તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાસ ટ્રેન, રનિંગ બોડીગાર્ડ, સશસ્ત્ર વાહન સાથે વિયેતનામ પહોંચ્યા કિમ જોંગ, આવતીકાલે ટ્રમ્પ સાથે મુલાકાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હનોઇમાં ટ્રેનમાંથી ઉતરતી વખતે કિમ જોંગ એકલાં જ બહાર આવ્યા હતા. પાછળથી તેઓના બોડીગાર્ડ્સ દોડીને તેમની પાસે પહોંચી ગયા હતા. - Divya Bhaskar
હનોઇમાં ટ્રેનમાંથી ઉતરતી વખતે કિમ જોંગ એકલાં જ બહાર આવ્યા હતા. પાછળથી તેઓના બોડીગાર્ડ્સ દોડીને તેમની પાસે પહોંચી ગયા હતા.
 • કિમ 2,800 માઇલની ટ્રેન મુસાફરી કરીને ડઝનથી વધુ સિક્યોરિટી ગાર્ડ્સ સાથે હનોઇ પહોંચ્યા છે.
 • આ ટ્રેનમાં 21 કેરેજ છે, તમામમાં વ્હાઇટ કોન્ફરન્સ રૂમ, ડાઇનિંગ કાર્સ, સ્લિપિંગ ક્વાર્ટર અને મર્સડિઝ કાર્સ રાખેલી છે 
 • કિમ જોંગ એક આર્મ્ડ વ્હિકલ પણ લઇને આવ્યા છે 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બીજી સમિટમાં ભાગ લેવા માટે બે દિવસ અગાઉથી જ નિકળી ગયા હતા. વિયેતનામની રાજધાની હનોઇ સુધીની મુસાફરી કિમે પોતાના ખાસ લોકોની સાથે ટ્રેનથી જ પહોંચ્યા છે. 27000 કિમીની આ યાત્રામાં તેઓની ટ્રેન શનિવારે ચીનની યાલુ નદીને ક્રોસ કરીને આગળ વધી હતી. નોર્થ કોરિયાના સરકારી મીડિયાએ પણ કિમ હનોઇ માટે રવાના થઇ ગયા હોવાની પુષ્ટિ કરી હતી. આજે મંગળવારે કિમ જોંગ ઉન હનોઇ પહોંચ્યા હતા. 1964 બાદ વિયેતનામ પહોંચનાર કિમ જોંગ પ્રથમ લીડર છે. 


હોટેલ સુધી રનિંગ બોડીગાર્ડ સાથે પહોંચ્યા 


- કિમ જોંગ ઉન તેઓના રનિંગ બોડીગાર્ડ્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. આજે મંગળવારે ટ્રેનમાંથી ઉતરતી વખતે પણ કિમ જોંગ આગળ નિકળી ગયા હતા અને તેમના બોડીગાર્ડ્સ દોડીને તેઓની બાજુમાં ઉભા રહી ગયા હતા. કિમ 2,800 માઇલની ટ્રેન મુસાફરી કરીને ડઝનથી વધુ સિક્યોરિટી ગાર્ડ્સ સાથે હનોઇ પહોંચ્યા છે.
તેઓ આવતીકાલે સમિટ માટે જે હોટેલમાં રોકાવાના છે ત્યાં સુધી તેઓ કારમાં ગયા હતા જ્યાં ડઝનથી વધુ સિક્યોરિટી ગાર્ડ્સ તેમની કારની આસપાસ દોડતાં જોવા મળ્યા હતા.  

- આ સિવાય કિમ જોંગ એક આર્મ્ડ વ્હિકલ પણ લઇને આવ્યા છે જેની ટોચ પર આધુનિક ગન મુકવામાં આવી હતી. આ વાહનને કિમની હોટલની બહાર જ પાર્ક કરવામાં આવી હતી. 


શું છે કિમ જોંગની ગ્રીન ટ્રેનની ખાસિયત? 

- બીજા વિશ્વયુદ્ધ બાદ કિમ, તેમના પિતા અને દાદા, નોર્થ કોરિયાના ત્રણ લીડર્સ એવા છે જેઓને ટ્રેન સૌથી વધુ પસંદ છે. જો કે, કિમ જોંગ હનોઇ પહોંચવા માટે પણ ટ્રેનનો જ ઉપયોગ કરશે તે અંગે કોઇને જાણકારી નહતી. બુધવારે અને ગુરૂવાર સુધી આ ટ્રેન તેના બોર્ડર બ્રિજ પરથી ક્રોસ થઇ તે સમયે વિશ્વની જાણ થઇ કે, કિમ જોંગ ટ્રેનની મુસાફરી કરવાના છે. 

- કિમની ટ્રેનમાં તેના પિતાના સમયના બખ્તરની ઝલક જોવા મળે છે. કિમ જોંગના પિતા કિમ જોંગ Il અને દાદા કિમ Il સંગ દાયકાઓ સુધી ટ્રેનનો ઉપયોગ કરતાં આવ્યા છે. 
- આ ટ્રેનમાં 21 કેરેજ છે, પ્રત્યેક કેરેજમાં વ્હાઇટ કોન્ફરન્સ રૂમ્સ ડાઇનિંગ કાર્સ અને સ્લિપિંગ ક્વાર્ટર આવેલા છે. અમુક કેરેજમાં પિંક લેધર ખુરશીઓ, બિગ સ્ક્રિન ટેલિવિઝન અને આઇવરી કલરના પરદા છે. 
- સ્ટેટ ટેલિવિઝન અનુસાર, ટ્રેનમાં સેટેલાઇટ ફોન કનેક્શન પણ છે, જેથી કિમ કોઇ પણ પ્રકારના ડેવલપમેન્ટને લઇને અવગત રહે અને નવા આદેશો પસાર કરી શકે. તેમાં એક કેરેજમાં મર્સિડિઝ બેન્ઝ વ્હિકલ છે. 
- સાઉથ કોરિયાના ગવર્મેન્ટ-ફંડ કોરિયા ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, કિમ જોંગની પ્રાઇવેટ ટ્રેનમાં લક્ઝૂરિયસ ઇન્ટિરિયર અને સારી ક્વોલિટીની ફેસિલિટીઝ છે. વળી આ ટ્રેન ચીન સુધી પણ સુરક્ષિત મુસાફરી કરી શકે છે. આ ટ્રેન નોર્થ કોરિયાના ટ્રેક પર 45 કિમી/કલાકની ઝડપે જ્યારે ચીનના નેટવર્ક પર 80 કિમી/કલાકની ઝડપે દોડે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો