ન્યૂઝીલેન્ડ / 2 મસ્જિદોમાં અંધાધૂંધ ગોળીબારમાં 27ના મોત, સ્કૂલો બંધ રાખવા આદેશ; ચાર લોકોની ધરપકડ કરાઈ

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 10:19 AM
Dangerous firing in New Zealand mosque - 27 dead

  • બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે હતી, ફાયરિંગના સમયે તેઓ મસ્જિદની મુલાકાતે હતા
  • પોલીસે લોકોને રસ્તા પર ન નીકળવા આહવાન કર્યું

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડની ક્રાઈસ્ટચર્ચ સિટીની બે મસ્જિદોમાં આજે વહેલી સવારે અંધાધૂંધ ફાયરિંગ થયું છે. આ દુર્ઘટનામાં અંદાજે 27 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. આ ફાયરિંગ વખતે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમિયાન આજ મસ્જિદની મુલાકાતે હતી, સદનસીબે ટીમ માંડ બચી છે. ત્યાં હાજર સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ક્રાઈસ્ટચર્ચમાં અલ નૂર મસ્જિદ નજીક ગોળી ચાલવાનો અવાજ સંભળાયો હતો. પોલીસે લોકોને હાલ તે વિસ્તારમાં જવાની મનાઈ કરી દીધી છે. તે ઉપરાંત પોલીસે ક્રાઈસ્ટચર્ચને ચારેય બાજુથી ઘેરી પણ લીધું છે.

ન્યૂઝીલેન્ડ પોલીસ અધિકારી માઈક બુશે જણાવ્યું કે, ગનમેને બે મસ્જિદો પર હુમલો કર્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.

નોંધનીય છે કે, આ સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડની મુલાકાતે હતી. જોકે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમને કોઈ નુકસાન થયું નથી. પરંતુ આ દુર્ઘટના પછી ટીમ ખૂબ જલદી ન્યૂઝીલેન્ડ છોડી દેવા માંગે છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ક્રાઈસ્ટચર્ચમાં જ હતી અને આવતી કાલે ન્યૂઝીલેન્ડ સાથે તેમની ટેસ્ટ મેચ હતી. બાંગ્લાદેશના ખેલાડી નમાઝ માટે મસ્જિદ પણ પહોંચ્યા હતા અને તે દરમિયાન જ આ ગોળીબાર થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ ક્રિકેટરને ઈજા નથી થઈ અને દરેક ખેલાડી સુરક્ષીત છે. ઘટના સ્થળ પર હાજર ક્રિકઈન્ફોના પત્રકાર મોહમ્મદ ઈસામે જણાવ્યું છે કે, દરેક ખેલાડી સુરક્ષીત છે. પરંતુ દરેક લોકો તાત્કાલિક બાંગ્લાદેશ પરત ફરવા માંગે છે.


સ્કૂલો બંધ કરવામાં આવી: પોલીસ કમિશ્નર માઈક બુશના જણાવ્યા પ્રમાણે ગોળીબારના કારણે ક્રાઈસ્ટચર્ચની દરેક સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઓફિસ, લાઈબ્રેરી અને કોમર્શિયલ બિલ્ડિંગો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. માઈકે લોકોને અપીલ કરી છે કે લોકો રસ્તા પર ન ઉતરી આવે અને કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ પ્રવૃતિ વિશે તુરંત માહિતી આપે. ઘટનાના એક સાક્ષીએ જણાવ્યું કે, તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો, ચાર લોકો જમીન પર પડ્યા અને ચારેય બાજુ લોહી-લોહી હતું.

X
Dangerous firing in New Zealand mosque - 27 dead
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App