તણાવ / કિમ જોંગે કહ્યું, અમેરિકાનું એકતરફી વલણ અયોગ્ય, નોર્થ કોરિયા પર પ્રતિબંધો યથાવત રહેશેઃ ટ્રમ્પ

ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ફેબ્રુઆરીમાં વિયેતનામની રાજધાની હનોઇમાં બેઠક મળી હતી, જે નિષ્ફળ રહી હતી.
ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ફેબ્રુઆરીમાં વિયેતનામની રાજધાની હનોઇમાં બેઠક મળી હતી, જે નિષ્ફળ રહી હતી.
X
ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ફેબ્રુઆરીમાં વિયેતનામની રાજધાની હનોઇમાં બેઠક મળી હતી, જે નિષ્ફળ રહી હતી.ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે ફેબ્રુઆરીમાં વિયેતનામની રાજધાની હનોઇમાં બેઠક મળી હતી, જે નિષ્ફળ રહી હતી.

  • ટ્રમ્પે કહ્યું કે, નોર્થ કોરિયા પર લાદેલા પ્રતિબંધોને અત્યારે હટાવવામાં નહીં આવે.
  • નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ટ્રમ્પ સાથે ત્રીજી મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી છે. 

divyabhaskar.com

Apr 13, 2019, 12:49 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે બે મહત્વની સમિટ છતાં સંબંધોમાં તણાવ યથાવત છે. એક તરફ, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયા પર લગાવેલા પ્રતિબંધોને યોગ્ય ઠેરવ્યા છે. બીજી તરફ, નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ટ્રમ્પ સાથે ત્રીજી મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી એમ પણ કહ્યું કે, અમેરિકાની સ્ટાઇલની સમિટ અને અમારાં દેશ પર દબાણનું વલણ અયોગ્ય છે. 
 
1. ટ્રમ્પ સાથે ત્રીજી સમિટ માટે કિમ તૈયાર
કિમ જોંગ ઉને શુક્રવારે નોર્થ કોરિયાના રબર-સ્ટેમ્પ પાર્લામેન્ટ સેશનમાં સંબોધન દરમિયાન કહ્યું કે, તેઓ ટ્રમ્પ સાથે ત્રીજીવાર સમિટ માટે તૈયાર છે. પરંતુ સમિટ દરમિયાન અમેરિકા એકપક્ષીય રીતે નોર્થ કોરિયા પર પ્રતિબંધોને લગતા દબાણ ઉભા કરે છે તે અમને માફક નથી આવી રહ્યું. કિમ જોંગનું આ નિવેદન ટ્રમ્પ અને સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ મૂન જે-ઇનની વોશિંગ્ટનમાં મળેલી બેઠક બાદ આવ્યું છે. પ્રેસિડન્ટ મૂને અમેરિકાને વાયદો કર્યો છે કે, તેઓ કિમ જોંગ સાથે ન્યૂક્લિયર મિસાઇલ અંગે મહત્વની બેઠક કરશે. 
કિમે ફેબ્રુઆરીમાં વિયેતનામની રાજધાની હનોઇમાં મળેલી બીજી બેઠક નિષ્ફળ જવા બદલ અમેરિકાની અયોગ્ય ડિમાન્ડ્સને જવાબદાર ઠેરવી હતી. કિમે અમેરિકા ખરેખર બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા તત્પર છે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. કિમે કહ્યું કે, તણાવ યથાવત હોવા છતાં તેઓના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો સારાં છે અને તેઓ ગમે તે સમયે એકબીજાંને સંદેશો પાઠવી શકે છે. 
3. નોર્થ કોરિયા પર પ્રતિબંધો યથાવત
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, નોર્થ કોરિયા પર લાદેલા પ્રતિબંધોને અત્યારે હટાવવામાં નહીં આવે. જો કે, પ્રેસિડન્ટે નવા પ્રતિબંધો લગાવવાનું અનુચિત લાગ્યું. વ્હાઇટ હાઉસમાં સાઉથ કોરિયાના પ્રેસિડન્ટ મૂન જે-ઇન સાથએ મીડિયા સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે, હાલ અમેરિકા ઇચ્છે છે કે, પ્રતિબંધો યથાવત રહે. મને વિશ્વાસ છે કે, કંઇક અત્યંત મહત્વપૂર્ણ થવાનું છે, અમે પ્રતિબંધો વધારી શકીએ છીએ, પરંતુ હું આવું નથી ઇચ્છતો. 
યુનાઇટેડ નેશન્સમાં ચીનના સ્થાયી ઉપપ્રતિનિધિ વૂ હેતાઓએ કહ્યું હતું કે, નોર્થ કોરિયા પર લાગેલા પ્રતિબંધોથી સુરક્ષા પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવો અનુસાર, દેશની માનવીય સહાયતા પ્રભાવિત ના થવી જોઇએ. બંને દેશો વચ્ચે વાતચીત યથાવત રાખવાની ચાવી એક સંતુલિત રીતથી સંબંધિત પક્ષોની ઉચિત ચિંતાઓનું સમાધાન કરવાનું છે. ટ્રમ્પ અને નોર્થ કોરિયાના લીડર વચ્ચે ફેબ્રુઆરીના અંતમાં વિયેતનામની બેઠક કોઇ પણ સમજૂતી વગર નિષ્ફળ રહી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી