તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલીવાર સામે આવી બ્લેક હોલની તસવીર, ખગોળશાસ્ત્રીઓએ 5 દેશોમાં એકસાથે કોન્ફરન્સ કરી રિલીઝ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2012માં ખગોળશાસ્ત્રીઓએ બ્લેક હોલ પર રિસર્ચ માટે સહયોગ અભિયાન શરૂ કર્યુ હતુ 
  • જે બ્લેક હોલની તસવીર રિલીઝ કરવામાં આવી છે, તે પૃથ્વીથી 5 કરોડ પ્રકાશવર્ષ દૂર છે 

પેરિસઃ ખગોળશાસ્ત્રીઓએ પહેલીવાર બ્લેક હોલની તસવીર રિલીઝ કરી છે. પૃથ્વીથી 5 કરોડ પ્રકાશવર્ષ દૂર એમ 87 ગેલેક્સીમાં મળેલા આ બ્લેક હોલની અંદરના હિસ્સાને ઘટ્ટ કાળા રંગની સાથે આસપાસ નારંગી રંગમાં જોઇ શકાય છે. વૈજ્ઞાનિકોએ આ માટે વિશ્વમાં મોજૂદ આઠ રેડિયો ટેલિસ્કોપની મદદ લીધી અને બ્લેક હોલની એક તસવીર તૈયાર કરી. આ ટેલિસ્કોપ એરિઝોના, હવાઇ, સ્પેન, મેક્સિકો, ચિલી અને દક્ષિણ ધ્રુવમાં લગાવવામાં આવ્યા હતા. 
 

બ્લેક હોલ પર રિસર્ચની શરૂઆત 2012માં થઇ, જ્યારે આતંરરાષ્ટ્રીય સ્તરે ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પર મોજૂદ ટેલિસ્કોપની મદદથી જ બ્લેક હોલની આસપાસના વાતાવરણને જોવાના પ્રયત્નો શરૂ કર્યા. બુધવારે પાંચ દેશોના છ શહેરો - વોશિંગ્ટન, બ્રસેલ્સ, સેન્ટિયાગો, શાંઘાઇ, તાઇપે અને ટોક્યોમાં ખગોળશાસ્ત્રીઓએ બ્લેક હોલની તસવીરો એકસાથે રિલીઝ કરી. 

બ્લેક હોલ એવી ખગોળીય શક્તિ છે, જેની આસપાસના ક્ષેત્રમાં ગુરૂત્વાકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે. એક બ્લેક હોલ સૂર્યથી અનેકગણો મોટો હોય છે અને તેનાથી કોઇ પણ પ્રકારના દ્રવ્ય પડ્યા બાદ પરત નથી આવી શકતા. તે પોતાની ઉપર પડતાં પ્રકાશને પણ શોષી લે છે. 

માનવ ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આપણે તમામ લોકો બ્લેક હોલની અસલી તસવીર જોઇ શકીએ છીએ. બ્રહ્માંડમાં તેને સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે. આ ઓબ્જેક્ટ અંગે અત્યાર સુધી ખગોળ વૈજ્ઞાનિકો માત્ર અંદાજો જ લગાવી શકતા હતા, પરંતુ હવે આપણી પાસે તેની તસવીરો પણ ઉપલબ્ધ છે. આ ઓબ્જેક્ટ આપણાં ગ્રહ પૃથ્વીથી 87 ગેલેક્સી અને 55m પ્રકાશવર્ષથી દૂર છે. 

ફોટોગ્રાફમાં Galaxy Messier 87ની વચ્ચે એક બ્લેક હોલ દેખાય છે, જે પૃથ્વીથી 53 મિલિયન પ્રકાશવર્ષ દૂર છે. ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ રિસર્ચર્સના અનુમાન અનુસાર, આ બ્લેક હોલ સૂર્યથી 6 બિલિયન ગણો વધારે મોટો છે. તેની તસવીરો લેવા માટે ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટેલિસ્કોપ સિંગલ ટેલિસ્કોપ નથી, પરંતુ તે 8 રેડિયો ટેલિસ્કોપને રિફર કરે છે. તેને 5 મહાદ્વિપો પર લગાવવામાં આવ્યું હતું. એપ્રિલ 2017માં એક અઠવાડિયા માટે સ્પેસના એક જ એરિયાને અલગ અલગ જગ્યાએથી ટાર્ગેટ કરીને લગાવવામાં આવ્યું હતું. 

એક જૂના અથવા પારંપરિક ટેલિસ્કોપને આ પ્રકારના બ્લેક હોલની તસવીર લેવા માટે ઓછામાં ઓછું પૃથ્વીની સાઇઝનું થવું પડે છે. ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપના એક પ્રોજેક્ટ વૈજ્ઞાનિક અનુસાર, આ પિક્ચરને તમે રિયલમાં ત્યારે જ જોઇ શકો છો જ્યારે તમારી આંખો પૃથ્વી જેટલી મોટી હોય અને રેડિયોમાં નિરિક્ષણ કરી રહી હોય. અલગ અલગ કરીને કોઇ પણ ટેલિસ્કોપ તેની તસવીર ના લઇ શકે. તમામના પ્રયાસોને એકઠાં કરવાથી અને ડેટા કલેક્ટ કર્યા બાદ M87માં તેને જોઇ શકાય છે.  

સૌથી પહેલાં બ્લેક હોલ્સ અંગે જાણીતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇન થિયરી ઓફ રિલેટિવિટી લઇને આવ્યા હતા. જો કે, ખુદ આઇનસ્ટાઇન પણ તેને લઇને અવઢવમાં જ રહ્યા હતા કે, આ પ્રકારના બ્લેક હોલનું કોઇ અસ્તિત્વ છે કે નહીં. ત્યારબાદથી ખગોળશાત્રીઓએ આ અંગે તપાસ શરૂ કરી દીધી.