તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ, પ્રવાસન મંત્રી રવિન્દ્ર અધિકારી સહિત 6 લોકોના મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • નેપાળમાં કરુણ હેલિકોપ્ટર દુર્ધટના
 • અહેવાલ અનુસાર કુલ છ લોકોના મોત
 • નેપાળ પોલીસે જણાવ્યું કે બચાવ ટીમ હેલિકોપ્ટરના ભંગારને શોધી રહી છે.
 • દુર્ઘટના સ્થળ કાઠમંડુથી 400 કિ.મીના અંતરે છે.
 • હેલિકોપ્ટર એર ડાયન્સિટી કંપનીના માલિકીનું છે
 • ખરાબ વાતાવરણને પરિણામે ઘટનાસ્થળે પહોંચવું મુશ્કેલ બન્યું

નેપાળ: નેપાળમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્યાંના પ્રવાસન મંત્રી રવિન્દ્ર અધિકારી સહિત કુલ છ લોકોના કરુણ મોત થયા છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર ખરાબ વાતાવરણને લીધે દુર્ઘટના સ્થળે હજુ સુધી પહોંચી શકાયુ નથી. બચાવ ટીમ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો ભંગાર શોધી રહી છે. નેપાળના ગૃહ સચિવના જણાવ્યા અનુસાર દુર્ઘટના ટેરાથમ જિલ્લામાં બની છે. 

 

નેપાળ પોલીસે વધુમાં જણાવ્યું કે બચાવ ટુકડીઓ કામે લાગેલી છે. દુર્ઘટના સ્થળ કાઠમંડુથી 400 કિમીના અંતરે છે. દુર્ઘટનાનો ભોગ બનેલું હેલિકોપ્ટર એર ડાયન્સિટીનું છે. હેલિકોપ્ટરમાં કુલ 6 લોકો સવાર હતા જે તમામ મોતને ભેટ્યા છે, નેપાળ પોલીસના પ્રવક્તા ઉત્તમરાજ સુબેદીએ જણાવ્યું કે હેલિકોપ્ટરે ઉડાન ભરી તેના થોડા સમયમાં જ કાઠમંડુ સ્થિત એરપોર્ટ ટાવરનો સંપર્ક ટૂટી ગયો હતો.

 

હેલિકોપ્ટરમાં સવાર તમામનાં મોત: હેલિકોપ્ટરમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસન મંત્રી રવિન્દ્ર અધિકારીના સાથે પાયલટ કેપ્ટન પ્રભાકર કેસી, પર્યટન બિઝનેશ સાથે જોડાયેલા એન છિરિંગ શેરપા, સુરક્ષાકર્મી અર્જુન ઘિમરે, પ્રધાનમંત્રીન વિશ્વાસુ યુવરાજ દહલ, બિરેન્દ્ર શ્રેષ્ઠ અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે

 

નેપાળી મિડિયાના જણાવ્યા અનુસાર પ્રવાસન મંત્રી હવાઇ પ્રવાસ કરીને પાથીભરા મંદિર જવાના હતા અને ત્યારબાદ ત્યાંથી પંચથાર મંદિર જવાના હતા. મંદિર પાસે ચુહાન દંડામાં બની રહેલા નિર્માણાધીન એરપોર્ટની મુલાકાત પણ લેવાના હતા. દુર્ઘટનાના પગલે નેપાળના વડાપ્રધાને ઇમરજન્સી બેઠક બોલાવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો