તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ષની યુવતીને એક રાતમાં 20 પુરૂષો સાથે સૂવા પર મજબૂર કરી, પુસ્તકમાં ખુલાસો કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોકરીની જાહેરાતથી લલચાઇ યુવતી એમ્સ્ટર્ડમ પહોંચી (ફાઇલ) - Divya Bhaskar
નોકરીની જાહેરાતથી લલચાઇ યુવતી એમ્સ્ટર્ડમ પહોંચી (ફાઇલ)
  • બંદૂકની અણીએ તેનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ સેક્સ સ્લેવ તરીકે તેને વેચી દેવામાં આવી

ઇન્ટરનેશનલ ડેસ્કઃ એક મહિલાએ 19 વર્ષની ઉંમરે પોતાની સાથે થયેલી દર્દનાક ઘટનાને સામે લાવવાનો નિર્ણય કર્યો છે. ઇંગ્લેન્ડની ટિનેસાઇડની રહેવાસી એક મહિલા નોકરીની જાહેરાત જોઇને એમ્સ્ટર્ડમ ગઇ હતી, અહીં તેનું અપહરણ કરી સોદો કરી દેવામાં આવ્યો હતો. મહિલાને વેચી દીધા બાદ તેને એક જ રાતમાં 20 પુરૂષો સાથે સૂવા માટે મજબૂર કરવામાં આવતી હતી. મહિલાએ જણાવ્યું કે, બંદૂકની અણીએ તેનું અપહરણ કરવામાં આવ્યું અને ત્યારબાદ સેક્સ સ્લેવ તરીકે તેને વેચી દેવામાં આવી. 

 

1) દર્દ ઘટાડવા કોકેઇનની લત લાગી

આ યુવતીએ જણાવ્યું કે, એકવાર તેની સામે જ થાઇલેન્ડની એક યુવતીને મારી નાખવામાં આવી. કારણ કે, તેણે પોતાના દલાલો માટે પુરતાં પૈસા જમા કર્યા નહતા. 

મહિલાએ પોતાની વાર્તાને જણાવવા માટે સ્લેવ ગર્લ નામથી પુસ્તક લખ્યું છે. તેણે જણાવ્યું કે, જે એડવર્ટાઇઝને જોઇને તે એમ્સ્ટર્ડમ ગઇ હતી, તેને એક અપરાધીએ છપાઇ હતી. 

એમ્સ્ટર્ડમના એરપોર્ટ પર પહોંચતા જ તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો અને વેશ્યાલય પહોંચાડી દેવામાં આવી. પહેલીવાર જ્યારે તેની સાથે આવું થયું તો તે ડરથી ધ્રૂજી રહી હતી. 

હાલ આ મહિલાની ઉંમર 42 વર્ષ છે, તેણે જણાવ્યું કે, મને ખૂબ જ ઓછું ફૂડ આપવામાં આવતું હતું. હું દર્દને ઘટાડવા માટે કોકેઇનની લતે ચઢી ગઇ હતી. થોડાં સમય બાદ હું ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી.  

અન્ય સમાચારો પણ છે...