અંતરિક્ષમાં ભારતનો કચરો, NASAના જોખમી પરિક્ષણની ટીકા સામે ઇસરોએ જવાબ આપ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત એન્ટી-સેટેલાઇટ ક્લબમાં સામેલ થવાથી અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પરેશાન થઇ ગયું. (ફાઇલ) - Divya Bhaskar
અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત એન્ટી-સેટેલાઇટ ક્લબમાં સામેલ થવાથી અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પરેશાન થઇ ગયું. (ફાઇલ)
  • એમ અન્નાદુરાઇએ કહ્યું કે, અંતરિક્ષમાં કચરો સેટેલાઇટ વગેરેના લૉન્ચથી પણ થાય છે
વોશિંગ્ટન/નવી દિલ્હીઃ મિશન શક્તિ પર અમેરિકન સ્પેસ એજન્સી નાસાના નિવેદનને ભારતીય નિષ્ણાતોએ દુષ્પ્રચાર ગણાવ્યો છે. ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ કાટમાળ 45 દિવસોમાં જ સાફ થઇ જશે. આ પરિક્ષણ કાટમાળના મુદ્દાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું. વિશ્વને એ જાણકારી હોવી જોઇએ કે, બે ચીની પરિક્ષણો બાદ પણ કાટમાળ હજુ પણ સ્પેસમાં મોજૂદ છે. જ્યારે ભારતીય પરિક્ષણથી થયેલો કાટમાળ ગાયબ થઇ જશે. 

ભારતના એન્ટી સેટેલાઇટ મિસાઇલ પરિક્ષણ બાદ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ ડેપ્યુટી પ્રવક્તા રોબર્ટ પલાડિનોએ કહ્યું હતું કે, અંતરિક્ષમાં વધી રહેલો કચરો આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. આ અગાઉ નેશનલ એરોન્યૂટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ના ચીફ જિમ બ્રિડન્સ્ટાઇને પણ મિશન શક્તિને સૌથી ખતરનાક ગણાવ્યું હતું. 

જેના જવાબમાં ઇસરો સેટેલાઇટ સેન્ટરના પૂર્વ નિર્દેશક ડોક્ટર એમ અન્નાદુરાઇએ કહ્યું કે, અંતરિક્ષમાં કચરો સેટેલાઇટ વગેરેના લૉન્ચથી પણ થાય છે. જેમાં અમેરિકા અને ચીન સૌથી આગળ છે. ડીઆરડીઓના પ્રમુખ વીકે સારસ્વતે નાસા પ્રમુખના આરોપને દુષ્પ્રચાર ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે, આ માત્ર એક અનુમાન છે. જ્યાં સુધી અમારાં એ-સેટ મિસાઇલ ટેસ્ટની વાત છે, તો આ તમામ ટૂકડાંઓ અંતરિક્ષમાં વધારે સમય રહી શકે તેટલો વેગ જ નથી. અંદાજિત 300 કિમીની ઉંચાઇ પર એ-સેટ પરીક્ષણથી પેદા થયેલો કાટમાળ આખરે નીચે પડતાં-પડતાં પૃથ્વીના વાતાવરણમાં પહોંચીને સળગી જશે. 

અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતે એન્ટી-સેટેલાઇટ ક્લબમાં સામેલ થવાથી અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પરેશાન થઇ ગયું. નાસાએ મિશન શક્તિ અંગે કહ્યું કે, આ પરિક્ષણના કારણે અંતરિક્ષની કક્ષામાં કાટમાળના અંદાજિત 400 ટૂકડાં ફેલાઇ ગયા છે. ભારતે આ પગલાંથી આતંરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)માં મોજૂદ અંતરિક્ષ યાત્રીઓ માટે નવું જોખમ ઉભું થયું છે. જો કે, હકીકત એ છે કે, ત્રણ મહાશક્તિઓએ પૂર્વમાં જે પ્રયોગ કર્યો છે જેના કારણે ઘણો કચરો અંતરિક્ષમાં ફેલાયેલો છે. 

નાસા પ્રમુખ જિમ બ્રિડેન્ટાઇને કહ્યું, આ ભયાનક, ખૂબ જ ભયાનક છે કે જેના કારણે કચરો આતંરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી પણ ઉપર જ રહે છે. આવી ગતિવિધિઓના કારણે ભવિષ્યમાં માનવને અંતરિક્ષમાં મોકલવાનું મુશ્કેલ બની જશે. તેઓએ કહ્યું, જ્યારે એક દેશ આવું કરે છે તો બીજાં દેશોને પણ લાગે છે કે, તેઓએ પણ આવું કરવું જોઇએ. આ અસ્વીકાર્ય છે. નાસાએ આ અંગે સ્પષ્ટ વલણ અપનાવવાની જરૂર છે. 

નાસા પ્રમુખ અનુસાર, હાલ અમેરિકન સંસ્થા એવા 23,000 લક્ષ્યો પર નજર રાખી રહ્યા છે, જેનો આકાર 10 સેન્ટીમીટરથી વધુ છે. તેમાં 10,000 ટૂકડાં અંતરિક્ષ કાટમાળમાં સામેલ છે. તેમાંથી ત્રણ હજાર માત્ર ચીન દ્વારા 2007માં કરવામાં આવેલા આવા જ પ્રયોગના કારણે ફેલાયેલા હતા. હવે ભારતીય પરિક્ષણ બાદ કાટમાળના અંતરિક્ષ સ્ટેશનથી ટકરાવવાના ચાન્સ 44 ટકા વધી ગયા છે. જો કે, કાટમાળના વાયુમંડળમાં પ્રવેશ કર્યા બાદ આ જોખમ ઓછું થઇ જશે. 

અન્ય સમાચારો પણ છે...