તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેનેઝૂએલામાં સૈન્યનો નાગરિકો પર અત્યાચાર, માનવીય સહાય અટકાવી; 4નાં મોત, અનેક ઘાયલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માદુરોને સમર્થન આપતા સૈન્યએ સહાય  લઇને આવતા કાફલાને અટકાવવા હિંસા કરી હતી અને કેટલાંક વાહનોને આગ લગાવી દીધી હતી - Divya Bhaskar
માદુરોને સમર્થન આપતા સૈન્યએ સહાય લઇને આવતા કાફલાને અટકાવવા હિંસા કરી હતી અને કેટલાંક વાહનોને આગ લગાવી દીધી હતી
 • નિકોલસ માદુરોના સૈન્યએ માનવીય સહાયને અટકાવવા માટે હિંસક પ્રયત્નો કરતાં 4 નાગરિકોનાં મોત થયા છે 
 • સૈન્યની કાર્યવાહી અને નાગરિકોને મુશ્કેલીમાં મુકવાના પગલે માદુરો પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે 
 • યુએસ સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયોએ 100થી વધુ સૈનિકોએ પોસ્ટ છોડી દીધા બાદ અમેરિકન ફોર્સ મોકલવાની વાતનો ઇન્કાર કર્યો હતો 
ઇન્ટરનેશનલ ડેસ્કઃ વેનેઝૂએલામાં સત્તા માટે સંઘર્ષ હવે ચરમસીમા પર પહોંચી રહ્યો છે. અમેરિકા તરફથી આવતી માનવીય સહાયને બોર્ડર પર જ અટકાવવાના કારણે પ્રેસિડન્ટ નિકોલસ માદુરો પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. બીજી તરફ, સ્વ-ઘોષિત ઇન્ટરિમ પ્રેસિડન્ટ ખુઆન ગોઇદોએ બ્રાઝીલ બોર્ડર ખુલી મુકી દેતા માદુરોને સમર્થન આપતા સૈન્યએ શનિવાર અને રવિવારે હિંસક કાર્યવાહી કરતાં બ્રાઝીલિયન બોર્ડર પર 4 નાગરિકોનાં મોત થયા હતા. માદુરોને સમર્થન આપતા સૈન્યએ સહાય લઇને આવતા કાફલાને અટકાવવા હિંસા કરી હતી અને કેટલાંક વાહનોને આગ લગાવી દીધી હતી. સિક્યોરિટી ફોર્સ સાથે અથડામણમાં ચાર નાગરિકોનાં મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. 

ખુગાન ગોઇદોને ઇન્ટરિમ પ્રેસિડન્ટ તરીકે લગભગ 50થી વધુ દેશોએ માન્યતા આપી છે, માત્ર ચીન અને રશિયા જ નિકોલસ માદુરોને સમર્થન આપી રહ્યા છે. સપ્તાહના અંતે થયેલી હિંસક અથડામણના પગલે ગોઇદોએ યુરોપિયન દેશોને વેનેઝૂએલાના કાયદેસરના નેતા તરીકે અપીલ કરી છે તેઓ માદુરોને સત્તા પરથી હટાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરે. ગોઇદોએ આજે સોમવારે બોગોટામાં મળેલી પ્રાદેશિક સરકારની મીટિંગમાં આ અપીલ કરી હતી. 

બ્રાઝીલની ફોરન મિનિસ્ટ્રીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાંથી આવતી માનવીય સહાયને અટકાવવા માટે વેનેઝૂએલાના નાગરિકો વિરૂદ્ધ જ સૈન્યનો ઉપયોગ કરવો તે બહુ મોટો ગુનો છે. માદુરોની સરકાર એક ગુનાહિત કાર્યવાહી કરી રહી છે. બ્રાઝીલે આજે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીઝ સાથે આ અંગે વાત કરી છે, ખાસ કરીને એવા દેશો સાથે આ મુદ્દે ચર્ચા થઇ છે જેઓએ ગોઇદોને ઇન્ટરિમ પ્રેસિડન્ટ તરીકે માન્યતા આપી દીધી છે. 

બ્રાઝીલ પણ વેનેઝૂએલાની માફક લેટિન અમેરિકન દેશ છે. પરંતુ વેનેઝૂએલાની સરખામણીએ આ પ્રદેશ તેના સૌથી મોટાં અર્થતંત્રના કારણે જાણીતો છે. બ્રાઝીલ વર્ષોથી વેનેઝૂએલાના ડાબેરી પાર્ટીના શાસકોને જ સમર્થન આપતું રહ્યું છે. પરંતુ આ વર્ષે બ્રાઝીલમાં જમણેરી પ્રેસિડન્ટ જેર બોલ્સોનારોની સત્તા આવ્યા બાદ તેઓએ માદુરોનો વિરોધ શરૂ કરી દીધો હતો. 

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ આજે લીમા ગ્રૂપ ઓફ લેટિન અમેરિકન દેશોના વડા સાથે બેઠક કરશે. આ બેઠકમાં માદુરો પર કેવી રીતે દબાણ લાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. 

અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયોએ કહ્યું કે, આ દેશમાં ઘણાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, અમે હાલ જ માનવીય સહાય પહોંચાડી રહ્યા છીએ તેનાથી પણ વધુ સહાય મોકલવા માટે અમે સક્ષમ છીએ. વેનેઝૂએલાના નાગરિકોએ સમજી ગયા છે કે, કોણ તેઓના મૂળભૂત હક્કોને નુકસાન પહોંચાડી રહ્યું છે. 

ચીન અને રશિયાએ વેનેઝૂએલાના એનર્જી સેક્ટરમાં ઘણું રોકાણ કર્યુ છે, તેથી આ બંને દેશો માદુરોની સરકારનું સમર્થન કરે છે અને અમેરિકાના પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે. 

આ ઘટનાક્રમ વચ્ચે કોલમ્બિયાના પ્રેસિડન્ટ ઇવાન ડેક્યૂએ ટ્વીટ કરીને 'હેવાનિયત અને હિંસા'ને વખોડી હતી. ડેક્યૂએ કહ્યું કે, સોમવારની સમિટમાં અમે નક્કી કરીશું કે, વેનેઝૂએલાને તેઓના સરમુખત્યાર પ્રેસિડન્ટથી છૂટકારો અપાવી શકાય. બીજી તરફ, માદુરોએ ગોઇદોને અમેરિકાની કઠપૂતળી ગણાવ્યા હતા. 

અમેરિકા તરફથી ખાદ્યસામગ્રી અને દવાઓ લઇને આવતા ટ્રકોને સૈન્યએ કોલમ્બિયા બોર્ડર પર જ અટકાવી દીધા હતા. વાહનચાલકો પર ટીયર  ગેસ અને રબર બૂલેટ્સથી હુમલો કર્યો હતો. આ દરમિયાન બે ટ્રકમાં આગ લાગી હતી. વિરોધ પક્ષે કહ્યું કે, સૈન્ય એવી સહાયને અટકાવી રહ્યા છે જેની નાગરિકોને અત્યંત જરૂર છે. અહીં લાખો લોકો કુપોષણ અને બીમારીથી મોતને ભેટી રહ્યા છે. 

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર વેનેઝૂએલા પર સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે. માનવીય સહાય અટકાવવાના પગલે સૈન્યમાંથી અંદાજિત 100 જેટલાં ઓફિસરોના રાજીનામા બાદ અમેરિકા અહીં સૈન્ય મોકલી શકે છે તેવો અંદાજ હતો. જો કે, સ્ટેટ સેક્રેટરી પોમ્પિયોએ હાલ અહીં કોઇ સૈનિકો નહીં મોકલવામાં આવે તેવું જણાવ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો