પાકિસ્તાનનો નવો ખેલ - ભારતે જણાવેલા 22 સ્થળો પર કોઇ આતંકી કેમ્પ નથી; નિરિક્ષણની મંજૂરી માટે તૈયાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતે 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં પાક હાઇ કમિશનને પુલવામા હુમલાના સંબંધિત ડોઝીયર સોંપ્યું હતું. (ફાઇલ) - Divya Bhaskar
ભારતે 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં પાક હાઇ કમિશનને પુલવામા હુમલાના સંબંધિત ડોઝીયર સોંપ્યું હતું. (ફાઇલ)
  • પાકિસ્તાને ભારત પાસે હુમલા પાછળ જૈશનો હાથ હોવાના વધુ પુરાવાઓ માંગ્યા
  • પાકે કહ્યું, ભારત ઇચ્છે તો આ સ્થળો પર નિરિક્ષણની મંજૂરી આપી શકીએ છીએ 
ઇસ્લામાબાદઃ પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાના અને વધુ પુરાવાઓ માંગ્યા બાદ પાકિસ્તાને ગુરૂવારે કહ્યું કે, અમને ભારતે દર્શાવેલા 22 સ્થળો પર કોઇ આતંકી કેમ્પો મળ્યા નથી. પાકિસ્તાને બુધવારે શરૂઆતની તપાસની જાણકારીઓ ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશને શૅર કરી હતી. આ અગાઉ ભારતે 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં પાક હાઇ કમિશનને પુલવામા હુમલાના સંબંધિત ડોઝીયર સોંપ્યું હતું. ભારતે બાલાકોટ સહિત પીઓકેના 22 સ્થળો પર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પ હોવાના પુરાવાઓ પણ આપ્યા હતા. 

પાકિસ્તાને દાવો કર્યો, ધરપકડ કરવામાં આવેલા 54 લોકોના પુલવામા હુમલા સાથે જોડાયેલા હોવાનું કોઇ વિવરણ નથી મળ્યું. હજુ પણ તેની તપાસ ચાલી રહી છે. કોઇ સંદિગ્ધ ચીજ નથી મળી. પાકે ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશન પાસે પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવા અને પાકિસ્તાનમાં જૈશના આતંકી કેમ્પ હોવાના પુરાવા માંગ્યા હતા. 

ભારતે દિલ્હીમાં પાકિસ્તાનમાં હાઇ કમિશનને 27 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા સંબંધિત સોંપ્યું હતું. ભારતે પાકિસ્તાનને હુમલા પાછળ જૈશનો હાથ હોવાની પુરતી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારતે પાકમાં જૈશના કેમ્પ અને તેમના લીડરો છૂપાયેલા હોવાના પુરાવા પણ સોંપ્યા હતા. 

ઇન્ટેલિજન્સ સૂત્રો અનુસાર, પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISIએ જૈશના ચીફ મસૂદ અઝહરને સેફ ઝોનમાં છૂપાવી દીધો હતો. અઝહરને 17-18 ફેબ્રુઆરી એટલે કે, પુલવામા હુમલા બાદ રાવલપિંડીથી બહાવલપુરની નજીક કોટઘાની મોકલી દેવામાં આવ્યો હતો. ISIએ તેની સુરક્ષામાં વધારો કર્યો છે. એવી માહિતી પણ સામે આવી છે કે, પુલવામામાં જ્યારે હુમલો થયો તે સમયે અઝહર રાવલપિંડીમાં સેનાની હોસ્પિટલમાં ભરતી હતો. 

પુલવામા હુમલો અને ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન સરકાર પર આતંરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું હતું. ત્યારબાદ પાક સરકારે માત-ઉદ-દાવા અને ફલા-એ-ઇન્સાનિયતની ઓફિસને પોતાના નિયંત્રણમાં લઇ લીધી હતી. પ્રતિબંધિત સંગઠનોના 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 182 મદરેસાને સરકારી નિયંત્રણમાં લેવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...