ચીનને ચેતવણી / મસૂદની ઢાલ બનેલા ચીનને USનો પડકાર - આતંકીઓને પાઠ ભણાવવા અમારી પાસે ઘણાં રસ્તા

divyabhaskar.com

Mar 14, 2019, 10:09 AM IST
ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીનના આ પગલાંથી અમે અત્યંત નિરાશ છીએ.
ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીનના આ પગલાંથી અમે અત્યંત નિરાશ છીએ.
X
ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીનના આ પગલાંથી અમે અત્યંત નિરાશ છીએ.ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીનના આ પગલાંથી અમે અત્યંત નિરાશ છીએ.

  • ચીને સતત ચોથીવાર મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાથી બચાવ્યો 
  • સંયુક્ત રાષ્ટ્રમાં ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી ભારતના પ્રયાસો પર પાણી ફેરવ્યું 

વોશિંગ્ટનઃ પાડોશી દેશ ચીને એકવાર ફરીથી આતંકી મૌલાના મસૂદ અઝહરની સાથે થઇ ગયું છે. UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)ની બેઠકમાં ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને ભારતના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે, ત્યારબાદ ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતની સાથે અમેરિકા પણ આવી ગયું છે. અમેરિકાની તરફથી UNSCમાં કડક નિવેદન આપ્યું કે, જો ચીન સતત આ પ્રકારની અડચણ બનતું રહ્યું, તો જવાબદાર દેશોને કોઇ અન્ય પગલાં ઉઠાવવા પડશે. 
ચીને વારંવાર અઝહરને બચાવ્યો
1.અમેરિકા તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ચીનની મદદથી અનેકવાર જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાથી બચાવતું રહ્યું છે. આવું ચોથીવાર થયું છે જ્યારે ચીને આ પ્રકારે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર થવાથી બચાવ્યો છે. 
2.કડક ભાષાનો ઉપયોગ કરતાં અમેરિકાએ કહ્યું કે, જો કોઇ પણ પ્રકારે ચીન મસૂદ અઝહરને ગ્લોબ આતંકી જાહેર થવાથી બચાવતું રહે છે તો સુરક્ષા પરિષદના અન્ય સભ્યોએ કડક વલણ અપનાવવું પડશે. પરંતુ સ્થિતિ ત્યાં સુધી ના જવી જોઇએ. 
#BoycottChina ટ્રેન્ડમાં
3.ઉલ્લેખનીય છે કે, પુલવામા આતંકી હુમલાના ગુનેગાર મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે ભારતના પ્રયાસોને વિશ્વના તમામ મોટાં દેશોનો સાથ મળ્યો છે. UNના જ સભ્ય અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ એકવાર ફરીથી ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને તેના પર પ્રતિબંધ લગાવી દીધા હતા. 
4.ચીનની આ હરકત બાદ ભારતના વિદેશ મંત્રાલયને પણ નિવેદન આપ્યું. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીનના આ પગલાંથી અમે અત્યંત નિરાશ છીએ, પરંતુ જે સભ્ય દેશોએ ભારતના સમર્થનમાં પ્રસ્તાવ આપ્યો અને અમારો સાથ આપ્યો તેઓને ધન્યવાદ. 
5.ચીન દ્વારા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાથી અટકાવવા પર સોશિયલ મીડિયામાં ઘણો ગુસ્સો છે. ભારતમાં લોકો #BoycottChina ટ્રેન્ડ કરી રહ્યા છે અને ચીનના સામાનોનો વિરોધ કરી રહ્યા છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી