તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીબિયાની રાજધાનીમાં સત્તાપલટની જંગમાં અત્યાર સુધી 200થી વધુના મોત, 913 ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રિપોલીમાં છેલ્લાં બે અઠવાડિયાની જંગ દરમિયાન 18 સામાન્ય નાગરિકો સહિત અત્યાર સુધી 205 લોકોનાં મોત થયા. (ફાઇલ) - Divya Bhaskar
ત્રિપોલીમાં છેલ્લાં બે અઠવાડિયાની જંગ દરમિયાન 18 સામાન્ય નાગરિકો સહિત અત્યાર સુધી 205 લોકોનાં મોત થયા. (ફાઇલ)
  • મંગળવારે મોડી રાત્રે લીબિયામાં ત્રિપોલીની ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી
  • સ્થાનિક કમાન્ડર ખલીફા હફ્તારે ત્રિપોલી પર કબજા માટે અભિયાન શરૂ કર્યુ છે 

જીનિવાઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર, ત્રિપોલીમાં 205 લોકોનાં મોત થયા છે, જેમાંથી 18 સામાન્ય નાગરિક છે. આ ઉપરાંત બે અઠવાડિયાની લડાઇમાં અત્યાર સુધી 913 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. મંગળવારે મોડી રાત્રે લીબિયામાં ત્રિપોલીની ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. લીબિયાની રાજધાની ત્રિપોલીમાં આ લડાઇ ચાર એપ્રિલના રોજ શરૂ થઇ હતી. 

ઉલ્લેખનીય છે કે, લીબિયામાં મુઅમ્મર ગદ્દાફીને સત્તાથી બેદખલ કરવા અને મોત બાદથી સતત ગૃહયુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે. સ્થાનિક કમાન્ડર ખલીફા હફ્તારે અંદાજિત બે અઠવાડિયા પહેલાં ત્રિપોલી પર કબજા માટે અભિયાન છેડ્યું હતું, જેમાં મૃતકોની સંખ્યા 200એ પહોંચી ગયો છે. 


લીબિયામાં હાલ આતંરરાષ્ટ્રીય સમર્થનથી સરકાર ચાલી રહી છે, જેની રાજધાની ત્રિપોલી છે. ખલીફા અને અન્ય ક્ષેત્રીય કમાન્ડર ઘણીવાર ત્રિપોલી પર કબજો કરવાના પ્રયત્નોમાં આ પ્રકારના હુમલાને અંજામ આપે છે. 


ગુરૂવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્રિપોલી લડાઇ પર નવા રિપોર્ટ રજૂ કર્યા છે. સંગઠનની તરફથી રજૂ થયેલા રિપોર્ટમાં લીબિયાની રાજધાનીમાં થયેલા જાનમાલના નુકસાનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ત્રિપોલીમાં છેલ્લાં બે અઠવાડિયાની જંગ દરમિયાન 18 સામાન્ય નાગરિકો સહિત અત્યાર સુધી 205 લોકોનાં મોત થયા છે. આ લડાઇમાં અત્યાર સુધી 913 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.