તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રશિયન સુંદરી સાથે વિવાહ બાદ પંચમે છોડી ગાદી, નવા સુલતાનની પસંદગી માટે રાજપરિવારમાં તૈયારીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડાબે) મલેશિયાના કિંગ સુલ્તાન મોહમ્મદ (જમણે) ઓક્સાના વોવોદિના - Divya Bhaskar
(ડાબે) મલેશિયાના કિંગ સુલ્તાન મોહમ્મદ (જમણે) ઓક્સાના વોવોદિના
  • મલેશિયામાં રાજાશાહી બંધારણ છે, સુલ્તાનની જવાબદારી માત્ર ઔપચારિકતા 
  • 5 વર્ષના કાર્યકાળમાં હજુ પણ નજરીન શાહ દાયિત્વ સંભાળી રહ્યા છે. 

કુઆલાલમ્પુરઃ મલેશિયાના નવા સુલ્તાનને પસંદ કરવા માટે અહીંના રાજવંશોએ કવાયત શરૂ કરી દીધી છે. રાજવંશો સર્વસહમતિથી નિર્ણય કરશે કે મલેશિયાની કમાન કોને સોંપવામાં આવે. નવા સુલ્તાનના નામથી ઘોષણા માટેની તારીખની જાહેરાત સોમવારે કરવામાં આવશે. અત્યાર સુધી અહીં મોહમ્મદ પંચમ સત્તાના ઉચ્ચ પદે હતા, પરંતુ રશિયન સુંદરી સાથે વિવાહ બાદ તેઓએ સિંહાસન છોડી દીધું. 

 

1) સુલ્તાનનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે

સુલ્તાનનો કાર્યકાળ આમ તો 5 વર્ષનો હોય છે, પરંતુ પંચમ બે વર્ષ જ ઉચ્ચ પદે રહી શક્યા. રવિવારે તેઓએ સિંહાસન છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદથી સુલ્તાનનું દાયિત્વ તેઓના નાયબ રહી ચૂકેલા નજરીન શાહ નિભાવી રહ્યા છે. 

મલેશિયામાં રાજાશાહી બંધારણ છે, સુલ્તાનનું દાયિત્વ અહીં માત્ર ઔપચારિક જ છે, પરંતુ તેને સૌથી વધુ માન-સન્માન આપવામાં આવે છે. ત્યાં સુધી કે તેઓની ટીકા ઉપર પણ પ્રતિબંધ છે. 

સુલ્તાનની પસંદગી 9 સૂબેદારોના પ્રમુખોમાંથી એક પછી એક પસંદગી કરવામાં આવે છે. સરકારી ન્યૂજ એજન્સી બરનમા અનુસાર, તમામ સૂબાઓના પ્રમુખ મહેલમાં એકત્ર થઇને ગહન મંત્રણા કરી રહ્યા છે. 

મોહમ્મદ પંચમ નવેમ્બરથી મેડિકલ લીવ પર હતા, તેઓને હટાવવાના ક્યાસ ઘણાં દિવસોથી લગાવવામાં આવી રહ્યા હતા, તેમ છતાં જ્યારે તેઓએ સિંહાસન છોડ્યું તો લોકો આશ્ચર્યચક્તિ થઇ ગયા. 

1957માં બ્રિટિશ રાજથી મુક્ત થયા બાદ આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે કોઇ સુલતાનને સમય પહેલાં જ પદ છોડવું પડ્યું હોય. સુલતાનના ગૃહ રાજ્ય કેલંતનના લોકોનું કહેવું છે કે, તેઓ આનાથી અત્યંત નિરાશ છે. 

તમામ મામલે રાજપરિવારે ચુપ્પી સાધી લીધી છે. જો કે, સુલ્તાનને લઇને ત્યારથી જ વિદેશી મીડિયામાં અટકળો ચાલી રહી હતી જ્યારથી તેઓ મેડિકલ લીવ પર ગયા. 

સમાચાર અનુસાર, મોહમ્મદે મિસ મોસ્કો રહી ચૂકેલી ઓક્સાના વોવોદિના સાથે લગ્ન કરી લીધા છે. આ વાતનું રાજપરિવાર તરફથી કોઇ ખંડન નથી કરવામાં આવ્યું અને ના તો રાજમહેલ તરફથી તેના ઉપર સત્તાવાર વક્તવ્ય જાહેર કરવામાં આવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...