રસપ્રદ / ચીની મીડિયાએ કર્યા વડાપ્રધાન મોદીના વખાણ, કહ્યું - જવાહરલાલ નેહરુ કરતાં પણ વધારે લોકપ્રિય છે

શી જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
શી જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

divyabhaskar.com

Apr 16, 2019, 05:30 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીની મીડિયાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે. ચીની મીડિયા માને છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષના કાર્યકાળમાં ભારત અને ચીનના સંબંધોને સુધારી વધારે મજબૂત કર્યાં છે. ચીની મીડિયાએ એવી આશા વ્યક્ત કરી છે કે ગમે તે પક્ષની સરકાર બનશે પણ ભારત સાથે ચીનના સંબંધ મજબૂત જ રહેશે. ચીની મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ કરતાં પણ વધારે લોકપ્રિય છે તેમ જણાવ્યું છે.

મીડિયાએ કર્યા વખાણ
ચીનના સરકારી ન્યૂઝપેપર ગ્લોબલ ટાઇમમાં છપાયેલા એક આર્ટિકલ પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કોંગ્રેસ સાથે સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. એ કહેવું મુશ્કેલ છે કે આ વખતે બીજેપીને પહેલા જેવો બહુમત મળશે કે નહીં. પરંતુ ડિપ્લોમસીની રીતે જોવામાં આવે તો ગયા વર્ષે મોદીએ આખા વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. ત્યારે મોદીની લોકપ્રિયતા અને પ્રભાવ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સહિત બધા જ નેતાઓ કરતાં પણ વધારે છે. તમામ ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખતા બેઇજિંગ અને નવી દિલ્હીના સંબંધોમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘણી પ્રગતિ થઈ છે.

મોદીએ સુધાર્યો સંબંધો
મહત્વનું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વડાપ્રધાન મોદીએ સારા સંબંધો બનાવ્યા છે અને તેમના કાર્યકાળમાં બંને દેશો વચ્ચેના સંબંધ પણ વધુ મજબૂત થયા છે. વડાપ્રધાન મોદીના આ પ્રયત્નોથી બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર 2014માં 48 લાખ કરોડ ભારતીય રૂપિયા હતો જે વધીને 2018માં 66 લાખ કરોડ ભારતીય રૂપિયા થયો છે. બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર સંબંધો પણ સારા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અમેરિકા અને જાપાનની મૂંઝવણ હોવા છતાં તેઓ ભારત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેન્કમાં સામેલ થયા હતા, જેનો પહેલ ચીને કરી હતી.

વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાયું
અખબારમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2014ની ચૂંટણીમાં મોદીને ચીની મીડિયામાં મોટા પ્રમાણમાં કવરેજ મળ્યું હતું. વડાપ્રધાન બન્યાં પછી મોદીએ ચીની સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખોલ્યું હતું અને સીધેસીધા જ ચીની લોકો સાથે જોડાઈ ગયા હતા. જેને કારણે ચીનમાં તેમની લોકપ્રિયતા પહેલાં કરતાં પણ વધી ગઈ છે. મોદીને કારણે ચીની મીડિયાએ ભારતનું કવરેજ પણ વધાર્યું છે અને હવે ચીની સમાજ પણ પાડોશી દેશ ભારત પર વધારે ધ્યાન આપી રહ્યું છે. આ અખબારમાં એમ પણ જણાવાયું છે કે બંને દેશો વચ્ચે ઐતિહાસિક વિવાદ અને નવા જ વિરોધાભાસ છે છતાં મોદી સરકાર નિરપેક્ષ નીતિ અપનાવી રહ્યાં છે. તેમ છતાં અમેરિકાએ ચીનને કાબૂમાં કરવા માટેની રણનીતિમાં ભારતને જોડવાનો પ્રયાસ કર્યો હતો

X
શી જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીશી જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી