહયોગ છે. જે આતંકી ગ્રૂપોને ખતમ કરવામાં આવશે તેમાંથી અમુક કાશ્મીરમાં સક્રિય છે.

ઈમરાન ખાને ગયા વર્ષે સત્તા સંભાળી હતી. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં એક રાજકીય સંઘર્ષ ચાલી રહ્યો છે. સૈન્ય તાકાતથી આ મુદ્દાનો ઉકેલ લાવવો શક્ય નથી. જો પાકિસ્તાન તરફથી હથિયાર સાથે આતંકીઓ કાશ્મીર જાય છે તો ભારતીય સેના તેમના પર કાર્યવાહી કરશે.

ફેબ્રુઆરીથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. 14 ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. તેમાં 40 જવાન શહીદ થયા હતા. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદમાં એર સ્ટ્રાઈક કરી હતી. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતીય વિમાનોએ પાકિસ્તાનનું એક એફ-16 તોડી પાડ્યું હતું. ભારત પાકિસ્તાનને સતત આતંકી જૂથો પર કાર્યવાહી કરવાનું કહી રહ્યા છે.