તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રાઝીલના બીચ સિટી રિયોમાં ભારે વરસાદ અને પૂર, 10 લોકોનાં મોત; અનેક ફસાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિનાશક પૂરના કારણે શહેરના ડ્રેનેજ સિસ્ટમ 79 ટકા તૂટી જતાં સ્થાનિક ઓથોરિટી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે. - Divya Bhaskar
વિનાશક પૂરના કારણે શહેરના ડ્રેનેજ સિસ્ટમ 79 ટકા તૂટી જતાં સ્થાનિક ઓથોરિટી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.
  • ભારે વરસાદના કારણે તમામ બીચ ખાલી કરાવી દેવામાં આવ્યા છે

બ્રાઝીલ (રિયો): બ્રાઝીલના રિયો ડી જાનેરો શહેરમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 10 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ફસાયેલા છે. સોમવારથી શરૂ થયેલા ભારે વરસાદ અને વાવાઝોડાંની સ્થિતિ મંગળવાર સુધી યથાવત રહી હતી. બીચ સિટી હોવાના કારણે ભારે વરસાદથી મોટાંભાગની નદીઓના જળસ્તર વધી ગયા હતા અને પૂર આવ્યું હતું. વાવાઝોડાંમાં વૃક્ષો પ્રાઇવેટ કાર અને લોકલ બસો પર પડ્યા હતા. વળી, કેટલાંક સ્થળોએ કાર, મકાનોમાં પાણી ભરાતા ચીજવસ્તુઓ, વૃક્ષો પણ તણાઇ ગયા હતા. રિયોમાં હાલ સ્ટેટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. શહેરના સાઉથ ઝોનમાં આવેલા કોપાકબાના અને ઇપાનેમા બીચ જે ટૂરિસ્ટ્સ હોટસ્પોટ ગણાય છે, ત્યાં પૂર અને વરસાદની સૌથી વધુ અશર જોવા મળે છે. 


રહેણાંક વિસ્તારોમાં કાટમાળ અને કિચડ 


- ભારે વરસાદના કારણે ઉંચાણવાળા વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે લોકોનાં મકાનો, એપાર્ટમેન્ટ્સ અને દુકાનોમાં કાટમાળ અને કિચડ જોવા મળે છે. અધિકારીઓને સ્થાનિક અપમાર્કેટ શોપિંગ સેન્ટરમાં કારમાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે ફાવેલામાં એક મકાન તૂટી પડતાં તેમાંથી બે મહિલાઓનાં મૃતદેહ મળી આવ્યા છે. 
- ભારે પવનના કારણે વૃક્ષો કાર અને પબ્લિક બસો પર પડતાં પ્રોપર્ટીને પણ ભારે નુકસાન થયું છે. કેટલાંક લોકો સોમવારે વરસાદ થોડો હળવો થતાં લોકો પોતાના મકાનોમાં પરત ફર્યા. આ લોકોએ વિચાર્યુ કે તેઓ મંગળવારે જોબ પર પરત જઇ શકે છે. પરંતુ મંગળવારે વરસાદનું જોર વધતા તેઓમાંથી કેટલાંક વરસાદમાં ફસાઇ ગયા તો કેટલાંક ડૂબી ગયા હતા.


શહેરના મોટાંભાગના બીચ ખાલી 


- એપ્રિલના આ સમયે રિયોના મોટાંભાગના બીચ પર લોકો સનબાથ માટે આવતા હોય છે. પરંતુ સ્થાનિક અધિકારીઓએ એલર્ટ જાહેર કર્યા બાદ તમામ બીચ ખાલી કરી દેવામાં આવ્યા છે. 
- રિયોના મેયર માર્સેલ ક્રિવેલાએ લોકલ મીડિયાને જણાવ્યું કે, રિયોમાં કેટલાંક મકાનો એવી જગ્યાએ બનેલા છે તે એવા સ્થળો છે જ્યાંથી પાણી વહી આવે છે. આ ટ્રેજેડી દરમિયાન અમે લોકોએ સતત એલર્ટ રહેવાની અપીલ કરી રહ્યા છીએ. 
- શહેરની તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાતા ક્લિન-અપ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.