ડ્રેગનનો આતંકી પ્રેમ / મસૂદને બચાવવા પાછળ ચીનની મોટી ચાલ, PAK પ્રેમ દર્શાવીને અનેક નિશાન સાધવાના પ્રયાસો

China yet again blocks effort at UN to ban Jaish chief Masood Azhar for 4th time
X
China yet again blocks effort at UN to ban Jaish chief Masood Azhar for 4th time

  • મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર નહીં કરવા પાછળ ચીનના ઘણાં હિતો છૂપાયેલા છે. 

divyabhaskar.com

Mar 14, 2019, 07:05 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના આતંકવાદ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસો સામે ચીને આખરે પોતાનો અસલી રંગ દેખાડી જ દીધો. સતત ચોથીવાર ચીને જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં વીટો પાવર વાપર્યો છે. ડ્રેગનનો મસૂદ પ્રેમ સામાન્ય નથી, હકીકતમાં આ બચાવ પાછળ ચીનના અનેક હિતો છૂપાયેલા છે.
1. ડિપ્લોમેટિક સંબંધોમાં જોખમ નહીં
ડિપ્લોમેટિક મામલાના જાણકારોનું માનવું છે કે, કોઇ પણ રાષ્ટ્ર બીજાના સહયોગમાં ત્યાં સુધી ઉભું નથી રહેતું જ્યાં સુધી તેમાં જે-તે રાજ્યનું પોતાનું રાષ્ટ્રીય હિત સામેલ ના હોય. ચીન જેવો દેશ તો કોઇ પણ મોટાં કારણ વગર આવું ક્યારેય ના કરી શકે, કારણ કે તે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને કૂટનીતિક સંબંધો મામલે કોઇ જોખમ નથી લેતું. 
2. પાકિસ્તાન આતંકીઓનો ગઢ જાહેર થયું હોત
નિષ્ણાતોનું માનવું છે કે, મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર નહીં થવા દેવા પાછળ ચીનના ઘણાં હિતો છૂપાયેલા છે. ચીન એ પણ જાણે છે કે, ભારત હાફિઝ સઇદ બાદ જો મસૂદને પણ UNમાં પ્રતિબંધિત આતંકવાદીઓના લિસ્ટમાં સામેલ કરવામાં સફળ રહ્યું તો પાકિસ્તાનને આતંકવાદ પ્રાયોજિત રાષ્ટ્ર જાહેર કરવાની નજીક પહોંચી જશે. 
આવી સ્થિતિમાં અમેરિકા સહિત પશ્ચિમ દેશો પાકિસ્તાન પર તમામ પ્રકારના પ્રતિબંધ લગાવી દેશે, જેના કારણે પાકિસ્તાન સામે રાજકીય અને આર્થિક મુશ્કેલીઓ ઉભી થઇ શકતી હતી. જેની અસર ચીન ઉપર સૌથી વધુ પડી હોત. 
4. ચીનનું 50 અબજ ડોલરનું રોકાણ
મસૂદ અઝહરને બચાવવા ઉપરાંત પણ ચીન દરેક પ્રકારે એવા પ્રયાસોમાં લાગેલું છે કે, પાકિસ્તાન અલગ ના પડી જાય. એટલું જ નહીં, ચીન, રશિયાને પણ પાકિસ્તાનની નજીક લાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. 
છેલ્લાં ચાર વર્ષોમાં ચીને પાકિસ્તાનમાં ઘણું રોકાણ કર્યુ છે. તેમાંથી 50 અબજ ડોલરથી બનવા જઇ રહેલું ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એટલે કે, CPEC પણ સામેલ છે. ચીનને ડર છે કે, જો તેણે મસૂદનું સમર્થન ના કર્યુ અને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને સમર્થન ના આપ્યું તો તેનું આટલી મોટી કક્ષાનું રોકાણ ડૂબી જશે. 
6. મસૂદનો વિરોધ એટલે પાકિસ્તાનનો અસહયોગ
ચીનને લાગે છે કે, આવું નહીં કરવાથી જૈશ જેવા જૂથ તેના અને પાકિસ્તાન સરકાર વિરૂદ્ધ થઇ શકે છે. જૈશ-એ-મોહમ્મદને લઇને ઇતિહાસ પણ કંઇક આવું જ કહે છે. 2002માં જ્યારે પાકિસ્તાન સરકારે જૈશ પર પ્રતિબંધ લગાવ્યો ત્યારબાદ તેના તત્કાલિન પ્રેસિડન્ટ મુશર્રફ પર અનેક જીવલેણ હુમલાઓ થયા અને દેશની સ્થિતિ સંભાળવી મુશ્કેલ થઇ ગઇ. એવી સ્થિતિમાં જો ચીન મસૂદ અઝહર વિરૂદ્ધ થતી આતંરરાષ્ટ્રીય કાર્યવાહીને સપોર્ટ કરશે તો પાકિસ્તાન માટે ચીનનો સહયોગ લેવો અથવા તેને સહયોગ આપવા ઘણો મુશ્કેલ થઇ જશે. 
7. મસૂદ પર પ્રતિબંધ અને પાકિસ્તાન અલગ
જો ચીનની હા બાદ મસૂદ અઝહર ગ્લોબલ આતંકી જાહેર થઇ જાય તો પાકિસ્તાને મસૂદ વિરૂદ્ધ અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર કડક કાર્યવાહી કરવી પડે. મસૂદના સંગઠનોને પણ અલગ કરવા પડ્યા હોત. મસૂદના ટેરર કેમ્પ અને તેના મદરેસાને બંધ કરવા પાકિસ્તાનની મજબૂરી થઇ જાય. 
8. કોણ છે મસૂદ અઝહર?
પાકિસ્તાન પંજાબના બહાવલપુરમાં એક હેડમાસ્ટરના ઘરે મસૂદ અઝહરનો જન્મ 10 જુલાઇ 1968ના રોજ થયો હતો. મસૂદ પોતાના 11 ભાઇ-બહેનોમાં ત્રીજા નંબરે હતો, તે અભ્યાસમાં હોંશિયાર હતો. જ્યારે તે આઠમી જમાતમાં ભણતો હતો ત્યારે તેના પરિવારનો એક મિત્ર તેને કરાચીના જામિયા ઉલૂમ ઉલ ઇસ્લામિયામાં ભણાવવા માટે લઇ ગયો. જ્યાં તેણે ઉચ્ચ તાલિમ મેળવવાના બદલે આતંકના પાઠ ભણવાના શરૂ કર્યા. 
9. 1994માં ધરપકડ થઇ હતી
મસૂદ આતંક અને નફરત ફેલાવવાનો માસ્ટર બની ગયો છે. તે કોઇ સાધારણ આતંકવાદી નથી. પાકિસ્તાની સરકારનો આશ્રય, સેના અને તેની ઇન્ટેલિજન્સ એજન્સી ISIની મદદથી મસૂદે ભારતમાં આતંકવાદ ફેલાવવાનું કાવતરું શરૂ કર્યુ. 1994માં કાશ્મીરમાં સુરક્ષાબળોએ તેની ધરપકડ કરી, પરંતુ કંધાર કાંડ બાદ તે ફરીથી પાકિસ્તાન પહોંચી ગયો અને તે ફરીથી ભારતમાં આતંકી હુમલાઓ કરાવવા લાગ્યો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી