તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેપાળે 2 કરોડની કિંમતે 1.3 કિલો વજન ધરાવતો પોતાનો પ્રથમ ઉપગ્રહ લૉન્ચ કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન કેપીએસ ઓલીએ કહ્યું કે, દેશ માટે આ અભૂતપૂર્વ ગૌરવની ક્ષણ છે. - Divya Bhaskar
વડાપ્રધાન કેપીએસ ઓલીએ કહ્યું કે, દેશ માટે આ અભૂતપૂર્વ ગૌરવની ક્ષણ છે.
  • નેપાળીસેટ-1ના લૉન્ચિંગ પર દેશમાં ખુશીની લહેર 
  • નેપાળ આ ઉપગ્રહથી ભૌગૌલિક તસવીરો એકઠી કરી શકશે 
કાઠમંડૂઃ નેપાળે પોતાનો પ્રથમ ઉપગ્રહ નેપાળીસેટ-1 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નેપાળના સમયાનુસાર ગુરૂવારે રાત્રે 2.31 વાગ્યે અમેરિકાના વર્જિનિયાથી અંતરિક્ષમાં છોડવામાં આવ્યો. તેનું વજન માત્ર 1.3 કિગ્રા છે અને કિંમત બે કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહ દેશની ભૌગોલિક તસવીરો એકત્ર કરશે. તેને નેપાળી વૈજ્ઞાનિક આભાસ મસ્કે અને હરિરામ શ્રેષ્ઠે બર્ડ્સ પ્રોજેક્ટ હેઠળ બનાવ્યો છે. 

આભાસ અને હરિરામ જાપાનના કાયસૂ ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ છે. વડાપ્રધાન કેપીએસ ઓલીએ કહ્યું કે, દેશ માટે આ અભૂતપૂર્વ ગૌરવની ક્ષણ છે. આ ઉપગ્રહ પર નેપાળનો રાષ્ટ્રીય ધ્વજ, નેપાળ એકેડમી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NAOSAT)નો લોગો, વૈજ્ઞાનિક આભાસ અને હરિરામના નામ છે. 

અંતરિક્ષમાં પહેલીવાર પોતાનો ઉપગ્રહ છોડતા અગાઉ નેપાળના લોકોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. સુરેશ કુમારનું કહેવું છે કે, બર્ડ્સ પ્રોજેક્ટ સંયુક્ત રાષ્ટ્રની મહત્વકાંક્ષી યોજના છે. જે હેઠળ એવા દેશોની સહાયતા કરવામાં આવે છે, જે અત્યાર સુધી પોતાનો ઉપગ્રહ અંતરિક્ષમાં લૉન્ચ નથી કરી શક્યા.