ઇક્વાડોર / વિકીલીક્સ ફાઉન્ડર અસાન્જેની ધરપકડ બાદ સરકારી સંસ્થાઓ પર 4 કરોડ સાઇબર અટેક થયાઃ સરકાર

divyabhaskar.com | Updated - Apr 16, 2019, 11:18 AM
અસાન્જેએ 2012થી ઇક્વાડોર એમ્બેસીમાં શરણ લીધી હતી, ગુરૂવારે બ્રિટિશ પોલીસે ધરપકડ કરી
અસાન્જેએ 2012થી ઇક્વાડોર એમ્બેસીમાં શરણ લીધી હતી, ગુરૂવારે બ્રિટિશ પોલીસે ધરપકડ કરી
X
અસાન્જેએ 2012થી ઇક્વાડોર એમ્બેસીમાં શરણ લીધી હતી, ગુરૂવારે બ્રિટિશ પોલીસે ધરપકડ કરીઅસાન્જેએ 2012થી ઇક્વાડોર એમ્બેસીમાં શરણ લીધી હતી, ગુરૂવારે બ્રિટિશ પોલીસે ધરપકડ કરી

  • વિકીલીક્સે ધરપકડ માટે અમેરિકન ઇન્વેસ્ટિગેશન એજન્સીને જવાબદાર ઠેરવી હતી

ક્વિતોઃ વિકીલીક્સના સંસ્થાપક જૂલિયન અસાન્જે (47)ની ધરપકડ બાદ વિશ્વમાંથી ઇક્વાડોરની સરકારી સંસ્થાઓની વેબસાઇટ પર 4 કરોડ સાઇબર અટેક થયા છે. આ જાણકારી સોમવારે ઇક્વાડોરના ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ઉપમંત્રી પેટ્રિકો રિયલે આપી છે. બ્રિટિશ પોલીસે ગુરૂવારે અસાન્જેની ધરપકડ કરી હતી. અસાન્જેએ 2012થી ઇક્વાડોરની એમ્બેસીમાં શરણ લીધી હતી. પેટ્રિકનો દાવો છે કે, મોટાંભાગના સાઇબર અટેક સાઉથ અમેરિકન દેશો ઉપરાંત અમેરિકા, બ્રાઝીલ, હોલેન્ડ, જર્મની, રોમાનિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા અને બ્રિટનમાં થયા. આ દરમિયાન વિદેશ મંત્રાલય, સેન્ટ્રલ બેન્ક, પ્રેસિડન્ટની ઓફિસ, રેવન્યૂ ઓફિસ, અનેક મંત્રાલય અને યુનિવર્સિટીની સાઇટ્સને નિશાન બનાવવામાં આવી. 

વિકીલીક્સના સીઆઇએ જવાબદાર
1.ઇક્વાડોરના પ્રેસિડન્ટ લેનિન મોરેનોએ કહ્યું હતું કે, આતંરરાષ્ટ્રીય સમજૂતીના સતત ઉલ્લંઘનના કારણે અમે અસાન્જેને શરણ આપવાનો ઇન્કાર કરી દીધો. ઇક્વાડોરના આ નિર્ણય બાદ 2012માં જાહેર કરેલા વોરન્ટ હેઠળ અસાન્જેની ધરપકડ કરવામાં આવી. જો કે, વિકીલીક્સે કહ્યું કે, ઇક્વાડોરે અસાન્જેની રાજકીય શરણને આતંરરાષ્ટ્રીય સમજૂતીનું ઉલ્લંઘન ગણાવીને ગેરકાયદે પગલાં લીધા છે. વિકીલીક્સે અમેરિકન ઇન્વેસ્ટિગેશન એજન્સી સીઆઇએને પણ આ પગલાં બદલ જવાબદાર ઠેરવી હતી. 
પ્રેસિડન્ટ સાથે જોડાયેલી જાણકારી લીક
2.ઇક્વાડોરની સાથે અસાન્જેના સંબંધો  એવા સમયે બગડ્યાં જ્યારે તેની સામે પ્રેસિડન્ટ મોરેનો સાથે જોડાયેલી જાણકારી લીક કરવાનો આરોપ લાગ્યો. મોરેનોએ પણ અસાન્જે પર શરણ આપવાની સમજૂતીની શરતો તોડવાનો આરોપ લગાવ્યો. જો કે, તેઓએ બ્રિટનને અપીલ કરી કે, અસાન્જેને કોઇ દેશમાં પ્રત્યર્પિત નહીં કરતા શારિરીક યાતના અથવા મોતની સજા આપવામાં આવે. 
અસાન્જે સામે બળાત્કારના આરોપ
3.2010માં સ્વીડનની પોલીસે રેપ અને યૌન શોષણના બે મામલામાં જૂલિયન અસાન્જેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ અસાન્જે વિરૂદ્ધ આતંરરાષ્ટ્રીય ધરપકડ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું, જેથી રેપ અને શોષણના આરોપો પર પૂછપરછ કરી શકાય. જો કે, 2012માં અસાન્જેની ઇક્વાડોર એસેમ્બલીમાં શરણ લીધા બાદ તેના પરથી બળાત્કારના આરોપો હટાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં અસાન્જેએ એમ્બેસીની બહાર નિકળવાની મનાઇ કરી દીધી. કારણ કે, તેને શંકા હતી કે, વિકીલીક્સમાં કરેલા કામના કારણે તેને અમેરિકા પ્રત્યર્પિત કરી દેવામાં આવશે. 
યુદ્ધ સાથે જોડાયેલા દસ્તાવેજો સાર્વજનિક
4.માર્ચ 2018થી અસાન્જેનું ઇન્ટરનેટ કનેક્શન કટ કરી દેવામાં આવ્યું હતું. જેની પાછળનું કારણ અસાન્જેએ આપેલો વાયદો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, અન્ય દેશો સાથે સંબંધોને લઇને તેઓ કોઇ મેસેજ નહીં કરે, પરંતુ તેણે આ વાયદો પાળ્યો નહતો. અસાન્જેએ વિકીલીક્સની વેબસાઇટ પર ઇરાક યુદ્ધ સાથે જોડાયેલા ચાર લાખ દસ્તાવેજ સાર્વજનિક કર્યા હતા. જેની મદદથી તેણે અમેરિકા, ઇંગ્લેન્ડ અને નાટોની સેના પર યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો હતો. અસાન્જે પર એવા પણ આરોપ છે કે, અમેરિકન પ્રેસિડન્ટ ચૂંટણી દરમિયાન રશિયન ગુપ્ત એજન્સીએ હિલેર ક્લિન્ટનના કેમ્પેન સાથે જોડાયેલા ઇમેલ હેક કરીને તેને વિકીલીક્સને આપી દીધા હતા. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App