તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ઝ્યૂમર ગુડ્સ ફેક્ટરીમાં આગ લાગવાથી 19 લોકોના મોત, 3 ઘાયલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ચીનના ઝેજિયાંગ રાજ્યમાં બપોરે 1 વાગે ફેક્ટરીમાં આ દુર્ઘટના થઈ હતી
  • આગમાં દાઝવાના કારણે 3 લોકો ઘાયલ થયા છે, તેમાંથી 2ની હાલત ગંભીર છે

બેઈજિંગ: પૂર્વ ચીનના ઝેજિયાંગમાં રવિવારે કન્ઝ્યૂમર ગુડ્સ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે 19 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. તેમાંથી બેની હાલત ગંભીર માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે, રેસ્ક્યુ ટીમને તાત્કાલીક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. તેમ છતાં ઘણાં લોકોના મોત થયા છે. સુરક્ષા નિયમોને યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યા ન હોવાથી ચીનની ફેક્ટરીઓમાં આ પ્રમાણેની ઘણી દુર્ઘટનાઓ થતી રહે છે.
આ પહેલાં જિયાંગ્સુમાં રવિવારે બસ અને ટ્રકની ટક્કરમાં 36 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 36 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે બસમાં કુલ 69 લોકો હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બસ પૂર્વી જિયાંગ્સુથી એક્સપ્રેસ-વે પર ખૂબ ઝડપથી આવી રહી હતી. આ દરમિયાન તેનું ટાયર પંચર થતાં બસે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને તે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી.
 

અન્ય સમાચારો પણ છે...