રણ વિસ્તારમાં રહેતી ભારતીય માતા સાથે પાણી લેવા ગયેલી 6 વર્ષની બાળકીનું લૂ લાગવાથી મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરિજોનાના દક્ષિણી રેગિસ્તાનમાં આ વર્ષે બીજું મોત, ગરમીના કારણે ગત વર્ષે અમેરિકામાં 127 લોકોનું મૃત્યું થયું હતું
  • મેડિકલ એક્ઝામિનરના જણાવ્યા પ્રમાણે- અરિજોનાનું તાપમાન 42 ડિગ્રી થઈ ગયું હતું, ચેતવણી પણ આપવામાં આવી છે

વોશિંગ્ટનઃ અમેરિકાના અરિજોના સ્થિત રેગિસ્તાનમાં લૂ લાગવાથી છ વર્ષની એક ભારતીય બાળકીનું મૃત્યુ થયું છે. અમેરિકન બોર્ડર પેટ્રોલના મેડિકલ એક્ઝામિનરે જણાવ્યું કે ઘટનાના સમયે બાળકીની માતા તેને અન્ય શરર્ણાથીની સાથે  છોડીને પાણી લેવા માટે ગઈ હતી. અરિજોનાના લ્યૂકવિલના પશ્ચિમ વિસ્તારમાં અમેરિકાની બોર્ડર પેટ્રોલે બુધવારે બાળકીને શોધી હતી. તેનું નામ ગુરપ્રીત કૌર હતું. તે ઝડપથી તેનો 7મો જન્મદિવસ મનાવનાર હતી.

1) શરર્ણાથી મેક્સિકોના રસ્તે અમેરિકામાં પ્રવેશ કરે છે

રિપોર્ટ મુજબ, ગુરપ્રીત અને તેની માં પાંચ ભારતીયનો સમુહમાં સામેલ હતી, જેને તસ્કરોએ મેક્સિકોની નજીકના વિસ્તારમાં મંગળવારે સવારે 10 વાગે છોડી હતી. બાદમાં બાળકી માતાની સાથે અન્ય મહિલાઓની સાથે પાણી શોધવા ગઈ હતી. બંને એ તેના બાળકોને અન્ય મહિલાઓની પાસે છોડી દીધા હતા.

બાદમાં ગ્રુરપ્રીતની માં અને એક અન્ય મહિલા રેગિસ્તાનમાં રસ્તો ભૂલી ગયા. બુધવારે સવારે 8 વાગે બોર્ડર પેટ્રોલ એજન્ટે તે લોકોના પગમાં નિશાન દેખયા. અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુરપ્રીતની માં સાંકેતિક ભાષામાં વાત કરી રહી હતી. ચાર કલાક બાદ બોર્ડર પેટ્રોલ એજન્ટને ગુરપ્રીતનું શબ સીમાથી લગભગ દોઢ કિલોમીટર દૂર મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...