પુલવામા / મસૂદ પર ટેક્નિકલ હોલ્ડ હટાવવા સામે ચીનને અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને અલ્ટિમેટમ આપ્યું

divyabhaskar.com

Apr 12, 2019, 01:38 PM IST
પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા બાદ યુએનમાં જૈશ ચીફ મસૂદ પર પ્રતિબંધનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા બાદ યુએનમાં જૈશ ચીફ મસૂદ પર પ્રતિબંધનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
X
પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા બાદ યુએનમાં જૈશ ચીફ મસૂદ પર પ્રતિબંધનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા બાદ યુએનમાં જૈશ ચીફ મસૂદ પર પ્રતિબંધનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

  • ફ્રાન્સ, અમેરિકા, બ્રિટને ચીનને ટેક્નિકલ હોલ્ડ હટાવવા માટે 23 એપ્રિલ સુધીનો સમય આપ્યો 
  • સિક્યોરિટી કાઉન્સિલના અન્ય 15 દેશોની સાથે મસૂદ અઝહર પર પ્રતિબંધ માટે અનૌપચારિક ચર્ચા ચાલી રહી છે 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા માટે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન ફરીથી સક્રિય થયા છે. સિક્યોરિટી કાઉન્સિલના સભ્ય દેશોએ અઝહર પર પ્રતિબંધના પ્રસ્તાવ પર ચીનને અલ્ટિમેટમ આપી દીધું છે. જૈશ ચીફને પ્રતિબંધિત આતંકીઓની યાદીમાં મુકવા માટે સભ્ય દેશો બીજાં વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. ચીન જૈશના ચીફ મસૂદ પર પ્રતિબંધ પ્રસ્તાવ સામે વારંવાર વીટો ઉપયોગ કરીને અવરોધો ઉભા કરે છે. 

નવેસરથી પ્રસ્તાવ લાવવાના વિકલ્પ
1.જૈશ ચીફને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના પ્રસ્તાવ પર અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહમત છે. સિક્યોરિટી કાઉન્સિલના ત્રણ સ્થાયી દેશોએ ચીનના ટેક્નિકલ આધાર પર આ પ્રસ્તાવથી ટેક્નિકલ હોલ્ડ હટાવવાનું કહ્યું છે. યુએનએસસી 1267 પ્રતિબંધ કમિટી આગામી થોડાં દિવસોમાં એકવાર ફરીથી કાઉન્સિલમાં મસૂદને પ્રતિબંધિત કરવા માટે નવેસરથી પ્રસ્તાવ લાવી શકે છે. 
ચીનને 23 એપ્રિલ સુધી અલ્ટિમેટમ
2.મસૂદ અઝહર પર આતંરરાષ્ટ્રીય પ્રતિબંધ માટે વિચાર-વિમર્શ અને સહમતિ બનાવવાનો દોર યથાવત છે. એક પશ્ચિમ ડિપ્લોમેટ અનુસાર, ચીનને ટેક્નિકલ હોલ્ડ હટાવવા માટે 23 એપ્રિલ સુધીનો સમય પણ આપી દેવામાં આવ્યો છે. ચીનને આ પ્રકારે સ્પષ્ટ રીતે કાઉન્સિલ પાસે જ પસાર કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે, જેથી 1267 કમિટી દ્વારા પ્રતિબંધ પ્રસ્તાવ લાવવાની જરૂર જ ના રહે. 
ચીન તરફથી બદલાવના સંકેત નહીં
3.કાઉન્સિલના આ પ્રસ્તાવને અનૌપચારિક રીતે 15 દેશોની વચ્ચે મોકલી આપવામાં આવ્યા છે. અત્યાર સુધી તેના પર કોઇ ઔપચારિક ચર્ચા શરૂ નથી થઇ. તમામની નજર ચીન પર ટકેલી છે અને આશા રાખવામાં આવે છે કે, ચીન જૈશ ચીફ પર પોતાના વલણમાં બદલાવ લાવશે. અત્યાર સુધીની જાણકારી અનુસાર, ચીને મસૂદ અઝહર પર પ્રતિબંધના પોતાના વલણમાં બદલાવના કોઇ સંકેત નથી આપ્યા. અઝહરની યાત્રાઓ પર પ્રતિબંધ લગાવવા અને તેની સંપત્તિઓને જપ્ત કરવા માટે આ પ્રતિબંધ અનિવાર્ય છે. 
4.ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલા બાદ અઝહર પર પ્રતિબંધની પ્રક્રિયા ફરીથી શરૂ થઇ હતી. આ આતંકી હુમલામાં ભારતના 44 જવાન શહીદ થયા હતા અને આખા વિશ્વમાં આ હુમલાની નિંદા કરવામાં આવી હતી. જો કે, ચીને એકવાર ફરીથી પોતાની ચાલાકી દેખાડી અને અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવા સંબંધિત પ્રસ્તાવ પર વીટો લગાવી દીધો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી