અફઘાનિસ્તાન / 13 વર્ષીય આત્મઘાતીએ લગ્નમાં પોતાને જ ઉડાવ્યો, કમાંડર સહિત 5 લોકોના મોત

13-year-old suicide bomber blew himself up in the marriage, killing five people including the commander

  • સરકાર સમર્થક વિદ્રોહીઓના કમાંડરને નિશાન બનાવીને હુમલો કર્યો હતો
  • નાંગરહાર પ્રાંતને આતંકી સંગઠન IS અને તાલિબાનનો ગઢ માનવામાં આવે છે. 

Divyabhaskar.com

Jul 12, 2019, 02:45 PM IST

કાબુલઃ અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં લગ્ન વખતે શુક્રવારે સવારે 13 વર્ષના બાળકે પોતાની જાતને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી. આ હુમલામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં સરકાર સમર્થિત વિદ્રોહીઓનો એક કમાંડર પણ સામેલ છે. જો કે, કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પૂર્વ અફઘાનના આ પ્રાંતને આંતકી સંગઠન IS અને તાલિબાનનો ગઢ માનવામાં આવે છે.

પોલીસ અધિકારી ફૈઝ મોહમ્મદ બાબરખિલે જણાવ્યું કે, વિસ્ફોટ પચીરવા આગમ જિલ્લામાં થયો હતો. આ સરકાર સમર્થક વિદ્રોહીઓના કમાંડર મલિક તૂરે લગ્નનું આયોજન કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આઈઈડીથી સજ્જ બાળક મલિક તૂરને નિશાન બનાવવા ઈચ્છતો હતો. વિસ્ફોટમાં કમાંડરનું મોત થઈ ગયું છે.

X
13-year-old suicide bomber blew himself up in the marriage, killing five people including the commander
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી