વાયરસનો ચેપ / ચીનમાં 7ના મોત, ત્યાંથી ભારત આવતા પ્રવાસીઓની એરપોર્ટ પર તપાસ થશે, ક્રૂ મેમ્બર પણ ફ્લાઇટમાં જાણકારી માંગશે

ચીનમાં હેલ્થ ઇમરજન્સી લાગૂ થઇ ગઇ છે, ચેપથી બચવા એરપોર્ટ પર લોકો માસ્ક પહેરીને આવી રહ્યાં છે

 • ચીનનું વુહાન શહેર SARS જેવા કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત, 80 નવા કેસ સામે આવ્યા
 • ભારતમાં કોલકાતા, દિલ્હી અને મુંબઈના એરપોર્ટ પર ચીનથી આવનારા પ્રવાસીઓનું સ્વાસ્થ્ય ચકાસવા આદેશ

Divyabhaskar.com

Jan 22, 2020, 01:13 AM IST

બેજિંગ: SARS જેવા કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધી ચીનના 300 લોકો આવી ચૂક્યાં છે. ચીનના હેલ્થ કમિશને મંગળવારે જણાવ્યું કે અત્યાર સુધી આ રહસ્યમય વાયરસના લીધે 7 લોકોના મોત થઇ ચૂક્યા છે. 80 નવા કેસ સામે આવ્યા છે. વુહાન શહેર આ વાયરસના લીધે સૌથી વધારે પ્રભાવિત છે. ભારતમાં કોલકાતા, દિલ્હી અને મુંબઈના એરપોર્ટ પર વુહાનથી આવનારા પ્રવાસીઓની તપાસ કરવામાં આવશે.

ભારતે ચેપથી બચવા માટે શું કર્યું ?

 • સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશ મંત્રાલય પાસેથી એ નાગરિકોનું લિસ્ટ માંગ્યું છે જેમણે 31 ડિસેમ્બર સુધી ચીનના વિઝા માટે અરજી કરી છે. આવા પ્રવાસીઓનું કાઉન્સલિંગ કરવામાં આવશે.
 • ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે કોલકાતા, દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર ચીનથી આવતા પ્રવાસીઓનુ હેલ્થ ચેકઅપ કરવામાં આવે. તેમને સૌથી પહેલા પ્રી-ઇમિગ્રેશન કાઉન્ટર પર લઇ જવામાં આવે, જ્યાં થર્મલ કેમરાથી તેમની તપાસ થશે.
 • દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચીનથી આવતી-જતી 5 એરલાઇન્સ છે. મુંબઈમાં બે અને કોલકાતાથી ચીન વચ્ચે બે એરલાઇન ઓપરેટ કરે છે. દિલ્હી એરપોર્ટ પર થર્મલ સ્કેનિંગની સુવિધા આપવામાં આવી છે.
 • નિર્દેશોમાં કહેવાયું છે કે ચીનથી ભારત આવનારી ફ્લાઇટ્સમાં જાહેરાત કરીને પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવે કે જો છેલ્લા 14 દિવસોમાં કોઇને ચેપ, તાવ કે કફની ફરિયાદ થઇ હોય અથવા તો તેમણે વુહાનનો પ્રવાસ કર્યો હોય તો પોતે જ ભારત પહોંચીને તેની જાણકારી આપે.
 • "દરેક સ્વસ્થ પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સને આગળના પ્રવાસની મંજૂરી આપવામાં આવશે. જો કોઇ મુસાફર અથવા ક્રૂ મેમ્બર ચેપી માલૂમ પડશે તો પબ્લિક હેલ્થ ઓથોરિટી તેની જાણકારી પેસેન્જર લોકેટર ફોર્મમાંથી મેળવશે. એરલાઇન્સ સ્ટાફને આવા પ્રવાસીઓને ઇમિગ્રેશન ચેક પોઇન્ટ પર સ્વાસ્થ્ય તપાસ માટે લાવવા પડશે."
 • "ફ્લાઇટ દરમિયાન ચેપ ફેલાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કેબિન ક્રૂને ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નિર્દેશિત ઓપરેશન પ્રોસીઝરનું પાલન કરવું પડશે."

વાયરસની અસર ક્યાં સુધી ?

 • ભારતીય મૂળના શિક્ષક પ્રીતિ માહેશ્વરી(45) આ SARS જેવા કોરોના વાયરસના ચપેટમાં આવ્યાં. ચીને જણાવ્યું કે આ વાયરસની ચપેટમાં આવનારા પ્રીતિ પહેલા વિદેશી છે.
 • જાપાન, થાઇલેન્ડ અને દક્ષિણ કોરિયામાં પણ રહસ્યમયી કોરોના વાયરસના કેસ સામે આવ્યા. જાપાનમાં એલર્ટ જાહેર.
 • ભારત સહિત એશિયાના 6 દેશોએ પણ વાયરસને લઇને એડવાઇઝરી જાહેર કરી. ચીનથી આવતા પ્રવાસીઓની તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. અમેરિકામાં પણ એલર્ટ.

આટલી ઝડપથી ચેપ કેમ ફેલાય છે ?

 • 31 ડિસેમ્બરે ચીનમાં આ વાયરસની માહિતી મળી. વુહાનના સી ફુડ માર્કેટમાંથી આ વાયરસ ફેલાયો હતો. ત્યારબાદ માર્કેટને બંધ કરી દેવામાં આવી હતી.
 • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે કોરોના વાયરસ પણ સાર્સ જેટલો જ ખતરનાક છે. સાર્સે 2002માં ચીનને ચપેટમાં લીધું હતું. તેના લીધે 1400થી વધારે લોકોનું મોત થયું હતું.
 • યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર માર્ક વૂલહાઉસનું કહેવું છે કે તેના લક્ષણ શરદી અને કફ જેવા નથી અને તેની ઓળખમાં મુશ્કેલી પડે છે.
 • આ નવા પ્રકારનો વાયરસ છે. સંભવ છે કે પશુઓમાંથી તે માણસોમાં પહોંચ્યો હોય. તેનો ચેપ લોકોમાં ફેલાય તો તેની ખબર પડતી નથી.
 • કોરોના વાયરસમાં ખૂબ તાવ, થાક, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, ભુખ ન લાગવી તેમજ ઝાડા જેવી સમસ્યાઓ સામે આવી શકે છે.

દુનિયામાં ચિંતા: USમાં રસી વિકસાવવાનું કામ શરૂ
કોરોના વાયરસ સૌથી પહેલા ચીનના વુહાન શહેરમાં દેખાયો હતો. ત્યાર પછી અમેરિકાની હેલ્થ એજન્સીઓએ તેની રસી વિકસાવવાનું શરૂ કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવતા જ પરીક્ષણ શરૂ કરાયા છે. જાપાનમાં પહેલો મામલો સામે આવ્યા પછી પીએમ શિન્જો આબેએ એક બેઠક બોલાવીને આ વાયરસનો પ્રકોપ રોકવા કડક નિયમો લાગુ કરવાનો આદેશ કર્યો છે.

ચીન-હોંગકોંગમાં ટ્રાવેલ શેર ગગડ્યાં, દવામાં તેજી
આ વાયરસના ડરથી ચીન-હોંગકોંગના શેરબજારોને પણ અસર થઈ છે. આ બંને દેશમાં ટ્રાવેલ, હોટેલ અને એરલાઈન કંપનીઓના શેર ગગડ્યા છે, જ્યારે વાયરસની દવા-રસી બનાવતી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી છે. આ ઉપરાંત માસ્ક બનાવતી કંપની તિયાનજિન ટેડા અને શાંઘાઈ ડ્રેગનના શેર 10% વધીને બંધ થયા હતા. બીજી તરફ, મૂડીઝે વુહાન શહેરનું ક્રેડિટ રેટિંગ ઘટાડી દીધું છે.

X
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી