પોર્ટુગલ / મડેરા આઇલેન્ડ નજીક બસ પલટી જતાં ગંભીર અકસ્માત, 29નાં ઘટનાસ્થળે મોત; 22 ઘાયલ

સાન્તા ક્રૂઝના મેયર ફિલિપ સોસાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 29 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે.
સાન્તા ક્રૂઝના મેયર ફિલિપ સોસાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 29 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે.
X
સાન્તા ક્રૂઝના મેયર ફિલિપ સોસાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 29 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે.સાન્તા ક્રૂઝના મેયર ફિલિપ સોસાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં 29 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે.

  • ભારે પવનના કારણે પહાડી વિસ્તારમાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને પેસેન્જર બસની અંદર જ ફસાઇ ગયા

divyabhaskar.com

Apr 18, 2019, 11:24 AM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પોર્ટુગલના મડેરા હોલિડે આઇલેન્ડમાં એક કોચ બસને અકસ્માત નડતાં 29 લોકોનાં મોત થયા છે. આ બસ આઇલેન્ડની રાજધાની ફૂંચલ જઇ રહી હતી અને તેમાં 55 પેસેન્જર્સ સહિત 1 ગાઇડ હતો. સેન્ટ્રલ કેલિફોર્નિયાના સિટી સાન્તા ક્રૂઝ મેયર ફિલિપ સોસાએ કહ્યું કે, આ અકસ્માતમાં 12 પુરૂષો અને 17 મહિલાઓના મોત થયા છે. મોટાંભાગના જર્મનીના નાગરિકો હતા. પોર્ટુગિઝ નેશનલ ન્યૂઝ એજન્સી અનુસાર, અન્ય 22 લોકો ઘાયલ થયા છે. 
1. વળાંક આવતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
લોકલ રિપોર્ટ્સ અનુસાર, ડ્રાઇવરે વળાંક પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ગઇ અને ટેકરી પર આવેલા એક મકાન પર પડી હતી. બસ ઓવરટર્ન્ડ થઇ ગઇ અને નજીકની રિમોટ હોટેલની નજીક ઉંધી પડી ગઇ હતી. 
આ તમામ પેસેન્જર બપોરનું ભોજન લેવા જઇ રહ્યા હતા. ઇમરજન્સી સર્વિસે કહ્યું કે, સાંજે 6.30 વાગ્યે અંદાજિત 14 જેટલી એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે મોકલી આપવામાં આવી હતી.  
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી