તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતના કડક વલણ પછી પાકિસ્તાન નરમ પડ્યું, ઈમરાને કહ્યું- એક મોકો આપો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઈમરાન ખાને કહ્યું કે, ભારત પુરાવા આપે તો પુલવામા હુમલા વિશે પગલા લઈશું
 • રાજસ્થાનમાં મોદીએ ઈમરાન ખાન પર પ્રહાર કર્યા હતા, કહ્યું હતું- પઠાણનો દીકરો વાયદો ભૂલી ગયો

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે, તેઓ શાંતિ સ્થાપવા માટે તેમને એક મોકો આપે. તેમણે કહ્યું છે કે, તેઓ તેમની વાત પર હંમેશા માટે અડગ છે. પુલવામા મામલે ભારત તેમને પૂરતા પુરાવા આપશે તો તેઓ કડક કાર્યવાહી કરવા તૈયાર છે.

ઈમરાન ખાનનું નિવેદન મોદીએ જે દિવસે ચેતવણી આપી હતી તે દિવસે આવ્યું હતું. મોદીએ રાજસ્થાનમાં એક સભા દરમિયાન કહ્યું હતું કે, પુલવામા હુમલાના દોષિતોને છોડવામાં આવશે નહીં. આ વખતે હિસાબ બરાબર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ નવા ભારતની રીત છે. તેમાં પીડા સહન કરવામાં આવશે નહીં. મોદીએ કહ્યું હતું કે, અમને ખબર છે કે આતંકવાદનો ખાતમો કેવી રીતે કરવો?

મોદીએ કહ્યું હતું કે, ઈમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા ત્યારે તેમને અભિનંદન આપવા ફોન કર્યો હતો. તે સમયે ઈમરાને પોતાની જાતને પઠાણનો દીકરો કહીને ગરીબી અને શિક્ષણ મુદ્દે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. પરંતુ હવે તે પોતાની વાતથી પલટી ગયા છે.

આ પહેલાં 19 ફેબ્રુઆરીએ ઈમરાન ખાને કહ્યું હતું કે, પૂરતા પુરાવા મળ્યા પછી જ તેઓ જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહી કરશે. ત્યારે તેમણે એવું પણ કહ્યું હતું કે, જો ભારત હુમલો કરશે તો પાકિસ્તાન જવાબ આપશે.

ઈમરાનનું કહેવું છે કે, મોદી સાથે 2015માં થયેલી બેઠકમાં બંને દેશોએ સાથે મળીને આતંકવાદને ખતમ કરવા માટે સહમતી કરી હતી. પરંતુ પુલવામા હુમલા પહેલાં સપ્ટેમ્બર 2018માં જ ભારતે પીછેહઠ કરી લીધી હતી.

ઈમરાન ખાનનો ઈશારો તે ઘટના તરફ હતો જ્યારે ભારતે પાકિસ્તાન સાથે થનારી વિદેશ મંત્રી સ્તરની બેઠક ગયા વર્ષે રદ કરી દીધી હતી. ભારતે આ પગલું બીએસએફના જવાનની નૃશંષ હત્યા અને આતંકી બુરહાન વાણીના નામથી પાકિસ્તાનમાં ટપાલ ટિકિટ શરૂ કરતાં લીધું હતું.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, પુલવામા મામલે પુરાવા મળતા કાર્યવાહી કરવાની વાત કરીને પાકિસ્તાન બહાનાબાજી કરે છે. જૈશ-એ-મોહમ્મદ અને તેનો મુખિયા મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. મુંબઈ પઠાણકોટ હુમલા પછી ભારતે પાકિસ્તાનને દરેક પુરાવા આપ્યા હતા પરંતુ પાકિસ્તાને કોઈ કાર્યવાહી કરી નહતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો