નોર્થ કોરિયા / યુએસના પ્રતિબંધો અને નિષ્ફળ સમિટ બાદ કિમ જોંગ અંશાતિની રાહે, ગાઇડેડ વેપનનું પરિક્ષણ કર્યુ

એજન્સીનું કહેવું છે કે, કિમ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર હાજર હતા અને હથિયારનું નિર્માણ કરનારી ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.
એજન્સીનું કહેવું છે કે, કિમ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર હાજર હતા અને હથિયારનું નિર્માણ કરનારી ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.
X
એજન્સીનું કહેવું છે કે, કિમ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર હાજર હતા અને હથિયારનું નિર્માણ કરનારી ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.એજન્સીનું કહેવું છે કે, કિમ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર હાજર હતા અને હથિયારનું નિર્માણ કરનારી ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.

  • નોર્થ કોરિયાએ એક નવા પ્રકારના ટેક્ટિકલ ગાઇડેડ હથિયારનું નિરિક્ષણ કર્યુ છેઃ ન્યૂઝ એજન્સી
  • નવેમ્બર 2018 બાદ પહેલીવાર કિમ જોંગ ઉન કોઇ હથિયારના પરિક્ષણને જોવા હાજર રહ્યાં.

divyabhaskar.com

Apr 18, 2019, 01:23 PM IST
પ્યોંગયાંગઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બે મહત્વની સમિટ બાદ પણ કોઇ રાહત પેકેજ કે પ્રતિબંધોમાં રાહત નહીં મળતા, નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ફરીથી જૂની રાહે ચાલી રહ્યા છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, બુધવારે નોર્થ કોરિયાએ ગાઇડેડ વેપનનું પરિક્ષણ કર્યુ છે. જો કે, તેમાં એ નથી જણાવવામાં આવ્યું કે, આ હથિયાર ક્યા પ્રકારનું હતું. એજન્સીનું કહેવું છે કે, પરિક્ષણ સમયે કિમ હાજર હતા, તેઓએ પરિક્ષણ કરતી ટીમનો ઉત્સાહ પણ વધાર્યો હતો. 
1. કિમ એક દિવસ અગાઉ એરફોર્સ યુનિટ ગયા હતા
નવેમ્બર 2018 બાદ આ પહેલી ઘટના છે જ્યારે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ કોઇ હથિયારના પરિક્ષણને જોવા માટે હાજર રહ્યા હોય. એક દિવસ અગાઉ જ તેઓએ એરફોર્સ યુનિટની મુલાકાત લીધી હતી. એજન્સીનું કહેવું છે કે, કિમ ઓબ્ઝર્વેશન પોસ્ટ પર હાજર હતા અને હથિયારનું નિર્માણ કરનારી ટીમનો ઉત્સાહ વધારી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કિમ નોર્થ કોરિયાને હથિયારોના મામલે સંપુર્ણ રીતે આત્મનિર્ભર બનાવવા ઇચ્છે છે. 
નોર્થ કોરિયાના સરકારી મીડિયા અનુસાર, કિમ જોંગે આ પરિક્ષણને અત્યંત મહત્વની ક્ષણ ગણાવી. તેઓનો દાવો છે કે, સૈન્ય તાકાતને વધારવાની દિશામાં પરિક્ષણ સફળ સાબિત થશે. તેઓનું કહેવું છે કે, અમારાં વૈજ્ઞાનિક, એન્જિનિયર્સ અને લેબર વાસ્તવમાં મહાન છે. જો તેઓ ઇચ્છે તો કોઇ પણ હથિયારનું નિર્માણ કરવામાં સક્ષમ છે. 
3. નોર્થ કમાન્ડને કોઇ મિસાઇલ નથી બતાવી
અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, તેમની નોર્થ કમાન્ડને એવી કોઇ જ મિસાઇલ નથી દર્શાવી, જેને પ્યોંગયાંગથી પરિક્ષણ માટે ફેંકવામાં આવી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, આ કોઇ નવી વિકસિત સ્મોલ રેન્જની ગાઇડેડ અથવા ક્રૂઝ મિસાઇલ હોઇ શકે છે. તેઓ એવો પણ ક્યાસ કાઢી રહ્યા છે કે, અમેરિકા સાથે વિયેતનામની રાજધાની હનોઇમાં નિષ્ફળ સમિટ બાદ શક્ય છે કે, નોર્થ કોરિયા કોઇ સંદેશ આપવા ઇચ્છતું હોય. 
ટ્રમ્પ અને કિમની વચ્ચે પ્રથમ મુલાકાત 12 જૂન, 2018ના સિંગાપોરમાં થઇ હતી. આ સમિટ સફળ પણ રહી હતી. બીજી સમિટ વિયેતનામની રાજધાની હનોઇમાં ફેબ્રુઆરી 2019માં થઇ. લાંબી વાતચીત છતાં આ બેઠક નિષ્ફળ રહી હતી. આ અગાઉ કિમ હાઇડ્રોજન બોમ્બ સહિત 6 પરમાણુ પરિક્ષણ કરી ચૂક્યા હતા. 
5. મિસાઇલ પ્રોગ્રામ રદ
ગત વર્ષે 12 જૂનના રોજ સિંગાપોર સમિટ બાદ કિમે મિસાઇલ પરિક્ષણ અને એટમી પ્રોગ્રામ રદ કરી દીધા હતા. સમિટમાં ટ્રમ્પ અને કિમ જોંગની વચ્ચે પરમાણુ નિઃશસ્ત્રીકરણને લઇને સહમતિ બની હતી, ત્યારબાદ નોર્થ કોરિયા અને અમેરિકાના ઓફિસર ઘણીવાર મુલાકાત કરી ચૂક્યા છે. 
6. નવા વર્ષના ભાષણમાં ટ્રમ્પને ધમકી
કિમે નવા વર્ષના ભાષણમાં અમેરિકા અને પ્રેસિડન્ટ ટ્રમ્પને ધમકી આપી હતી કે, તેઓ શાંતિનો રસ્તો છોડી શકે છે. બંને નેતાઓની બીજી બેઠક બાદથી નોર્થ કોરિયાએ કોઇ મિસાઇલ પરિક્ષણ કર્યુ નહતું. પરંતુ અમેરિકાએ પ્રતિબંધોમાં પણ કોઇ રાહત આપી નહતી. જો કે, પ્રથમ બેઠક બાદ નોર્થ કોરિયાએ એક નવા હાઇટેક હથિયારનું પરિક્ષણ કર્યુ હતું. પરિણક્ષને જોવા નોર્થ કોરિયાના પ્રેસિડન્ટ પણ પહોંચ્યા હતા. 
7. કિમ સાથે ત્રીજી સમિટ માટે ટ્રમ્પ તૈયાર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પે કિમ સાથે ત્રીજીવાર સમિટની ઇચ્છા વ્યક્ત કરી છે. વિયેતનામમાં બંનેની વચ્ચે પરમાણુ હથિયારો પર પ્રતિબંધ લગાવવા પર સહમતિ બની નહતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ નોર્થ કોરિયાની સાથે અનેક નાની-નાની સમજૂતી કરવા ઇચ્છે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી