ના હોય / બોયફ્રેન્ડના લગ્નમાં વેડિંગ ડ્રેસ પહેરીને પહોંચી ગઈ એક્સ ગર્લફ્રેન્ડ, સ્ટેજ પર બોયફ્રેન્ડનો હાથ પકડી કહ્યું, ‘આને છોડી દે, મારી સાથે પરણી જા.’

બોયફ્રેન્ડને મનાવતી એક્સ ગર્લફ્રેન્ડ
બોયફ્રેન્ડને મનાવતી એક્સ ગર્લફ્રેન્ડ

divyabhaskar.com

Apr 10, 2019, 03:59 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનમાં એક કપલ લગ્ન કરી રહ્યું હતું ત્યારે જ છોકરાની એક્સ ગર્લફ્રેન્ડ વેડિંગ ડ્રેસમાં તૈયાર થઈને ત્યાં સ્ટેજ પર આવી પહોંચી હતી. સ્ટેજ પર પહોંચી એક્સ ગર્લફ્રેન્ડે તેને ફરીથી અપનાવવાનું કહી હોબાળો કર્યો હતો. આ નાટક જોઈને વધૂ ગુસ્સે થઈ ગઈ હતી અને સ્ટેજ પરથી જતી રહી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.

એક્સ ગર્લફ્રેન્ડે કર્યો હોબાળો
ચીનમાં એક કપલના લગ્ન વખતે વરની એક્સ ગર્લફ્રેન્ડ ત્યાં આવી પહોંચી હતી. લગ્ન વિધિમાં જ્યારે વર વધૂને કિસ કરવા જતો હતો, ત્યારે જ અચાનક એક્સ ગર્લફ્રેન્ડ ત્યાં સ્ટેજ પર આવી પહોંચી હતી. સ્ટેજ પર પહોંચી એક્સ ગર્લફ્રેન્ડે ભારે હોબાળો કર્યો હતો. એક્સ ગર્લફેન્ડે છોકરાનો હાથ પકડી કહ્યું હતું કે, ‘તે મારી ભૂલ હતી’ અને તેને માફ કરી ફરીથી અપનાવવાની વાત કરી હતી. આ બધું નાટક જોઈને વધૂ ગુસ્સે ભરાઈ ગઈ હતી. ત્યારે બાજુમાં ઊભેલા છોકરાએ વધૂનો હાથ પકડી શાંત પાડવાની કોશિશ કરી હતી, પરંતુ તે ગુસ્સામાં અકળાઈને સ્ટેજ પરથી જતી રહી હતી.

વધૂના પરિવારજનો રહી ગયા દંગ
ચીનમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. એક વીડિયો ચેનલના જણાવ્યા અનુસાર આ છોકરાએ તેની પૂર્વ પ્રેમિકા સાથે થોડા સમય પહેલાં જ બ્રેક-અપ કર્યું હતું. ત્યારે છોકરાએ બ્રેકઅપનું કારણ જણાવતા કહ્યું હતું કે તે બંનેની પર્સનાલિટી અલગ હતી તેથી બંનેનું બ્રેક અપ થયું હતું. છોકરો પણ તેની પૂર્વપ્રેમિકાને લગ્નમાં જોઇને દંગ થઈ ગયો હતો. કારણ કે તેણે પૂર્વપ્રેમિકાને આમંત્રણ આપ્યું નહોતું તે છતાં પૂર્વ પ્રેમિકા લગ્નનું વ્હાઇટ ગાઉન પહેરીને આવી પહોંચી હતી. આ બધુ જોઇને વધૂ અને તેના પરિવારજનો દંગ રહી ગયાં હતાં.

X
બોયફ્રેન્ડને મનાવતી એક્સ ગર્લફ્રેન્ડબોયફ્રેન્ડને મનાવતી એક્સ ગર્લફ્રેન્ડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી