ચીન / ભારે વરસાદના કારણે 16ના મોત, 1.5 લાખ લોકોનું સ્થળાંતર

16 dead, 1.5 lakh migration due to heavy rains

  • આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણીઃ હવામાન વિભાગ 
  • હુયાન શહેરના ત્રણ ભાગ પૂરના સકંજામાં , 1 લાખ લોકો ઘરવિહોણા 
  • 700 ફાયર ફાઈટર્સ અને 200થી વધારે પોલીસકર્મી રાહત કાર્યમાં લાગ્યા 

Divyabhaskar.com

Jun 12, 2019, 11:12 AM IST

બેઈજિંગઃ ચીનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં છેલ્લા સપ્તાહથી વરસાદનો કેર યથાવત છે. જેનાથી આવેલા પૂરને કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે. 3.60 લાખ આ પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે. 1350 મકાન તૂટ્યા અને 1 લાખ 50 હજારથી વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, પૂરની અસર 6 શહેરો પર સૌથી વધારે થઈ છે. જેમાંથી 9 અને ગુઆંગડોંગમાં 7 લોકોના મોતના સમાચાર પણ છે. હુયાન શહેરના ત્રણ ભાગ ખરાબ રીતે પૂરના સંકજામાં આવી ગયા છે. અહીં 1 લાખથી વધારે લોકો ઘરવિહોણા થયા છે, જ્યારે 956 મકાન ધરાશાયી થયા છે.

પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં રેડ એલર્ટઃ ચીનમાં હવામાનથી સંબંધિત ચેતવણી માટે ચાર કલર સિસ્ટમ નક્કી કરાઈ છે. જેમાં રેડ એલર્ટ સૌથી ખતરનાક હવામાનની ચેતવણી આપે છે. ત્યારબાદ ઓરેન્જ , યલો અને બ્લૂનો નંબર આવે છે. વિસ્તાર હવામાન વિભાગે મંગળવારે પૂરથી પ્રભાવિત વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. અહીં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે.

540 મિલિયન ડોલરનું નુકસાનઃ અધિકારીઓ પ્રમાણે પૂરથી પ્રભાવિત ચીનના દક્ષિણપૂર્વી વિસ્તાર જિયાંગક્સીમાં 3 લાખ 38 હજાર એકર વિસ્તારમાં પાકને મોટા પાયે નુકસાન થયું છે. સ્થાનિક પ્રશાસને અસરગ્રસ્તોની મદદ માટે 700 ફાયર ફાઈટર્સ અને 200થી વધારે પોલીસ અધિકારીઓને તહેનાત કર્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પૂરના કારણે અત્યાર સુધી 540 મિલીયન ડોલરનું નુકસાન થઈ ચુક્યું છે.

X
16 dead, 1.5 lakh migration due to heavy rains
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી