ન્યૂઝીલેન્ડ / FB Liveમાં Let's get this party started કહી આડેધડ ફાયરિંગ, ગન પર સામૂહિક હત્યાકાંડના આરોપીઓના નામ

divyabhaskar.com

Mar 16, 2019, 03:02 PM IST
Over 100 shots were fired in the video streamed live to his Facebook
X
Over 100 shots were fired in the video streamed live to his Facebook

 • નમાજ પઢવા એકઠાં થયેલાં લોકો ડરીને ભાગતા હતા તેઓના ઉપર અનેક રાઉન્ડ ફાયર કર્યા 
 • 17 મિનિટના વીડિયોમાં આરોપી બ્રેન્ટને 100થી વધુ શોટ્સ ફાયર કર્યા છે. 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં શુક્રવારે વહેલી સવારે બે મસ્જિદોમાં અંધાધૂંધ ફાયરિંગ થયું છે. આ ઘટનામાં 49 લોકોનાં મોત થયા છે. શૂટરે મસ્જિદમાં નમાજ માટે એકઠાં થયેલાં 300 લોકો પર ફાયરિંગ કર્યુ હતું. પોલીસે અત્યાર સુધી 4 લોકોની ધરપકડ કરી છે. સૌથી પહેલાં જેની ધરપકડ થઇ હતી તે શૂટરની ઓળખ ટ્વીટર દ્વારા બ્રેન્ટન ટેરેન્ટ તરીકે થઇ છે. બ્રેન્ટને આ ઘટનાને ફેસબુક પર લાઇવ કરી હતી. તેણે શુક્રવારે 1.30 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર વહેલી સવારે) બપોરની નમાજ માટે એકઠાં થયેલા લોકો પર ઓપન ફાયર કર્યુ. ફેસબુકમાં 17 મિનિટના વીડિયોમાં 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિક બ્રેન્ટને 100થી વધુ શોટ્સ ફાયર કર્યા છે. 
ગન પર ફાયરિંગની ઘટનાઓનો ઉલ્લેખ
1.એક સાથે બે મસ્જિદ પર થયેલા આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. મસ્જિદના અલગ અલગ ઓરડાંઓમાં મૃતદેહો જોવા મળે છે. 
2.બ્રેન્ટનની બંદૂકો, ખાસ કરીને જે તેણે ફાયરિંગ માટે ઉપયોગમાં લીધી છે તે સેમી-ઓટોમેટિક શોટગન ઉપર ભૂતકાળના સામૂહિક હત્યારાઓ અને શહેરોના નામ લખેલા હતા. બ્રેન્ટનનો આતંક એવા સમયે શરૂ થયો જ્યારે તેણે કારમાં મિલિટરી સ્ટાઇલ બખ્તર અને હેલમેટ પહેર્યુ અને 'ચાલો હવે પાર્ટીની શરૂઆત કરીએ' (let's get this party started) બોલીને કારમાં લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કર્યુ. 
3.તે કારમાં પ્રાદેશિક મિલિટરી ધૂન સાંભળતો મસ્જિદ સુધી પહોંચ્યો, તેની કાર પાર્ક કરી અને મસ્જિદના એક ખૂણાંમાં જઇને ઉભો રહી ગયો. તેની કારમાં પડેલી છ ગન્સમાંથી એક ઉઠાવીને તે મસ્જિદના મુખ્ય દ્વાર સુધી ગયો અને નમાજ પઢતા લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. ધીરેધીરે ફાયરિંગ કરતાં તે અંદર સુધી અને ત્યાં જે પણ સામે દેખાય તેની ઉપર ફાયરિંગ કરતો ગયો. ઘાયલ થયેલો એક વ્યક્તિ ભાગી રહ્યો હતો તેના ઉપર બ્રેન્ટને વધુ બે ગોળીઓ છોડી અને મારી નાખ્યો. 
આટલાં રાઉન્ડ ફાયર કર્યા બાદ બ્રેન્ટને આરામથી ગનને રિલોડ કરી. વીડિયોમાં તે સતત લોકો પર ફાયરિંગ કરતો, ઘણીવાર તો તે ક્યાં ફાયરિંગ કરી રહ્યો છે તેનું ભાન રાખ્યા વગર અને અસંખ્ય વખત રિલોડ કરતો જોવા મળે છે. 
4.ફાયરિંગ દરમિયાન ગનમાં ગોળીઓ ખતમ થઇ ગયા બાદ ઘાયલ થયેલાં લોકોના કણસવાના અવાજો આવે છે, થોડીવાર બાદ તે ફરીથી ફાયરિંગ કરવાનું શરૂ કરી દે છે. તેણે જેટલાં પણ ઘાયલ લોકોને જોયાં અને તેમની ઉપર ત્યાં સુધી ગોળીઓ વરસાવી જ્યાં સુધી તેઓના મોત ના થાય. 
મૃતદેહો પાસે જઇને ચેક કર્યું
5.અલ નૂર મસ્જિદમાં 300 લોકો બેસી શકે તેટલી કેપેસિટી છે. બ્રેસ્ટન ટેરેન્ટ મસ્જિદમાં હત્યાકાંડ બાદ બહાર નિકળી વધુ બે લોકો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તે તેની કારમાં પાછો ગયો અને શોટગન સ્કેપ્ડ રાઇફલ હાથમાં લીધી. ફરી એકવાર તે મસ્જિદમાં ગયો જ્યાં તેણે મૃતદેહો ઉપર ચાલ્યો, જેટલાં ઘાયલો હતા તેમના ઉપર ફરીથી ગોળીબાર કર્યો. 
6.આટલા ફાયરિંગ બાદ તેને જ્યારે ખ્યાલ આવ્યો કે, દરેક વ્યક્તિના મોત થયા છે તે બહાર દોડી આવ્યો અને મસ્જિદની ફ્રન્ટ લૉનમાં એક વ્યક્તિ દેખાતાં તેના ઉપર ફાયરિંગ કર્યુ. એક મહિલા મસ્જિદની બહાર લૉનમાં ચત્તોપાટ પડેલી હતી અને મદદ માટે બૂમો પાડી રહી હતી. શૂટર તેની પાસે પહોંચ્યો, શાંતિથી તેની બાજુમાં બેઠો અને ઠંડા કલેજે તેના માથામાં બે ગોળીઓ મારી દીધી. 
7.થોડી સેકન્ડો બાદ તે કારમાં બેઠો અને મહિલાના શરીર પર ગાડી ચલાવી દીધી. કાર લઇ મસ્જિદની બહાર નિકળતી વખતે પણ તેણે એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, તે જ્યારે કાર ચલાવી રહ્યો હતો ત્યારે એવું બોલતા સંભળાય છે કે, મને અફસોસ છે કે હું મસ્જિદમાં વધારે સમય ના રોકાયો. તેની કારની પાછળ પેટ્રોલના બે કેન્સ પણ હતા. બ્રેન્ટન એવું બોલી રહ્યો છે કે, ઓહ, હું મારું એક ફૂલ મેગેઝીન (કારતૂસોની હારમાળ) તો મસ્જિદમાં જ ભૂલી ગયો. 
87 પેજનો મેનિફેસ્ટો ટ્વીટર પર પોસ્ટ કર્યો
8.શૂટરે હત્યાકાંડ પહેલાં 87 પેજનો મેનિફેસ્ટો ટ્વીટર પર પોસ્ટ કર્યો. જેમાં તે 2011માં નોર્વેમાં થયેલા સામૂહિક હત્યાકાંના આરોપી એન્ડર્સ બ્રેવિકથી પ્રભાવિત છે તેવું લખ્યું છે. નોર્વેમાં થયેલા હત્યાકાંડમાં 77 લોકોનાં મોત થયા હતા. તેણે લખ્યું છે કે, તેને લઘુમતિઓ પસંદ નથી, તેઓ હંમેશા ધર્મના નામે આતંકવાદનો ફેલાવો કરે છે. 
9.તેના હત્યાકાંડના પ્લાનિંગ અંગે જણાવતા શૂટરે લખ્યું છે કે, એવા તમામ લોકો જેઓએ અમારી ધરતી પર આક્રમણ કર્યુ, એ જાણી લો કે અમારી ધરતી ક્યારેય તમારી નહીં બને, અમારું વતન અમારું છે અને એના ઉપર અમારી માલિકી છે. જ્યાં સુધી શ્વેત લોકો જીવિત છે તેઓ ક્યારેય અમારી ધરતી ઉપર કબજો નહીં જમાવી શકે. જો તમે આ હુમલાની માહિતી ઇચ્છો છો, તો હા આ એક આતંકી હુમલો છે. પરંતુ મારાં મતે આ એક પાર્ટિશન એક્શન છે જે અમારી જમીન પર કબજો જમાવીને બેઠેલાં લોકો સામે લેવામાં આવી છે. 
10.શૂટરે એવું લખ્યું છે કે, તે કેન્ડેસ ઓવન્સથી પ્રેરિત છે અને સ્પષ્ટવક્તા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો સમર્થક છે.  
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી