કુલભૂષણ જાધવની સજાના મામલે આઇસીજેમાં 18 ફેબ્રુઆરીથી સુનાવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુલભૂષણ જાધવ- ફાઇલ ફોટો - Divya Bhaskar
કુલભૂષણ જાધવ- ફાઇલ ફોટો
  • 14 ફેબ્રુઆરી બાદ કશ્મીરમાં આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે મોટો તણાવ
  • પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશના હમલામાં CRPFના 40 જવાનો શહીદ

હેગ: પુલવામામાં સીઆરપીએફના જવાનો પર જૈશે મોહમ્મદના હુમલા થયાના ત્રણ દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ જાધવના મામલે આમને સામને થશે. ઉલ્લેખનીય છે કે ભારતીય નેવી ઓફિસર કુલભૂષણ જાધવની સુનાવણીમાં તેને મોતની સજા પાકિસ્તાનની કોર્ટે ફટકારી હતી જેને ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ-ICJમાં પડકારી હતી. આ મામલે સોમવારે વધુ સુનાવણી થવાની છે. પહેલા ભારતીય અને બાદમાં બીજા દિવસે પાકિસ્તાનના વકીલ પોતાની દલીલો કોર્ટમાં રજૂ કરશે. એવુ માનવામાં આવે છે કે આ અઠવાડિયામાં સુનાવણી બાદ ICJ એક મહિનામાં કુલભૂષણની સજા પર તેનો ચુકાદો આપી શકે છે.


ભારતના કૂલભૂષણ જાધવની પાકિસ્તાનના સૈનિકોએ માર્ચ 2016માં બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરી હતી. જાધવ પર અફઘાનિસ્તાનમાં જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે 10 એપ્રિલ,2017ના રોજ તેમને મોતની સજા સંભળાવી હતી. આ સજા અટકાવવામાં ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ-ICJનો દરવાજો ખટખટાવ્યો હતો. ત્યારબાદ 2017માં જાધવની સજાને ICJએ રોકી હતી. બીજી તરફ પાકિસ્તાને જણાવ્યું કે તે કૂલભૂષણ જાધવની ફાંસીની સજાને બદલશે નહિ.

ભારત પહેલાથી જ કહેતુ આવ્યુ છે કે કુલભૂષણ જાધવે ભારતનો જાસૂસ નથી. પણ જાધવનું પાકિસ્તાનના સૈનિકોએ અફધાનિસ્તાન બોર્ડરથી અપહરણ કર્યુ છે. ભારતે કોર્ટને અરજી કરી હતી કે પાકિસ્તાને જાધવને કરેલી સજાને રદ્દ કરાવાનો આદેશ આપવામાં આવે. ભારતે એવો પણ આરોપ મુક્યો હતો કે પાકિસ્તાને વિયેના સંધિનો ઉલ્લંઘન કરીને કુલભૂષણને કાઉન્સેલર મદદ પણ ઉપલબ્ધ કરાવી નથી તેમજ માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન કર્યુ છે.  

નોંધનીય છે કે કુલભૂષણ જાધવને મળવા એની માતા તેમજ પત્ની 2017માં પાકિસ્તાન ગયા હતા. ત્યારે એના પરિવારના સભ્યોને પાક. સત્તાવાળાએ માનસિક ત્રાસ આપ્યો હતો. સીસીટીવીની દેખરેખમાં કુલભૂષણ જાધવને એની મા તેમજ પત્ની સાથે મુલાકાત કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...