તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈરાકમાં અલ-બલાદ એરબેઝ પર 4 રોકેટ છોડવામાં આવ્યા, અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર 6 દિવસમાં બીજો હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ-અસદ અને ઇરબિલમાં કરાયેલા રોકેટ હુમલાનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
અલ-અસદ અને ઇરબિલમાં કરાયેલા રોકેટ હુમલાનો ફાઇલ ફોટો.
  • હુમલામાં ઇરાકના એરફોર્સના 4 સૈનિકો ઘાયલ, સ્થિતિને ધ્યાનમાં રાખી અમેરિકાના સૈનિકો પહેલેથી એરબેઝ છોડી ગયા હતા
  • 7 જાન્યુઆરીએ અલ-અસદ, ઇરબિલમાં અને 9 જાન્યુઆરીએ વિદેશી દૂતાવાસો નજીક રોકેટથી હુમલો કરાયો હતો.

બગદાદ: ઉત્તર બગદાદમાં રવિવારે 4 રોકેટથી હુમલો કરવામાં આવ્યો. અહીં અમેરિકાની સેનાનો અડ્ડો છે. સૈન્ય સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર આ હુમલામાં ઇરાક એરફોર્સના 4 સૈનિકો ઘાયલ થયા છે. એ એરબેઝ પર અમેરિકાની આર્મીનો અડ્ડો છે, પરંતુ તેઓ ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે પહેલાથી આ એરબેઝ છોડીને જતા રહ્યા હતા.અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર 6 દિવસમાં આ બીજો હુમલો છે. 

9 જાન્યુઆરીએ ગ્રીન ઝોનમાં મિસાઇલો છોડી હતી 
બગદાદના આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર, જ્યાં ઘણા વિદેશી દૂતાવાસ છે ત્યાં ગત ગુરૂવારે મિસાઇલો છોડવામાં આવી હતી. અહીં બે વિસ્ફોટ થયા હતાં. અમેરિકાના અધિકારીઓએ આ હુમલા પાછળ ઇરાકમાં સ્થિત ઇરાન સમર્થિત શિયા વિદ્રોહી સંગઠન 'હાશેદ' હોવાની શંકા વ્યક્ત કરી હતી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો