તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 70 Years Of The Communist Government, In China, 15,000 Soldiers Of The People's Army, 160 Aircraft Will Show Power

કોમ્યુનિસ્ટ સરકારના 70 વર્ષ, પીપલ્સ આર્મીના 15 હજાર સૈનિક, 160 વિમાન બતાવશે શક્તિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના શાસનની 70મી વર્ષગાંઠની તૈયારી કરી રહ્યા છે. - Divya Bhaskar
વિદ્યાર્થીઓ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના શાસનની 70મી વર્ષગાંઠની તૈયારી કરી રહ્યા છે.
  • બેજિંગ પરેડ ગ્રાઉન્ડમાં સુરક્ષા એવી કે કબૂતર પણ ઉડી નથી શકતા
  • પહેલી ઓક્ટોબરે ચીની ક્રાંતિના 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે

બેજિંગ: ચીનમાં કોમ્યુનિસ્ટ સરકાર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના શાસનની 70મી વર્ષગાંઠ મંગળવારે મનાવશે. આ પ્રસંગે ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી રાજધાની બેજિંગમાં પરેડ કરશે. તેમાં 15 હજાર સૈનિક, 160 વિમાન અને 580 ટેન્ક શક્તિ પ્રદર્શન કરશે, જેમાં હથિયારોની ઝાંકી પણ કરાવાશે. સરકારને ડર છે કે, હોંગકોંગના અંબ્રેલા આંદોલનની આડમાં કેટલાક લોકો અહીં ઉપદ્રવ કરશે. એટલે સરકારે લાઈવ મનોરંજન સ્થળો, પતંગો, સ્કાય ફાનસ અને કબૂતરોના ઉડવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત અનેક એપાર્ટમેન્ટ પણ ખાલી કરાવાયા છે. આ પ્રસંગને ધ્યાનમાં રાખી બેજિંગને ફૂલોથી સજાવાયું છે. કોમ્યુનિસ્ટ પાર્ટીના સમર્થક અને ચીનના પ્રમુખ શી જિનપિંગના માનમાં ઠેર ઠેર બેનર લગાવાયા છે. આ કાર્યક્રમ જિનપિંગ માટે સરકારની સિદ્ધિઓ દર્શાવવાની મોટી તક પણ મનાય છે. આ દરમિયાન તેઓ અમેરિકા સાથેની આર્થિક ખેંચતાણ, ઉઈઘુર મુસ્લિમોના મુદ્દે ટીકા અને હોંગકોંગ આંદોલન જેવા મુદ્દે વાત કરે એવી શક્યતા છે.  

1949થી ચીનમાં કોમ્યુનિસ્ટ સત્તા 
ચીનમાં 1921માં કોમ્યુનિસ્ટ પાર્ટીનું ગઠન થયું હતું. તેણે 1949માં સત્તા હાંસલ કરી અને ચીનમાં 1946થી 1949 સુધી ગૃહયુદ્ધ ચાલ્યું. એ દિવસે ચીન સરકાર આઝાદી પણ મનાવે છે. 

ચીનના પ્રમુખ જિનપિંગે ફ્રાંસના પૂર્વ PM સહિત 42 હસ્તીને સન્માનિત કરી
ચીની પ્રમુખ જિનપિંગે રવિવારે ફ્રાંસના પૂર્વ વડાપ્રધાન જિન પિએરે રફરિન, કેનેડાના શિક્ષણવિદ્ ઈસાબેલ ક્રૂક સહિત દેશવિદેશની કુલ 42 હસ્તીને મેડલ અને માનદ્ ઉપાધિથી સન્માનિત કર્યા. ઈસાબેલ ક્રૂક કેનેડાના માનવશાસ્ત્રી અને શિક્ષક છે. 1915માં ચીનના ચેંગદુમાં જન્મેલા ક્રૂક ચીનમાં શિક્ષણ અને વિદેશી સંબંધ વધારવા સક્રિય રહ્યા છે, જ્યારે ફ્રાંસના રફરિન ચીનના જૂના મિત્ર છે. તેઓ ચીન-ફ્રાંસ મિત્રતાને પ્રોત્સાહન આપવા લાંબા સમયથી સક્રિય છે. અન્ય સન્માનિત હસ્તીઓમાં ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ત્રો અને થાઈ રાજકુમારી મહા ચક્રિ સિરિંધોર્ન છે. મેલેરિયા વિરોધી દવા બનાવવા બદલ ચીનના પહેલા નોબલ પુરસ્કાર વિજેતા ટી યૂયૂ અને ચીનના હાઈડ્રોજન બોમ્બના જનક યૂ મિનને પણ સન્માનિત કરાયા.  જિનપિંગે કહ્યું કે, આ તમામ અમારા હીરો અને રોલ મોડલ છે, જે પક્ષ અને લોક કલ્યાણ માટે હંમેશા સમર્પિત રહ્યા છે. તેઓ ચીનના લોકોની ખુશી માટે કામ કરવા ઈચ્છે છે.